National Insurance Company Limited v. Chamundeshwari and Others

Supreme Court of India
R. Subhash Reddy; Hritikesh Roy
Civil Appeal No. 6151 of 2021
civil appeal_dismissed Significant

AI Summary

The Supreme Court upheld the High Court's award of compensation in a motor accident claim, ruling the accident was solely due to the van driver's negligence and affirming the compensation based on the deceased's declared income.

Full Text
Translation output
:
DISCLAIMER The translated judgements in vernacular language is
/ meant for the restricted use of the litigant to understand it in his her
. language and may not be used for any other purpose For all practical
, and official purposes the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and
. implementation
અહેવાલયોગ્ય
ભારતની સર્વોચ્ચ અદાલતમાં
સિવિલ અપીલીય ન્યાયક્ષેત્ર
સિવિલ અપીલ નં. ૬૧૫૧ /૨૦૨૧
(૨૦૧૯ ની સ્પેશ્યલ લીવ પિટીશન (સી) નં.૪૭૦૫ માંથી ઉદભવી)
નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ..... અપીલકર્તા
વિરુદ્ધ
ચામુંડેશ્વરી અને અન્ય..... સામાવાળા (ઓ)
ચુકાદો
ન્યાયમૂર્તિ ડો.સુભાષ રેડ્ડી.
(૧) પરવાનગી આપવામાં આવી છે.
(૨) આ અપીલ નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (ઉચ્ચ ન્યાયાલય સમક્ષના
ત્રીજો સામાવાળો) દવારા ૦૩.૦૮.૨૦૧૮ ના રોજ મદ્રાસ ખાતે આવેલી ન્યાયિક ઉચ્ચ
અદાલતે સીએમએ નંબર ૧૨૦ આંક-૨૦૧૮ માં આપેલા ચુકાદા અને આદેશથી વ્યથિત
યઈને દાખલ કરેલ છે. ઉપરોક્ત આદેશ દ્વારા, ઉચ્ચ અદાલતે સામાવાળા નં. ૧ અને ૨ દ્વારા
દાખલ કરાયેલ સિવિલ મિસસીલેનીયસ અપીલને વળતર વધારી, કુલે
રૂ.૧,૮૫,૦૮,૮૩૨/-નુ આંશિક રીતે મંજૂરી આપી છે.
(૩) પ્રથમ સામાવાળા તે મૃતકના પત્ની છે અને બીજા નંબરના સામાવાળા શ્રી
સુભાષ બાબુનો સગીર દીકરો છે, જે મૃતકનુ મૃત્યુ ૧૪.૧૦.૨૦૧૩ ના રોજ માર્ગ અકસ્માતમાં
થયું હતું. મૃતક તે ૩૫ વર્ષના શ્રી સુભાષ બાબુ એક પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં એચઆર
મેનેજર તરીકે કામ કરતા હતા. અકસ્માતની તારીખે તેઓ રાષ્ટ્રીય રાજમાર્ગ-૪૭ પર
પેરુમનાલ્લુરથી ઇરોડ સુધીના મુખ્ય માર્ગ પર મારૂતિ કાર ડ્રાઇવ કરી રહ્યા હતા. તે સમયે, આઇશર વાન, કે જે રજિસ્ટ્રેશન નંબર ટીઐન-૩૩-ઐઝેડ-૫૮૬૮ ધરાવે છે, તે મૃતક દ્વારા
ચલાવવામાં આવેલી કારની આગળ ચાલી રહી હતી. આ સામાવાળા-દાવેદારોનો કેસ છે કે
અચાનક જ આયશર વાનનો ડ્રાઈવર, કોઈ સિગ્નલ કે ઈન્ડિકેટર આપ્યા વગર, જમણી બાજુ
તેનુ વેહિકલ ફેરવ્યુ હતુ. આ કહેવાતા અકસ્માતમાં મારૂતિ કારના ડ્રાઇવર શ્રી સુભાષ બાબુનું
મૃત્યુ થયું હતું અને કારમાં બેઠેલા અન્ય મુસાફરો એટલે કે પ્રથમ સામાવાળા-પત્ની, બીજા
સામાવાળા-સગીર દીકરો અને પ્રથમ સામાવાળાની બહેનને ઇજા પહોંચી હતી.
(૪) મોટર અકસ્માત કલેઇમ ટ્રિબ્યુનલ/અધિક જિલ્લા અદાલત, તિરુપ્પુર ખાતે
સામાવાળા નં. ૧ અને ૨ દ્વારા દાખલ કરવામાં આવેલી દાવા અરજીમાં સામાવાળાઓએ રૂ.૩
કરોડના વળતરનો કલેઇમ કર્યો હતો. સામાવાળાઓએ આઇશર વેનના ડ્રાઇવરની
બેદરકારીનો આરોપ લગાવ્યો હતો, કારણ કે તેણે કોઈ સિગ્નલ કે ઈન્ડિકેટર આપ્યા વગર
જમણો વળાંક લીધો હતો, કારણ કે આઇશર વેનના ડ્રાઇવરની બેદરકારીના કારણે જ
અકસ્માત થયો હતો. અપીલકર્તા અને અન્ય લોકો ક્લેઇમ ટ્રિબ્યુનલ સમક્ષ હાજર થયા હતા
અને કલેમનો વિરોધ કર્યો હતો. ૨૦૧૪ના ઐમ.સી.ઓ.પી.માં ૧૧.૧૨.૨૦૧૭ ના રોજ
પસાર થયેલા આદેશ દ્વારા કલેઇમની આંશિક મંજૂરી આપવામાં આવી હતી અને
૧૦,૪૦,૫૦૦/-રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું, જેમાં મૃતક અને આઇશર વાન
બંને વાહનોના ડ્રાઇવરોએ અનુક્રમે ૭૫% અને ૨૫% ના રેશિયો સાથે યોગદાન આપ્યું હતું.
અપીલ પર, ઉચ્ચ અદાલતે તારણો નોંધીને કે અકસ્માત માત્ર આઇશર વાનના ચાલકની
બેદરકારીને કારણે થયો હતો અને મૃતકની વાર્ષિક આવક રૂ ૧૨,૨૯,૯૪૯/- હતી, કુલ
રૂ.૧,૮૫,૦૮,૮૩૨/-નું વળતર આપ્યું હતું. હાઇકોર્ટના ચુકાદા અને આદેશથી નારાજ
થઇને વીમા કંપનીએ આ અદાલત સમક્ષ આ અપીલ દાખલ કરી હતી.
(૫) અમે અપીલકર્તા-વીમા કંપની તરફથી હાજર રહેલા વિદ્વાન વકીલ શ્રી કે. કે. ભટ્ટ
અને સામાવાળઓ તરફથી હાજર રહેલા થયેલા શ્રી વી. બાલાજી નામના વિદ્વવાન વકીલને
સાંભળ્યા.
(૬) અપીલકર્તા માટે વિદ્વવાન વકીલની રજૂઆત બે તબબ્કામા છે. સૌ પ્રથમ, એવી
રજૂઆત કરવામાં આવે છે કે, ટ્રિબ્યુનલે મૃત્યુ પામેલા વ્યક્તિ અને આઇશર વાન ચાલકની
બેદરકારીની યોગ્ય રીતે વહેંચણી કરી હોવા છતાં, ઉચ્ચ અદાલતે આ બેદરકારીને રેકોર્ડ પરના
પુરાવાથી વિપરીત પલટી નાંખી હતી. મુખ્યત્વે એવી દલીલ કરવામાં આવી છે કે, પ્રથમ
માહિતી અહેવાલમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, અકસ્માત માત્ર મૃત્યુ પામેલા
વ્યક્તિની બેદરકારીના કારણે થયો હતો. તેમ છતાં, આ પ્રકારનાં મહત્ત્વપૂર્ણ દસ્તાવેજી
પુરાવાઓની હાઈકોર્ટ દ્વારા અવગણના કરવામાં આવે છે. તેમની દલીલોના સમર્થનમાં વિદ્વાન
વકીલે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વિ. પ્રેમલતા શુક્લા અને અન્ય(૨૦૦૭
(૧૩)ઐસ.ઐસ.સી ૪૭૬, અને નિશાન સિંઘ અને અન્ય વિ. ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ
૨૦૧૮ (૧૬) ઐસ.ઐસ.સી ૭૬૫ના કેસમાં આ કોર્ટના ચુકાદાઓ પર આધાર રાખ્યો હતો.
વધુમાં, વિદ્વવાન વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે, દાવા અરજીમાં કરવામાં આવી
હતી તે મુજબ, મૃતક વ્યક્તિની આવક દર્શાવવા માટે કોઈ પણ સ્વીકાર્ય પુરાવાના અભાવે
ઉચ્ચ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલું વળતર ખૂબ જ વધારે છે.
(૭) બીજી તરફ, શ્રી વી. બાલાજીએ સામાવાળઓના વિદ્વવાન વકીલે રજૂઆત કરી
હતી કે અકસ્માત માત્ર આયશર વાનના ડ્રાઇવરની ઘોર બેદરકારીના કારણે થયો હતો. એવી
રજૂઆત કરવામાં આવી છે કે મૃતક મારુતિ કાર ચલાવતો હતો અને તેમની આગળ આયશર
વાન આગળ વધી રહી હતી અને ઉક્ત વાનનો ચાલક કોઈપણ સિગ્નલ કે ઈન્ડિકેટર વગર
જમણી બાજુએ વળ્યો હતો અને આ બહુલના કારણે અકસ્માત સર્જાયો હતો. વધુમાં એવી
પણ રજૂઆત કરવામાં આવી છે કે મૃતક એક ખાનગી લિમિટેડ કંપનીમાં મેનેજર એચઆર
તરીકે કામ કરતો હતો અને દર મહિને રૂ.૧,૩૩,૦૭૦/ કમાતો હતો તેમ છતાં, હાઈકોર્ટે
મૃતકની આવક રૂ.૧૨,૨૯,૯૪૯/- વાર્ષિક ના દરે ગણી છે અને વળતર આપવામાં આવ્યું.
એવી રજૂઆત કરવામાં આવી છે કે, મૌખિક અને દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં રાખીને, ઉચ્ચ
ન્યાયાલય દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે છે અને તેમાં હસ્તક્ષેપ કરવાનુ કોઈ કારણ
નથી.
(૮) ફરીયાદપક્ષ-૧ તેમજ ફરીયાદપક્ષ-૩ના રેકોર્ડ પરના પુરાવાઓ પરથી ઐ સ્પષ્ટ
છે કે કારની સામે જતી આઇશર વાને કોઈ સિગ્નલ કે ઈન્ડિકેટર આપ્યા વગર અચાનક જમણી
તરફ વળાંક લીધેલ છે. ફરીયાદપક્ષ-૧ અને ફરીયાદપક્ષ-૩ના પુરાવા સ્પષ્ટ છે અને આઇશર
વેનના ચાલક ની તપાસ દ્વારા કોઈ ખંડનાત્મક પુરાવાના અભાવે, હાઇકોર્ટે યોગ્ય રીતે ચુકાદો
આપ્યો છે કે અકસ્માત માત્ર આઇશર વેનના ચાલકની બેદરકારીના કારણે થયો હતો. અહીં ઐ
નોંધનીય છે કે, ફરીયાદપક્ષ-૧ઐ પોતે કારમાં મુસાફરી કરી હતી અને ફરીયાદપક્ષ-૩, કે
જેમણે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું, તેમની નજરે જોનાર સાક્ષી તરીકે જુબાની આપેલ
હતી. રેકોર્ડ પરના આવા પ્રકારના પુરાવાને ધ્યાનમાં રાખીને, પ્રથમ માહિતી અહેવાલની
સામગ્રીને મહત્વ આપવાનું કોઈ કારણ નથી. જો ટ્રિબ્યુનલ સમક્ષ કોઈ પુરાવો પ્રથમ માહિતી
અહેવાલના તથ્યોથી વિરુદ્ધમાં આવે તો ટ્રિબ્યુનલ સમક્ષ નોંધાયેલા પુરાવાને પ્રથમ માહિતી
અહેવાલના તથ્યો પર ભાર આપવો પડશે. ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વિરુદ્ધ
પ્રેમલતા શુક્લા અને અન્ય ૨૦૦૭ (૧૩)ઐસ.ઐસ.સી ૪૭૬, ના કેસમાં અપીલકર્તાના
વકીલે આપેલા ચુકાદામાં આ અદાલતે ચુકાદો આપ્યો છે કે વાહનના ડ્રાઇવરની બેદરકારી
અને બેદરકારીનો પુરાવો, તે કાયદાની કલમ ૧૬૬ હેઠળ અરજી કરવા માટે હોવો જ જોઇઐ.
ઉપરોક્ત ચુકાદામાં એવું માનવામાં આવ્યું છે કે અકસ્માતની હકીકતને પ્રથમ માહિતી
અહેવાલમાથી પણ સાબિત કરી શકાય છે. નિશાન સિંહ અને અન્ય વિરુદ્ધ ઓરિએન્ટલ
ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (૨૦૧૮૬ ઐસ.ઐસ. સી ૭૬૫, ના કેસમાં આપેલ ચુકાદામાં, આ અદાલતે હકીકતો પર એવું ઠરાવ્યું છે કે, તેમાં અપીલકર્તાની કાર, જે ટ્રકની સાથે અથડાઈ
હતી, જે તેની આગળ જઇ રહી હતી, તે મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ હેઠળ રચાયેલા રોડ
રેગ્યુલેશન્સ હેઠળ પર્યાપ્ત અંતર જાળવીને ચલાવવામાં નહોતી આવતી. ડ્રાઈવરની બેદરકારી
હોય કે ન હોય, કોઈ સ્ટ્રેટજેકેટ ફોર્મ્યુલા ન હોઈ શકે. દરેક કેસનો નિર્ણય કેસની હકીકતો અને
રેકોર્ડ પર રહેલા પુરાવાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. હાલના કેસના પુરાવાને ધ્યાનમાં
રાખીને, અમારુ
ં માનવું છે કે અપીલકર્તા માટે વિદ્વાન વકીલ દ્વારા ભરોસાપાત્ર બંને
ચુકાદાઓ, તેના કેસના સમર્થનમાં કોઈ મદદ નહીં કરે.
(૯) વળતરની રકમના સંબંધમાં પણ, ઉચ્ચ અદાલતના ચુકાદામાંથી સ્પષ્ટ થાય છે કે
દુર્ઘટના ૧૪.૧૦.૨૦૧૩ ના રોજ થઈ હતી, ઉચ્ચ અદાલતે નાણાકીય વર્ષ ૨૦૧૨-૨૦૧૩
માટે ફોર્મ-૧૬ માં મૃતક દ્વારા જાહેર કરવામાં આવેલા પગારને યોગ્ય રીતે ધ્યાનમાં લીધો છે
અને આશ્રય ખોટ નક્કી કરવાના હેતુ માટે મૃતકની આવક વાર્ષિક રૂ.૧૨,૨૯,૯૪૯/- તરીકે
લેવામાં આવે છે. જોકે, મૃતક દર મહિને રૂ. ૧,૩૩,૦૭૦/- કમાય છે તેવો દાવો
સામાવાળાઓ દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ તે સ્વીકારાયો નહોતો અને ઉચ્ચ અદાલતે
પોતે જ મૃતકની વાર્ષિક આવક રૂ. ૧૨,૨૯,૯૪૯/-આંકી હતી. મૃતક કાયમી નોકરીમાં
હોવાથી અને અકસ્માતની તારીખે મૃતકની ઉંમરને ધ્યાનમાં રાખીને, હાઇકોર્ટ દ્વારા ભાવિ
સંભાવનાઓ અને ગુણક યોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યા હતા, જે આ કેસમાં આ કોર્ટના
ચુકાદાઓ સરલા વર્મા (શ્રીમતી) અને અન્ય વિ. દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને
અન્ય૨૦૦૯ (૬)ઐસ.ઐસ.સી ૧૨૧, અને નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ વિ. પ્રણય
સેઠી અને અન્યના ૨૦૧૭ (૧૬) ઐસ.ઐસ.સી ૬૮૦ કિસ્સામાં પણ વળતરની રકમ પણ
અન્ય પરંપરાગત હેડ લગત પણ હાઇકોર્ટ દ્વારા યોગ્ય રીતે આપવામાં આવી છે. ઉપરોક્ત
કારણોસર, અમને આ સિવિલ અપીલમાં કોઈ યોગ્યતા જણાતી નથી અને તે મુજબ ખર્ચના
સંબંધમાં કોઈ આદેશ આપ્યા વગર તેને રદ કરવામાં આવે છે.
(૧૦) નોટિસ ઇશ્યૂ કરતી વખતે, આ અદાલતે 18.02.201 ના રોજ આક્ષેપાર્હ
ચુકાદાનો અમલ કરવા પર રોક લગાવી દીધી હતી, જે 25 લાખ રૂપિયાની એકમુશ્ત વળતર
જમા કરાવવાની શરતને આધિન છે અને આ રકમ રાષ્ટ્રીયકૃ ત બેંકમાં વ્યાજ રળતી ફીકસ્
ડીપોઝીટ તરીકે જમા કરાવવાના નિર્દેશ સાથે છે. સદર રકમ પ્રતિવાદી-દાવેદારોને ઉપાર્જિત
વ્યાજ સાથે ચુકવવામાં આવશે. અપીલકર્તા-વીમા કંપની દ્વારા બાકીની ચુકવવાપાત્ર રકમ
આજથી બે મહિનાના સમયગાળામાં ચુકવવામાં આવશે. .................ન્યાયમૂર્તિ
આર. સુભાષ રેડ્ડી) ...............ન્યાયમૂર્તિ
હૃિતીકેશ રોય
=====================================================================
:
DISCLAIMER The translated judgements in vernacular language is
/ meant for the restricted use of the litigant to understand it in his her
. language and may not be used for any other purpose For all practical
, and official purposes the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and
. implementation
JUDGMENT