Full Text
Translation output
Translation of
JUDGMENT
dtd.21/02/2023
:
DISCLAIMER The translated judgements in vernacular language is meant for the restricted use of the
/ litigant to understand it in his her language and may
. not be used for any other purpose For all practical
, and official purposes the English version of the judgement shall be authentic and shall hold the field
. for the purpose of execution and implementation
----------------------------------------
અહેવાલયોગ્ય
ભારતની સર્વોચ્ચ અદાલત સમક્ષ
દીવાની અપીલીય હુકુમતક્ષેત્ર
દીવાની અપીલ નં. ૨૮૩૭ / ૨૦૨૨
ગુજરાત રાજ્ય અને અન્યો ……........ અપીલકર્તાઓ
વિરુદ્ધ
એચ. બી. કાપડિયા એજ્યુકેશન ટ્રસ્ટ અને અન્ય ......... સામાવાળાઓ
ચુકાદો
ન્યાયમૂર્તિ બેલા એમ. ત્રિવેદી, જે.
૧. સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં. ૩૨૫૦/૨૦૦૧ માંથી ઊદ્ભવેલ લેટર્સ
પેટેન્ટ અપીલ નં. ૧૭૫/૨૦૧૭ માં ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેંચે
તા.02.04.2018 ના રોજ આપેલા ચુકાદા અને આદેશથી વ્યથિત થઈને
અપીલકર્તાઓ-ગુજરાત રાજ્ય અને અન્યોએ હાલની અપીલ દાખલ કરી છે.
Page No. 1/13
૨. સામાવાળા નં. ૧ (મૂળ રીટ અરજદાર) જૈન લઘુમતી સંસ્થા ‘ધ ન્યૂ હાઈ
સ્કૂલ’ના નામે સરકારી અનુદાન મેળવતી શાળાનું સંચાલન કરતી હતી, જેમાં શ્રી
એચ. એચ. કાપડિયાને શાળાના આચાર્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
શ્રી કાપડિયાની ઉંમર તા.૨૨/૦૭/૧૯૯૯ના રોજ ૫૮ વર્ષની થઈ ગઈ હોવાથી, સામાવાળા નં.૧ સંસ્થાએ તેમને આચાર્ય તરીકે સેવામાં ચાલુ રાખવા માટે સરકાર
પાસેથી મંજૂરી માંગી હતી. ડીઇઓએ તેમને ૬૦ વર્ષની ઉંમર સુધી પ્રિન્સિપાલ
તરીકે ચાલુ રાખવાની મંજૂરી એ શરતે આપી હતી કે તેમનાં પગારની ચૂકવણી
સંસ્થા દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ સામાવાળા નં.૧ એ DEO ને
તા.16.04.2001 ના રોજ પત્ર લખીને ૬૦ વર્ષની ઉંમર પછી પણ શ્રી કાપડિયાની
સેવા લંબાવવાની માંગ કરી હતી, જેને DEO દ્વારા તા.18.06.2001 ના રોજના
પત્ર દ્વારા નકારી કાઢવામાં આવેલ. ડીઈઓના ઉક્ત બે નિર્ણયોને સામાવાળા નં.૧
દ્વારા ગુજરાત ઉચ્ચ ન્યાયાલય સમક્ષ ખાસ દીવાની અરજી નં. ૩૨૫૦/૨૦૦૧
રીટ પીટીશન દાખલ કરીને પડકારવામાં આવ્યા હતા. સિંગલ બેંચે
તા.24.06.2016 ના રોજ આપેલા ચુકાદા અને આદેશ અન્વયે ઉક્ત રિટ પિટિશન
મંજૂર કરી હતી અને ઠેરવ્યું હતું કે, સામાવાળાઓ (હાલના અપીલકર્તાઓ) દ્વારા
અનુદાન રોકવાની કાર્યવાહી સ્વરૂપે લેવામાં આવેલ પગલાં ભારતના બંધારણના
અનુચ્છેદ-૩૦(૧) નું ઉલ્લંઘન છે અને રિટ પિટિશનર-ઇન્સ્ટિટ્યૂટને શ્રી
કપાડિયાને ૬૦ વર્ષની ઉંમર પછી શાળાના આચાર્ય તરીકે સેવામાં ચાલુ રાખવાનો
અધિકાર છે. વધુમાં એવું પણ ઠરાવવામાં આવ્યું હતું કે, સામાવાળાઓ (હાલના
Page No. 2/13
અપીલકર્તાઓ) તેમના સહાયક અનુદાનમાંથી પગાર ચૂકવવા માટે બાધ્ય હતા.
સિંગલ બેન્ચે અપીલકર્તા સત્તામંડળોને વર્ષ 2001 થી 2012 (કારણ કે વર્ષ
2012 થી સ્કૂલ કાર્યરત નહોતી) સુધીના સમયગાળા માટે અનુદાનની બાકી
નીકળતી રકમની ગણતરી કરવા અને આદેશના 3 મહિનાના સમયગાળાની અંદર
શાળાના સંચાલકોને જરૂરી રકમ ચૂકવવા નિર્દેશો આપ્યા હતા. પીડિત
અપીલકર્તાઓએ ડિવિઝન બેંચ સમક્ષ એલપીએ નં. ૧૭૫/૨૦૧૭ થી અપીલ
દાખલ કરી હતી, જેને તા.02.04.2018 ના રોજના વાદગ્રસ્ત હુકમ દ્વારા નકારી
કાઢવામાં આવી હતી.
૩. આ અદાલત સમક્ષ વિચારણા માટે ટૂંકાણમાં પ્રશ્ન એ છે કે શું વયનિવૃત્તિની
ઉંમર પૂરી થયા પછી સામાવાળાઓને ગ્રાન્ટ-ઇન-એડ કોડ મુજબ સામાવાળા
નં.૨ શાળાને તેના આચાર્યના પગાર માટે અનુદાન ન આપવાનો અપીલકર્તાઓનો
નિર્ણય મનમાનીપૂર્ણ કે બંધારણના અનુચ્છેદ-૩૦(૧) નું ઉલ્લંઘન છે?
૪. ભારતનું બંધારણ, ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ, તે અંતર્ગત
બનાવેલા નિયમનો અને ગુજરાત રાજ્યના તારીખ ૨૨. ૦૪. ૧૯૬૪ના રોજ
પ્રકાશિત થયેલ જાહેરનામાં અંતર્ગતના ગ્રાન્ટ-ઇન-એઇડ કોડમાં સમાવિષ્ટ
સંબંધિત જોગવાઈઓનો સંદર્ભ ઉપરોક્ત પ્રશ્નનો જવાબ આપવા માટે ઉપયોગી
રહે. શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવા માટે લઘુમતીઓના
Page No. 3/13
અધિકાર સાથે સંબંધિત બંધારણના અનુચ્છેદ-૩૦નો સંબંધિત ભાગ નીચે મુજબ
છેઃ -
"૩૦. શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો
લઘુમતીઓનો અધિકાર -
(૧) તમામ લઘુમતીઓને, પછી તે ધર્મ ઉપર આધારિત હોય કે
ભાષા ઉપર, પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો
અને તેનું સંચાલન કરવાનો અધિકાર રહેશે.
(૧એ) - - xxxx
(૨) શૈક્ષણિક સંસ્થાઓને અનુદાન મંજૂર કરતી વખતે રાજ્ય કોઈ
શૈક્ષણિક સંસ્થા લઘુમતીના, પછી તે ધર્મ આધારિત હોય કે ભાષા
ઉપર, વહીવટ હેઠળ છે એ એ કારણથી ભેદભાવ રાખી શકશે નહિ.
૫. ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૭૨ (હવે પછી ‘સદરહુ
અધિનિયમ’ તરીકે ઉલ્લેખિત) ગુજરાત રાજ્યમાં માધ્યમિક શિક્ષણના નિયમનની
જોગવાઈ કરવા અને તે હેતુ માટેનું બોર્ડ સ્થાપિત કરવા માટે ઘડાયો હતો. સદરહુ
અધિનિયમ અંતર્ગત સ્થાપિત બોર્ડે કાયદાની જોગવાઈઓને અમલમાં મૂકવાના
ઉદ્દેશ સાથે આ અનુદાન કાયદાની કલમ-૫૩ હેઠળ તેને અપાયેલી સત્તાઓનો
ઉપયોગ કરીને માધ્યમિક શિક્ષણ નિયમનો, ૧૯૭૪ (જેને હવે પછી અત્રે
‘નિયમનો 'તરીકે ઉલ્લેખવામાં આવશે) નામના નિયમનો ઘડ્યા હતા. હાલની
અપીલ પર નિર્ણય લેવા માટે પ્રસ્તુત નિયમો નીચે મુજબ વંચાણે છેઃ -
"૩૬. વયનિવૃત્તિ- (૧) રજીસ્ટર્ડ માધ્યમિક શાળાના કર્મચારીને
૫૮ વર્ષની વય થાય તે તારીખે ફરજિયાત નિવૃત્ત કરવાનો રહેશે.
Page No. 4/13
(૨) કોઈ પણ મેનેજમેન્ટ ૫૮ વર્ષની ઉંમર પૂરી કરી હોય તેવી
કોઇપણ વ્યક્તિને નિયુક્તિ કે ફેર-નિયુક્તિ આપી શકશે નહિ.
જો કે, જો કોઈ કર્મચારીની સેવાનિવૃત્તિની તારીખ સત્રની
અંદર આવતી હોય, તો તેની સેવાને આપમેળે તે સત્રના અંત સુધી
લંબાવવામાં આવશે.
વધુમાં, જો તેઓ શારીરિક રીતે તંદુરસ્ત હોય તો મેનેજમેન્ટ
દ્વારા સામાન્ય રીતે પટાવાળા અને તેવાં માનવશ્રમના કામો કરતાં
કર્મચારીઓને ૬૦ વર્ષની ઉંમર સુધી ફેર-રોજગારી આપવી જોઈએ.
૩૭. નોન-ટીચિંગ સ્ટાફની વયનિવૃત્તિ-
તા.૦૨/૧૨/૧૯૭૫ના જી. આર. નં.
ઈ.એન્ડ.એલ.ડી.નં.એસઇઆર/૧૦૭૪/૩૬૩૭૯-જી થી ડીલીટ
કરવામાં આવેલ.
૩૮ થી ૪૧. – - xxxx
૪૨. નિયમનો ગ્રાન્ટ-ઇન-એડ કોડથી ઉપર પ્રિવેલ કરશે-
સરકારના શિક્ષણ અને શ્રમ વિભાગના તા.૨૨ એપ્રિલ, ૧૯૭૪ના
જાહેરનામાં નં. જીએસી-૧૦૬૪-સી હેઠળ પ્રકાશિત ગ્રાન્ટ-ઇન-
એડ કોડમાં સમાયેલી જોગવાઈઓ, હાલના નિયમનોની
વિષયવસ્તુની બાબતોમાં નિયમનો ગ્રાન્ટ-ઇન-એડ કોડ ઉપર
પ્રિવેલ કરશે.
૪૩. નિયમનો ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૩૦, ૩૧, ૩૨, ૩૩, ૩૬, ૩૭, ૪૦ અને નિયમન નં.૪૧ના
પેટાનિયમનો (૪), (૫) અને (૬) માંની જોગવાઇઓ તે લઘુમતી, Page No. 5/13
ભલે તે ધર્મ આધારિત હોય કે ભાષા આધારિત, દ્વારા સ્થાપિત
સંચાલિત કોઈ પણ શૈક્ષણિક સંસ્થાને લાગુ પડશે નહીં.
૬. તા.22.04.1964 ના જાહેરનામા અન્વયે પ્રકાશિત માધ્યમિક શાળાઓ
માટેના ગ્રાન્ટ-ઇન-એઇડ કોડમાં સમાવિષ્ટ સંબંધિત જોગવાઈઓને અત્રે પુનઃ
રજૂ કરવી જરૂરી છે:-
૮૧.૧ માધ્યમિક શાળાના શિક્ષક સામાન્ય રીતે ૫૮ વર્ષની
ઉંમરે સેવામાંથી નિવૃત્ત થશે.
૮૧.૨ મેનેજમેન્ટ શિક્ષકોની સેવા ૬૦ વર્ષની ઉંમર સુધી
લંબાવી શકે છે. જો નિરીક્ષણ અધિકારી પોતાની તપાસના આધારે
એવો અહેવાલ આપે કે ૫૮ વર્ષથી વધુ ઉંમરનો કોઈ શિક્ષક પોતાની
ફરજ અદા કરવામાં અસમર્થ છે, તો શિક્ષકને તબીબી તપાસ માટે
મોકલવામાં આવશે અને જો તેને નબળાં સ્વાસ્થવાળા જાહેર કરવામાં
આવશે તો તેને ફરજ પરથી નિવૃત્ત થવા માટે ફરજ પાડવામાં
આવશે.
૮૧.૩ અને ૮૧.૪ - - xxxx
૮૧.૫ ૫૮ વર્ષની ઉંમર પૂરી કરી ચૂકેલી કોઇપણ વ્યક્તિને
શિક્ષક તરીકે અથવા બિન-શૈક્ષણિક સ્ટાફ તરીકે નિયુક્ત કરી
શકાશે નહીં. જોકે, શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત હોય તેવા
સરકારી કે બિન-સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાંથી નિવૃત્ત થયેલા
લોકોને શૈક્ષણિક સંસ્થા ફેર-નિયુક્તિ આપી શકે છે. આવાં નિવૃત્ત
Page No. 6/13
વ્યક્તિઓની નિયુક્તિ ઉપરોક્ત ક્લોઝ ૮૧.૨ અને ૮૧.૩ માં
કરવામાં આવેલી જોગવાઈઓ અને આ નિયમોથી વિરુદ્ધ ન હોય
તેવા અન્ય નિયમો અને શરતોને આધિન હોવી જોઇએ તથા
નોકરીદાતા અને કર્મચારી વચ્ચેની પારસ્પરિક સંમતિ મુજબની
સામાન્ય સેવા-શરતોને લાદી શકશે. જો કે, આ પ્રકારની
ફેરનિયુક્તિ ધરાવતી વ્યક્તિઓ વિભાગના સૂચિત માપદંડો
મુજબના પગાર અને ભથ્થાં વગેરે અને સરકારી અનુદાન મેળવતાં
પ્રોવિડન્ટ ફંડ યોજનાને પાત્ર નહીં બને.
૭. ઉપરોક્ત ઉલ્લેખિત જોગવાઈઓમાંથી એવું જાહેર થાય છે કે ઉક્ત
નિયમનોના નિયમન-૪૨ અનુસાર, સદરહુ અધિનિયમની જોગવાઈઓ હેઠળ
ઘડવામાં આવેલ નિયમનો, જ્યાં સુધી તે ઉક્ત નિયમનોમાં જોગવાઇ કરેલ કોઈ
પણ બાબતને સંબંધિત હોય, તો તા.22.04.1964 ના રોજના સરકારના
જાહેરનામાં અન્વયે પ્રકાશિત ગ્રાન્ટ-ઇન-એડ કોડમાં સમાયેલી જોગવાઈઓ પર
પ્રિવેલ કરશે. વધુમાં એ પણ જાહેર થાય છે કે ઉક્ત નિયમનોના નિયમન-૪૩
અનુસાર, સેવાનિવૃત્તિની ઉંમર સાથે સંબંધિત નિયમન-૩૬ તે લઘુમતી, પછી તે
ધર્મના આધારે હોય કે ભાષાના આધારે, દ્વારા સ્થાપિત અને સંચાલિત શૈક્ષણિક
સંસ્થાઓને લાગુ પડતો નથી. આથી, નિયમન-૩૬માં ઉલ્લેખિત રજીસ્ટર્ડ
માધ્યમિક શાળાના કર્મચારીની નિવૃત્તિની વય લઘુમતી દ્વારા સ્થાપિત અને
સંચાલિત શૈક્ષણિક સંસ્થાના કર્મચારી અથવા શિક્ષકને લાગુ પડે નહીં. ઉપરોક્ત
નિયમનોના નિયમન-૪૨ અને ૪૩ ને સાથે વંચાણે લેતાં સ્પષ્ટ થાય છે કે
નિયમન-૩૬, તે લઘુમતી દ્વારા સ્થાપિત અને સંચાલિત કોઈ પણ શૈક્ષણિક
Page No. 7/13
સંસ્થાને લાગુ નહીં થાય અને આથી લઘુમતી દ્વારા સ્થાપિત અને સંચાલિત
રજીસ્ટર્ડ અને સહાયક અનુદાન મેળવતી માધ્યમિક શાળાના કર્મચારીઓની
નિવૃત્તિની ઉંમર બાબત ઉક્ત નિયમનો લાગૂ થતાં હોવાનું કહી શકાય નહિ. જેનું
પરિણામ એ આવશે કે જ્યારે ઉપરોક્ત નિયમન-૩૬ લઘુમતી શૈક્ષણિક
સંસ્થાઓને લાગુ નહીં પડે ત્યારે, રાજ્ય સરકાર પાસેથી અનુદાન મેળવતી આ
પ્રકારની લઘુમતી સંસ્થાઓને સેવાનિવૃત્તિની ઉંમર સાથે સંબંધિત ગ્રાન્ટ-ઇન-
એડ કોડમાં સમાયેલી જોગવાઈઓ લાગુ પડશે.
૮. હવે ગ્રાન્ટ-ઇન-એઇડ કોડના પરિચ્છેદ ૮૧.૧ મુજબ, સહાયક અનુદાન
મેળવતી માધ્યમિક શાળાના શિક્ષક સામાન્ય રીતે ૫૮ વર્ષની ઉંમરે સેવામાંથી
નિવૃત્ત થશે અને મેનેજમેન્ટ ઉક્ત સંહિતાના પરિચ્છેદ ૮૧.૨ ને ધ્યાનમાં રાખીને
૬૦ વર્ષની ઉંમર સુધી શિક્ષકોની સેવા-અવધિ લંબાવી શકે છે. એટલે
સામાવાળાઓ જેવી લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ કર્મચારીઓ/શિક્ષકોને ૫૮ વર્ષ
કે ૬૦ વર્ષની ઉંમર પછી સેવામાં ચાલુ રાખી શકે નહીં. જો રાજ્ય સરકાર પાસેથી
અનુદાન મેળવતી કોઇપણ રજીસ્ટર્ડ લઘુમતી માધ્યમિક શાળાના મેનેજમેન્ટ દ્વારા
કોઈ કર્મચારી કે શિક્ષકને સેવામાં ચાલુ રાખવામાં આવે, તો આવી શાળાઓ આવાં
કર્મચારીઓ કે શિક્ષકોને ૫૮ કે ૬૦ વર્ષની ઉંમર પછી પણ સેવામાં ચાલુ રાખવા
માટે થયેલા ખર્ચના સંદર્ભમાં કોઈ અનુદાન મેળવવાની હકદાર રહેશે નહીં. ગ્રાન્ટ-
ઇન-એડ કોડની જોગવાઈઓ સરકાર પાસેથી અનુદાન મેળવતી અથવા મેળવવા
Page No. 8/13
માંગતી તમામ રજીસ્ટર્ડ માધ્યમિક શિક્ષણ સંસ્થાઓને લાગુ પડે છે અને આ
પ્રકારની સંસ્થાઓ, ઉક્ત નિયમનોમાં આપવામાં આવેલી જોગવાઈઓ સિવાય, આ સંહિતા હેઠળ લાગુ કરવામાં આવેલા બંધનોને આધિન રહેશે.
૯. માન્યતા, પાત્રતા માપદંડ, સહાયક અનુદાન મેળવવા માટે સરકારને અરજી
કરવાની પ્રક્રિયા વગેરે સાથે સંબંધિત ઉક્ત ગ્રાન્ટ-ઇન-એઇડ કોડમાં સમાયેલી
જોગવાઈઓ તમામ માધ્યમિક શાળાઓને લાગુ પડે છે, ભલે તે લઘુમતી દ્વારા
સ્થાપિત અને સંચાલિત હોય કે ન હોય અને સામાવાળાઓ ગ્રાન્ટ-ઇન-એડ
કોડની જોગવાઈઓથી વિપરિત, સરકાર પાસેથી સહાય મેળવવાનો કોઈ અધિકાર
હોવાનો દાવો કરી શક્યા ન હોત. જો અપીલકર્તાઓએ આચાર્ય વયનિવૃત્તિની ઉંમરે
પહોંચ્યા હોવાના કારણસર સામાવાળાઓને સહાયક અનુદાન ચૂકવવાનો ઇનકાર
કર્યો હોય, તો અપીલકર્તાઓએ સામાવાળાઓના કામકાજમાં દખલગીરી કરી છે કે
બંધારણના અનુચ્છેદ-૩૦(૧) નું ઉલ્લંઘન કર્યું છે, તેવું કાંઇ કોઇપણ
દ્રષ્ટિકોણથી કહી શકાય તેમ નથી. ટી. એમ. એ. પાઈ ફાઉન્ડેશન અને અન્યો
વિરુદ્ધ કર્ણાટક રાજ્ય અને અન્યના કેસમાં બંધારણીય પીઠે આપેલા ચુકાદા મુજબ
અનુચ્છેદ-૩૦(૧) હેઠળનો અધિકાર કાયદાથી ઉપર, અબાધિત અધિકાર નથી
અને શૈક્ષણિક સંસ્થાઓને સહયક અથવા બિન-સહાયક અનુદાન માટેની
જોગવાઈઓ સમાન રીતે લાગુ કરવી રહી, પછી તે બહુમતી સંચાલિત સંસ્થા હોય કે
લઘુમતી સંચાલિત સંસ્થા. ઉપરોક્ત ચુકાદાના પરિચ્છેદ-૧૪૩ અને ૧૪૪ માં
Page No. 9/13
કરવામાં આવેલા સંબંધિત અવલોકનો, જે હાલના મુદ્દાને સચોટ રીતે નક્કી કરી
આપે છે, તે નીચે મુજબ વંચાય છેઃ -
"૧૪૩. તેનો અર્થ એ છે કે અનુચ્છેદ ૩૦(૧) હેઠળ મળેલાં
અધિકારો તેવું સૂચિત કરે છે કે રાજ્ય દ્વારા લઘુમતી સંસ્થાને
આપવામાં આવેલ કોઈ પણ અનુદાનમાં તેની સાથે એવી શરતો
જોડાયેલી ન હોઈ શકે, જે કોઈપણ રીતે તે સંસ્થાની સ્થાપના અને
વહીવટના લઘુમતી સંસ્થાના અધિકારોને ઘટાડે કે હળવાં કરે.
અનુદાન મેળવતી શૈક્ષણિક સંસ્થાઓ માટે એવી જ શરતોને સામાન્ય
રીતે લાગૂ કરવાની પરવાનગી આપી શકાય કે જે અનુદાનના યોગ્ય
ઉપયોગ અને અનુદાનના હેતુઓની પૂર્તિ માટે હોય. આ પ્રકારની
કોઈપણ બીનસાંપ્રદાયિક શરતો, જેમ કે ભંડોળનો ઉપયોગ અને
ભંડોળનો ઉપયોગ કરવાની રીતના સંબંધમાં યોગ્ય ઓડિટ ઇ., લાગુ
પાડી શકાય અને તેવી શરતો શૈક્ષણિક સંસ્થાઓની લઘુમતી
સંચાલિત હોવાના દરજ્જાને હળવો નહીં કરે. આવી શરતો જો અનુદાન
મેળવતી અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પર પણ લાદવામાં આવી હોત તો
પણ તે માન્ય જ ગણાત.”
"૧૪૪. તે દલીલ કરી શકાય નહીં કે લઘુમતી સંસ્થાઓને સહાય
કરતી વખતે કોઈ શરતો લાદી શકાય નહીં. સંસ્થા બહુમતી દ્વારા
સંચાલિત હોય કે લઘુમતી દ્વારા, શૈક્ષણિક સંસ્થા દ્વારા સહાયક
અનુદાનના યોગ્ય ઉપયોગ સાથે સંબંધિત તમામ શરતો લાદી શકાય
છે. અનુચ્છેદ-૩૦(૨) માં એટલું જ જણાવવામાં આવ્યું છે કે જો
અન્ય શૈક્ષણિક સંસ્થાઓ સહાય મેળવવા હકદાર હોય, તો કોઈ
સંસ્થા જે લઘુમતી, પછી તે ધર્મ પર આધારિત હોય કે ભાષા પર, તેનાં સંચાલન હેઠળ છે માત્ર તે કારણે તે શૈક્ષણિક સંસ્થાને અનુદાન
Page No. 10/13
આપવામાં ભેદભાવ કરી શકાશે નહીં. શૈક્ષણિક સંસ્થાઓને સહાયક
અથવા બિન-સહાયક અનુદાન માટેની શરતો સમાન રીતે લાગુ
કરવી રહી, પછી તે બહુમતી સંચાલિત સંસ્થા હોય કે લઘુમતી
સંચાલિત સંસ્થા હોય."
૧૦. સહાય મેળવતી લઘુમતી સંસ્થા સરકાર દ્વારા લાદવામાં આવેલી શરતોથી
બંધાયેલી છે કે નહીં તેના સમાન મુદ્દાના કેસમાં, આ અદાલતે ઉત્તર પ્રદેશ રાજ્ય
અને અન્યો વિરુદ્ધ આચાર્ય અભયનંદન ઇન્ટર કોલેજ અને અન્યોના કેસમાં
તાજેતરમાં આપેલા ચુકાદામાં નીચે મુજબ અવલોક્યું હતુંઃ -
"૩૨. જ્યારે સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓની વાત આવે, ત્યારે લઘુમતી અને બિન-લઘુમતી સંસ્થાઓ વચ્ચે કોઈ તફાવત ન
હોઈ શકે. ભારતના બંધારણનો અનુચ્છેદ-૩૦ તેની પોતાની
વાજબી મર્યાદાઓને આધિન છે. કોઇ સંરક્ષણને એ રીતે ન વિસ્તારી
શકાય કે તે બિન-લઘુમતી સંસ્થાઓ જે અધિકાર ધરાવે છે તેના
કરતાં વધુ સારાં અધિકારમાં પરિણમે. આ વિષય પર કાયદો ખૂબ જ
સ્પષ્ટ થઈ ગયો છે અને એટલા માટે તેમાં કોઈ વિસ્તૃતીકરણની જરૂર
નથી.
૩૩. આમ, ઉપરોક્ત મુદ્દા પર અમને આ સિદ્ધાંતનો પુનરોચ્ચાર
કરવામાં કોઈ ખચકાટ નથી કે સહાય મેળવતી સંસ્થા લાદવામાં
આવેલી શરતોથી બંધાયેલી છે અને આથી તેમની પાસે તેના
અનુપાલનની અપેક્ષા છે. જો એકવાર અમે આવું ઠેરવતાં હોઇએ, તો
વિવિધ કારણોસર કરવામાં આવેલો પડકાર જમીનદોસ્ત થતો
જણાય છે."
Page No. 11/13
(૧૧) ઉપર જણાવેલી કાયદાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને અમારો મત છે કે
સામાવાળા સંસ્થા ગ્રાન્ટ-ઇન-એડ કોડમાં સામેલ જોગવાઈઓથી બંધાયેલી હતી.
રેકોર્ડ પર એવું કશું જ નથી જે દર્શાવતું હોય કે, અપીલકર્તા-રાજ્યએ સામાવાળા-
સંસ્થા સાથે તે આધારે ભેદભાવયુક્ત આચરણ કરેલ કે તે લઘુમતી સંચાલિત
સંસ્થા છે કે જેને ભારતના બંધારણનો અનુચ્છેદ-૩૦(૨) લાગૂ પડતો હોય.
આથી ઉચ્ચ અદાલતે એવું ઠેરવવામાં કે સામાવાળા સંસ્થાને પોતાની શાળામાં ૬૦
વર્ષની ઉંમર પછી આચાર્યને સેવામાં ચાલુ રાખવાનો અધિકાર છે અને અરજદારોને
૨૦૦૧ થી ૨૦૧૨ સુધીના સમયગાળા માટે અનુદાનની બાકી રકમની ગણતરી
અને ચૂકવણી કરવાના નિર્દેશો આપવામાં ગંભીર ભૂલ કરી હતી.
(૧૨) આ બાબતને ધ્યાનમાં રાખીને હાલના કેસમાં, સિંગલ બેન્ચે પસાર કરેલ
હુકમની પુષ્ટી કરતાં ડિવિઝન બેન્ચના વાદગ્રસ્ત હુકમ, કે જે અન્વયે સામાવાળા
સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ પિટિશનને મંજૂરી આપવામાં આવેલ, તેને રદ કરવામાં આવે છે. અપીલકર્તાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી હાલની
અપીલ તે મુજબ મંજૂર કરવામાં આવે છે. ....................., ન્યાયમૂર્તિ
[દિનેશ મહેશ્વરી]
.……………….., ન્યાયમૂર્તિ
[બેલા એમ. ત્રિવેદી]
નવી દિલ્હી, તા.૨૧.૦૨.૨૦૨૩
Page No. 12/13
----------------------------------

Page No. 13/13