Full Text
Translation output
Translation of
JUDGMENT
dtd. 26/04/2022
:
DISCLAIMER The translated judgements in vernacular language is meant for the restricted use of the
/ litigant to understand it in his her language and may
. not be used for any other purpose For all practical
, and official purposes the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and implementation.
----------------------------------------
અહેવાલયોગ્ય
ભારતની સર્વોચ્ચ અદાલત સમક્ષ
દીવાની અપીલીય હુકુમતક્ષેત્ર
દીવાની અપીલ ક્ર. 3070/2022
( ( ) . 34723 2016)
@Special Leave Petition Civil No of
એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ઇન્ડિયા) લિ............ અપીલકર્તા(ઓ)
વિરુદ્ધ
મુખ્ય નિયંત્રક મહેસૂલી સત્તામંડળ .......... સામાવાળા(ઓ)
ચુકાદો
ન્યાયમૂર્તિ વી. રામસુબ્રમણ્યમ
(૧) ગુજરાત સ્ટેમ્પ એક્ટ, 1958 (હવે પછી અત્રે 'સદર અધિનિયમ' તરીકે
ઉલ્લેખિત)ની કલમ 54(1)(એ) હેઠળ ગુજરાત રાજ્યના ચીફ કન્ટ્રોલિંગ રેવન્યૂ
ઓથોરિટી દ્વારા કરવામાં આવેલ સ્ટેમ્પ રેફરન્સમાં ગુજરાત હાઇકોર્ટની પૂર્ણ
ખંડપીઠ દ્વારા આપવામાં આવેલા અભિપ્રાયથી વ્યથિત થઈને એસેટ રીકન્સ્ટ્રક્શન
કંપની (ઇન્ડિયા) લિમિટેડ દ્વારા ઉપરોક્ત અપીલ દાખલ કરવામાં આવી છે.
Translation in Civil Appeal No. 3070 of 2022 Page No. 1/10
(૨) અમો અપીલકર્તા વતી હાજર વિદ્વાન સિનિયર કાઉન્સેલ શ્રી વી.ચિતંબરેશ
અને ગુજરાત રાજ્ય વતી હાજર વિદ્વાન કાઉન્સેલ સુશ્રી અર્ચના પાઠક દવેને
સાંભળ્યા.
(૩) ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (ટૂંકમાં 'ઓબીસી’) એ ઋણધારકને કેટલીક
આર્થિક સહાયતાઓ આપી હતી અને ઋણધારકે ફેર-ચુકવણીમાં ડિફોલ્ટ કરેલ.
લોન વસૂલવામાં અસમર્થ હોઇ બેંકે હાલના અપીલકર્તાને ઋણ વસૂલાતના
હક્કોની સોંપણી (હવેથી, ‘ઋણસોંપણી’ કરી હતી, જે ધી સિક્યુરિટાઇઝેશન
એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનેન્શયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ
સિક્યુરિટીઝ ઇન્ટરેસ્ટ એક્ટ, 2002 (જેને હવે પછી અત્રે ‘સિક્યુરિટાઇઝેશન એક્ટ
2002’ તરીકે ઉલ્લેખવામાં આવશે)ની કલમ 3 હેઠળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
સમક્ષ નોંધાયેલી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની છે. ઓબીસી દ્વારા થયેલી ઋણ-
સોંપણી તા.18-11-2008 ના રોજ થયેલ કરાર હેઠળ કરવામાં આવી હતી. આ
એસાઇન્મેન્ટ-એગ્રીમેન્ટ સબરજિસ્ટ્રાર, ભરૂચ સમક્ષ તા.18.11.2008 ના રોજ
નોંધાયેલ. હકીકતમાં આ દસ્તાવેજની નોંધણી અગાઉ સદર અધિનિયમની કલમ-
31 હેઠળ ન્યાયિક એજ્યુડિકેશન પ્રક્રિયા કરવામાં આવેલ.
(૪) જો કે, એકાઉન્ટન્ટ જનરલની કચેરી દ્વારા એક ઓડિટ વાંધો ઉઠાવવામાં
આવ્યો હતો કે એસાઇન્મેન્ટ-ડીડમાં શિડ્યુલ-૩માં પાવર ઓફ એટર્ની (ટૂંકમાં, 'પીઓએ') નો સંદર્ભ છે અને આ પીઓએ સદર કાયદાની અનુસૂચિ-1 ની કલમ
Translation in Civil Appeal No. 3070 of 2022 Page No. 2/10
45(એફ) હેઠળ સ્ટેમ્પ ડ્યુટી પાત્ર છે. ઓડિટ ઓબ્જેક્શનના પગલે ૱
23,53,800/- ની ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીની માંગણી કરવામાં આવી હતી.
(૫) ત્યારબાદ નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી) એ આ બાબતને ચીફ કંન્ટ્રોલિંગ
રેવેન્યુ ઓથોરિટીને મોકલી આપી હતી, જેમણે હાલના અપીલકર્તાને નોટિસ
ફટકારી હતી. અપીલકર્તાએ આપેલા જવાબ પર વિચાર કર્યા પછી ચીફ કંન્ટ્રોલિંગ
રેવેન્યુ ઓથોરિટીએ તા.૦૪/૦૧/૨૦૧૨ના રોજ હુકમ કરેલ જે અન્વયે અગાઉના
તા. 23.10.2008 ના રોજના આદેશને રદ કરવામાં આવેલ અને ખૂટતી સ્ટેમ્પ
ડ્યુટીની વસુલાતનો નિર્દેશ આપવામાં આવેલ.
(૬) ઉપરોક્ત આદેશથી વ્યથિત, અપીલકર્તાએ સદર કાયદાની કલમ 54(1)
(એ) હેઠળ અરજી દાખલ કરી હતી. ઉક્ત અરજી પર ચીફ કંન્ટ્રોલિંગ રેવેન્યુ
ઓથોરિટીએ નીચેના બે પ્રશ્નો અદાલતના અભિપ્રાય માટે મોકલ્યા હતાઃ
“(એ) બોમ્બે સ્ટેમ્પ એક્ટ, 1958 ની કલમ 45(એફ) મુજબ વર્ષ
2008 માં એકાઉન્ટંટ જનરલ, અમદાવાદ દ્વારા ઓડિટ પેરામાં
ઉઠાવેલો વાંધો યોગ્ય છે કે નહીં?
(બી) એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ઇન્ડિયા) લિમિટેડ રૂ.
24,94,100/- ની સ્ટેમ્પ ડ્યુટી, એટલે કે બોમ્બે સ્ટેમ્પ એક્ટની
કલમ 20(એ) મુજબ ૪.૯% લેખે, ચુકવવા માટે જવાબદાર છે કે
નહીં?"
Translation in Civil Appeal No. 3070 of 2022 Page No. 3/10
(૭) ઉપરોક્ત પ્રશ્નોના જવાબ મેળવવા માટે, હાઇકોર્ટની પૂર્ણ ખંડપીઠે
એસાઇન્મેન્ટ-ડીડમાં સમાવિષ્ટ રિસાઇટલ (પાશ્ચભૂમિકાઓ) ચકાસી અને જાણ્યું
કે, ખાસકરીને એસાઈનમેન્ટના શીડ્યુલ-3 માં દર્શાવ્યા પ્રમાણેના ફોર્મ મુજબ, બેંકે હાલના અપીલકર્તાની તરફેણમાં ઇર્રીવોકેબલ પીઓએ કરવા સંમતિ આપી
હતી. શિડ્યુલ-3 માં દર્શાવેલા ફોર્મમાં બેંકના એજન્ટ તરીકે અસાઇનીને કોઈ પણ
સ્થાવર મિલકતનું વેચાણ કરવા માટે સક્ષમ બનાવતા હોવાની વિગતો સામેલ છે.
આથી, સદર કાયદાની અનુસૂચિ-1 ની કલમ-45(એફ) મુજબ પી.ઓ.એ.
સબબ એ ધ્યાને લેવું રહ્યું કે, જ્યારે પી.ઓ.એ. તે અવેજ લઇ કરવામાં આવ્યો હોય
અને તેમાં કોઈ પણ સ્થાવર મિલકતની તબદીલી કરવાની સત્તા આપવામાં આવેલ
હોય, ત્યારે ઉપરોક્ત કલમ તેને સ્ટેમ્પ ડ્યુટીને પાત્ર બનાવે છે, અને તે બાબતને
ધ્યાનમાં રાખીને ઉચ્ચ અદાલતે નિર્ણય લીધો હતો કે, અપીલકર્તાએ (પી.ઓ.એ.
સંદર્ભે) કલમ 45(એફ) હેઠળ નિર્ધારિત સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડશે. ઉચ્ચ
અદાલતે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, વેચવાની સત્તા અનુસૂચિ-3 હેઠળ
એસાઇન્મેન્ટ-ડીડનો ભાગ હોય તેવાં કારણ માત્ર થી અપીલકર્તા સ્ટેમ્પ ડ્યુટી
ચાર્જ આપવાથી બચી શકે નહીં અને પી.ઓ.એ.ના પર અલગથી વિચારણાં
કરવાની જરૂર રહે.
(૮) પરંતુ અમને નથી લાગતું કે ઉપરનો તર્ક સ્વીકારવા યોગ્ય છે. સૌપ્રથમ તો
અપીલકર્તાએ નોંધણી માટે એક જ દસ્તાવેજ રજૂ કર્યો હતો- એટલે કે, Translation in Civil Appeal No. 3070 of 2022 Page No. 4/10
એસાઈનમેન્ટ એગ્રીમેન્ટ. એસાઈનમેન્ટ એગ્રીમેન્ટની ક્લોઝ 11.12 માં રિસાઇટલ
છે કે, વેચાણ કરનાર (એસાઈન કરનાર, એટલે કે ઓબીસી) એસાઈનમેન્ટ ડીડ
કરવાની સાથે સાથે ઇર્રીવોકેબલ પીઓએ કરવા સંમત થયા હતા, જે પી.ઓ.એ.
મુખ્યત્વે શીડ્યુલ-3 માં દર્શાવેલ ફોર્મ મુજબ છે. અસાઇનમેન્ટ એગ્રીમેન્ટની
શીડ્યુલ-3 માં જે છે તે ઇર્રિવોકેબલ પીઓએનું ફોર્મેટ છે.
(૯) ઉચ્ચ અદાલતે એ હકીકતની અવગણના કરી હતી કે, પી.ઓ.એ. તરીકેનું
કોઈ સ્વતંત્ર દસ્તાવેજ નથી અને, આમ જોઇએ તો, સિક્યોર્ડ એસેટ્સનું વેચાણ
કરી શકવાની સત્તા તે સિક્યોરિટીઝ એક્ટ, 2002 ની જોગવાઈઓમાંથી નિષ્પન્ન
થાય છે અને નહિ કે પી.ઓ.એ.નાં કોઇ સ્વતંત્ર ખતમાંથી. સિક્યોરિટીઝ એક્ટ, 2002 ની કલમ 2 (ઝેડડી) ‘સિક્યોર્ડ ક્રેડિટર’ની વ્યાખ્યામાં એસેટ રિકન્સ્ટ્રક્શન
કંપનીને પણ સમાવિષ્ટ કરે છે. અપીલકર્તાએ સિક્યોરિટાઇઝેશન એક્ટ, 2002 ની
કલમ-5(1)(બી) અન્વયે ઓબીસીની નાણાકીય અસ્કયામતો મેળવી છે. એટલે
સિક્યોરિટાઇઝેશન એક્ટ, 2002 ની કલમ-5 ની પેટાકલમ-(2) અન્વયે
અપીલકર્તાને ધિરાણકર્તા માનવામાં આવશે અને બેંકનાં તમામ અધિકારો
તેમનામાં નિહિત રહેશે. હકીકતમાં, એમેન્ડમેન્ટ એક્ટ ૪૪ ઓફ ૨૦૧૬ અંતર્ગત, એસેટ રીકન્સ્ટ્રક્શન કંપની દ્વારા એસેટ રીકન્સ્ટ્રક્શન કે સિક્યુરિટાઇઝેશનના
હેતુથી નાણાકીય અસ્કયામતો પ્રાપ્ત કરવા માટે કલમ-5(1) અંતર્ગત કોઇપણ
બેંક દ્વારા એક્ઝીક્યુટ થયેલા કોઇપણ દસ્તાવેજને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ
Translation in Civil Appeal No. 3070 of 2022 Page No. 5/10
આપતી કલમ-5 માં પેટાકલમ (1 એ) ઉમેરવામાં આવી હતી. જો કે ઉક્ત સુધારો
અપીલકર્તાના કેસમાં લાગુ નહીં પડે, કેમ કે આ કિસ્સામાં એસાઇન્મેન્ટ ડીડ ઉક્ત
એમેન્ડમેન્ટના ઘણાં અગાઉ એક્ઝીક્યુટ થયેલ હતી અને અમે ઉક્ત
એમેન્ડમેન્ટની નોંધ માત્ર તે દર્શાવવા લીધી છે કે સંસદ આ બાબતે કેટલી આગળ
વધી ગઇ છે.
(૧૦) સદર કાયદાના શીડ્યુલ-1 ની કલમ 45 (એફ) નીચે મુજબ છેઃ
(એફ)( ) i કોઇપણ
પી.ઓ.એ. તે
પી.ઓ.એ.ધારકને
સ્થાવર મિલ્કત
વેચવાના પાવર
સાથે આપવામાં
આવે, કલમ 20 હેઠળ તબદીલી પર થતી
સ્ટેમ્પ ડ્યુટી, અવેજની રકમ
અથવા સ્થાવર મિલકતની બજાર
કિંમત - બેમાંથી જે પણ વધુ
હોય, તેના આધારે લાગૂ પાડવી.
(૧૧)કલમ-૪૫(એફ) લાગૂ પાડવા માટે બે શરતો પૂર્ણ થતી હોવી જોઇએ: (૧)
પાવર ઓફ એટર્ની અવેજ લઇ અપાઇ હોવી જોઈએ અને (૨) સ્થાવર મિલકતને
વેચવાની અધિકૃ તતા આ ખતમાંથી (પી.ઓ.એ. માંથી) નિષ્પન્ન થતી હોવી
જોઈએ.
Translation in Civil Appeal No. 3070 of 2022 Page No. 6/10
(૧૨)હાલના કેસમાં, અપીલકર્તાએ ઓ.બી.સી. બેંકને ચૂકવેલ અવેજની રકમ, તે
ચોક્કસ ઋણધારકના સંબંધમાં, નાણાંકીય અસ્કયામતોના અધિગ્રહણ માટે હતી.
એસાઇન્મેન્ટ ડીડના શીડ્યુલ-3 માં સમાવિષ્ટ પીઓએનો મુસદ્દો એસાઇન્મેન્ટ
ડીડની સાથેનો જ હતો, તેનો ભાગ હતો. એસાઇન્મેન્ટ ડીડ પર પહેલાંથી જ
કલમ-20(એ), કે જે "તબદીલી" બાબતે છે, હેઠળ ડ્યુટી લાદવામાં આવી છે.
હકીકતમાં કલમ 45(એફ) એવું પણ કહે છે કે ઉક્ત જોવાઇઓ હેઠળ આવરી
લેવાયેલ પી.ઓ.એ., તે કલમ-૨૦ મુજબની સ્ટેમ્પ ડ્યુટીને પાત્ર રહે.
(૧૩)પરંતુ આ કેસમાં એવું થયું હતું કે 25 જાન્યુઆરી, 2002 ના રોજના
જાહેરનામા નં. /20025 1020002749/ 1
GHM M STP H હેઠળ સરકારે
લોનના જામીનગીરીકરણ અથવા જામીનગીરી સાથેના ઋણની સોંપણી માટેના
ખત પર ચુકવવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીને ઘટાડીને દર ૱1000 કે તેના ભાગ દીઠ 75
પૈસા કરવાનો આદેશ આપ્યો હતો. આ જાહેરનામું નીચે મુજબ વંચાણે છેઃ
"બોમ્બે સ્ટેમ્પ એક્ટ, 1958 (1958 નો બોમ્બે )
LX ની કલમ 9 ના
ક્લોઝ ( ) a દ્વારા અપાયેલી સત્તાનો ઉપયોગ કરીને અને મહેસૂલ
વિભાગના તારીખ 26.02.1998 ના રોજના સરકારી આદેશ નં.
9822 10962527 1
GHM MSTP H ના અધિક્રમણમાં, ગુજરાત
સરકાર આ આદેશના પ્રકાશનની તારીખથી સદરહુ અધિનિયમના
શીડયુલ-1 ના અનુચ્છેદ-20(એ) હેઠળ સિક્યોરિટીઝ ધરાવતી
લોન અથવા એસાઇન્મેન્ટ ઓફ ડેટ વીથ અંડરલાઇંગ સીક્યોરીટીઝ
Translation in Civil Appeal No. 3070 of 2022 Page No. 7/10
સબબના ખત પર ચુકવવાપાત્ર ડ્યુટી ઘટાડીને પ્રત્યેક ૱1000
અથવા તેના ભાગ પર 75 પૈસા કરે છે.
ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે."
(૧૪)ઉપરોક્ત જાહેરનામામાં ૧ એપ્રિલ, ૨૦૦૩ના રોજ જાહેરનામા નં.
/2003/28/ /102002/2065/ 1
GHM STP H થકી સુધારો કરવામાં આવ્યો
હતો. આ જાહેરનામું નીચે મુજબ વંચાણે છેઃ
"બોમ્બે સ્ટેમ્પ એક્ટ, 1958(1958 ના બોમ્બે )
LX ની કલમ 9 ના
ક્લોઝ ( ) a દ્વારા અપાયેલી સત્તાનો ઉપયોગ કરીને ગુજરાત સરકારે
25 જાન્યુઆરી, 2002 ના સરકારી આદેશ નંબર
/2002/5/ / /102000/2749/ 1
GHM M STP H માં નીચે
મુજબ સુધારો કર્યો છે. ઉપરોક્ત આદેશમાં, “પ્રતિ ૱1000 અથવા
તેના ભાગ દીઠ 75 પૈસા” શબ્દો અને આંકડાને સ્થાને “મહત્તમ એક
લાખ રૂપિયાની મર્યાદાને આધિન, પ્રતિ ૱1000 અથવા તેના ભાગ
દીઠ 75 પૈસા” શબ્દો અને આંકડાઓ વંચાણે લેવાનાં રહેશે.
ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમનાં નામે. "
(૧૫) સદરહુ કાયદાની કલમ-9( ) a માં અપાયેલી ડ્યુટીને ઘટાડવા, કમી
અથવા કમ્પાઉન્ડ કરવાની સત્તાનો ઉપયોગ કરવા સબબ તા.01.04.2003 ના
રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામાને ધ્યાને લેતાં, કલમ-20( ) a અન્વયેની
ડ્યુટી રકમની ટોચમર્યાદા ૱ 1,00,000/- નિર્ધારિત કરવામાં આવી હતી. ઉક્ત
Translation in Civil Appeal No. 3070 of 2022 Page No. 8/10
રકમ ૱૧,૦૦,૦૦૦/- ઉપરાંત અપીલકર્તાને કલમ-૩એ હેઠળ વધારાના
૱૪૦,૦૦૦/- ભરવાનું કહેવામાં આવ્યું હતું. આમ, ઉક્ત ખત પર અનુચ્છેદ-
૨૦(એ) હેઠળની તબદીલી પર લાગૂ ડ્યુટી લેખે અપીલકર્તાઓ કુલ
૱1,40,000/- ચૂકવ્યા છે.
(૧૬) તમામ કરવેરા કાયદાઓમાં વેરાંઓની તેમજ તેનાં માળખાંની જોગવાઈઓ
હોય છે. એકવાર કાયદાની યોગ્ય જોગવાઈ એટલે કલમ-20(એ) હેઠળ એક
ઇન્સ્ટ્રુમેન્ટ (ખત) પર ડ્યુટી લાદવામાં આવી હોય તો મહેસૂલી સત્તા આ ખતને બે
ભાગમાં વહેંચી શકે નહીં, માત્ર એવાં કારણે કલમ- 9(એ) અન્વયેના સરકારી
જાહેરનામાં થી સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ
તો, કલમ 20(એ) હેઠળ ડ્યુટીપાત્ર ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે કોઇ એસાઇન્મેન્ટ-ડીડને
સ્વીકાર્યા બાદ તેના પર ચુકવવાપાત્ર ડ્યુટી વસૂલ્યા પછી, માત્ર એટલા માટે કે
અપીલકર્તાને કલમ-૯(એ) અન્વયેના જાહેરનામાંનો લાભ મળ્યો હતો, તે જ
ઇન્સ્ટ્રુમેન્ટને અનુચ્છેદ-૪૫(એફ) હેઠળ ડ્યુટીપાત્ર બનાવવાનો અવકાશ
સામાવાળા માટે ખુલ્લો નથી. ઉચ્ચ અદાલતના વાદગ્રસ્ત હુકમમાં આ મુદ્દાઓ પર
ધ્યાન આપવામાં આવ્યું નથી અને ફક્ત કલમ-45(એફ) ના અર્થઘટન પર જ
ધ્યાન આપવામાં આવ્યું છે, તેથી તે ટકવાપાત્ર નથી. આથી, અપીલ મંજૂર
કરવામાં આવે છે અને વાદગ્રસ્ત હુકમને રદ કરવામાં આવે છે. પરિણામે ચીફ
Translation in Civil Appeal No. 3070 of 2022 Page No. 9/10
કંટ્રોલિંગ રેવેન્યુ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલી માંગને નકારવામાં આવે છે.
ખર્ચ અંગે કોઇ હુકમ નથી. ......................., ન્યાયમૂર્તિ
(હેમંત ગુપ્તા) ......................., ન્યાયમૂર્તિ
(વી. રામસુબ્રમણ્યમ)
નવી દિલ્હી, તા. 26 એપ્રિલ, 2022
-----------------------------------

, and official purposes the English version of the judgement shall be authentic and shall hold the field
. for the purpose of execution and implementation
Translation in Civil Appeal No. 3070 of 2022 Page No. 10/10