Messrs Bilag Industries Pvt. Ltd. v. Commissioner of Central Excise, Daman

Supreme Court of India · 22 Mar 2023
S. Ravindra Bhat; Deepankar Dutta
Civil Appeal Nos. 9195-9196 of 2010
tax appeal_allowed Significant

AI Summary

The Supreme Court held that sales between Bilag Industries Limited and Aventis Cropsciences (India) Ltd. were not between 'related persons' under Section 4(4)(c) of the Central Excise Act, 1944, as there was no mutual interest in each other's business, and set aside the excise duty valuation order.

Full Text
Translation output
:
DISCLAIMER The translated judgements in vernacular language is meant for the restricted use of the litigant to
/ understand it in his her language and may not be used for
. , any other purpose For all practical and official purposes the
English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and implementation.
અહેવાલયોગ્ય
ભારતની સર્વોચ્ચ અદાલત સમક્ષ
દીવાની અપીલીય હુકુમત
સિવિલ અપીલ નં.૯૧૯૫-૯૧૯૬/ ૨૦૧૦
મેસર્સ બિલાગ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. અને અન્ય એક ... અપીલકર્તા(ઓ)
વિરુદ્ધ
કમિશનર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, દમણ અને અન્ય એક .... સામાવાળા(ઓ)
ચુકાદો
ન્યાયમૂર્તિ રવિન્દ્ર ભાટ
૧. કસ્ટમ્સ, એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ1
(હવે પછી
'સી.ઇ.એસ.ટી.એ.ટી.' કે 'ટ્રિબ્યુનલ' તરીકે ઉલ્લેખિત) ના હુકમ સામેની આ
અપીલ્સમાં વિચારણા માંગી લેતો જે પ્રશ્ન ઊભો થાય છે તે એ છે કે, અપીલકર્તા
- વાપી સ્થિત મેસર્સ બિલાગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (હવે પછી 'બી.આઇ.એલ.'
તરીકે ઉલ્લેખિત) જે કિંમતે તેના ઉત્પાદનો ખરીદનારને વેચ્યા હતા, તેને સેન્ટ્રલ
એક્સાઇઝ એક્ટ, ૧૯૪૪ (હવે પછી અત્રે 'અધિનિયમ' તરીકે ઉલ્લેખિત)ની
1 તારીખ ૨૩/૦૪/૨૦૧૦ના રોજનો હુકમ નં. ૩૩૦-૩૩૭/ડબલ્યુ.ઝેડ.ડી./એ.એચ.બી./૨૦૨૧૦
કલમ ૪(૪)(સી) હેઠળ 'સંબંધિત વ્યક્તિ' સાથેના વ્યવહાર તરીકે ગણવા
જોઈએ કે કેમ.
૨. બી.આઇ.એલ.ની સ્થાપના ૧૯૯૨માં મિત્સુ ઇન્ડસ્ટ્રીઝ લિ. (હવે પછી
'એમ.આઇ.એલ.' તરીકે ઉલ્લેખિત) તરીકે કરવામાં આવી હતી; બિલખિયા
પરિવારના સભ્યો, કે જેઓ તેના મુખ્ય શેરધારકો/ પ્રમોટર્સ હતા તેમના, દ્વારા
તેની રચના કરવામાં આવી હતી. એમ.આઇ.એલ. કીટનાશકો, જંતુનાશકો અને
સેન્ટ્રલ ટેરિફ એક્ટ, ૧૯૮૫ (હવે પછી અત્રે 'સી.ઇ.ટી.એ.' તરીકે ઉલ્લેખિત)ના
પ્રકરણ ૩૮ હેઠળ વર્ગીકૃ ત કરાયેલ વચગાળાની પેદાશોનું ઉત્પાદન કરતી હતી, જે પાયરેથ્રોઇડ ઉત્પાદનોની વ્યાપક શ્રેણી હેઠળ આવે છે. સાયપરમેથ્રિન અને
આલ્ફા સાયરમેથ્રિન જેવા અન્ય ઉત્પાદનો ઉપરાંત, એમ.આઈ.એલ.એ
ઉત્પાદનોની સંપૂર્ણ શ્રેણી અંતર્ગત એલેથ્રિન્સ, ડેલ્ટામેથ્રિન અને વચગાળાની
પેદાશોનું ઉત્પાદન કર્યું હતું. જુલાઈ ૧૯૯૯ પહેલાં, એમ.આઈ.એલ.એ
(એલેથ્રિન્સ પેદાશોના જૂથ હેઠળ આવતાં) એસ્બિઓથ્રિન અને એસ્બિઓલ નું
ઉત્પાદન કર્યું નહોતું.
૩. તારીખ ૧૬/૦૨/૧૯૯૮ના રોજ એગ્રેવો જી.એમ.બી.એચ અને
એમ.આઇ.એલ.એ હેતુખત (લેટર ઓફ ઇન્ટેન્ટ) સહી કર્યો, અને તારીખ
૨૨/૧૧/૧૯૯૮ના રોજ તેમણે, મુખ્યત્વે સિન્થેટિક પાયરેથ્રોઇડ ઉત્પાદનો
અને તેના વચગાળાની પેદાશોના સંશોધન, ઉત્પાદન અને વિક્રય સબબ સંયુક્ત
સાહસ (જોઇન્ટ વેન્ચર)ની રચના કરવાનો આશય દર્શાવતું, મેમોરેન્ડમ ઓફ
અન્ડર્સ્ટેન્ડિંગ (એમ.ઓ.યુ.) સહી કર્યું. ત્યારબાદ, એમ.આઇ.એલ., એગ્રેવો
જી.એમ.બી.એચ. અને એગ્રેવો એસ.એ. એ તારીખ ૦૩/૦૭/૧૯૯૯ના રોજ
જોઇન્ટ વેન્ચર એગ્રીમેન્ટ કર્યો, જે કૃ ષિ રસાયણો અને પર્યાવરણીય
આરોગ્યલક્ષી ઉત્પાદનોના સંશોધન, વિકાસ અને ઉત્પાદનના હેતુ સબબ હતો.
સૌપ્રથમ, એ.આઇ.એલ.એ તેનો તમામ બિન-પાયરેથ્રોઇડ ઉત્પાદનોનો ધંધો
મિત્સુ પેસ્ટીસાઇડ્સ લિ. નામની અન્ય એક કંપનીને તબદીલ કરવાનો હતો.
૪. જોઇન્ટ વેન્ચર એગ્રીમેન્ટ થયા તારીખે, એમ.આઇ.એલ.નું નામ બદલી
મેસર્સ બિલાગ ઇન્ડસ્ટ્રીઝ લિ. (બી.આઇ.એલ.) કરવામાં આવ્યું હતું. જોઇન્ટ
વેન્ચરની રચના સમયે, બી.આઇ.એલ.માં એગ્રેવો એસ.એ. ૫૧ ટકા શેરમૂડી
ધરાવતી હતી અને બાકીની શેરમૂડી બિલખિયા પરિવાર પાસે હતી. જોઇન્ટ
વેન્ચર એગ્રીમેન્ટ ઉપરાંત, એગ્રેવો એસ.એ. અને એમ.આઇ.એલ. વચ્ચે
તકનિકી જ્ઞાન સબબનો લાયસન્સ એગ્રીમેન્ટ (તારીખ ૧૩/૦૭/૧૯૯૯ ના
રોજ) કરવામાં આવ્યો હતો. આ લાઇસન્સ કરારની દ્રષ્ટિએ, એગ્રેવો એસ.એ.
દ્વારા પૂરા પાડવામાં આવેલ માપદંડો અનુસારના એસ્બિઓથ્રિન અને
એસ્બિઓલના ઉત્પાદન માટે જરૂરી પ્રક્રિયા અને જાણકારી બી.આઇ.એલ.ને
તબદીલ કરવામાં આવી હતી. આ કરારની શરતો અન્વયે, એગ્રેવો એસ.એ.
પોતાના માપદંડ અનુરૂપના એલિથ્રિન મોલેક્યુલ્સ (એટલે કે, એસ્બિઓથ્રિન
અને એસ્બિઓલ પેદાશો)નું ઉત્પાદન કરવા માટે બી.આઇ.એલ.ને પરવાનો
આપવા સંમત થઇ હતી. આમ, સંયુક્ત સાહસના ભાગીદાર તરીકે, એગ્રેવો
એસ.એ.એ બી.આઇ.એલ.માં મૂડી તરીકે અમુક રકમનું રોકાણ કર્યું હતું અને
જોઇન્ટ વેન્ચર કંપની (બી.આઇ.એલ.) માટે એસ્બિઓથ્રિન અને એસ્બિઓલ
પેદાશોના ઉત્પાદન માટેનું તકનીકી જ્ઞાન પણ લાવી હતી. જોઇન્ટ વેન્ચર
એગ્રીમેન્ટની દ્રષ્ટિએ, બિલખિયા પરિવારના ત્રણ સભ્યોને (કે જેઓ
એમ.આઈ.એલ. ના ડિરેક્ટર હતા) જોઇન્ટ વેન્ચર એગ્રીમેન્ટના પક્ષકારો તરીકે
રૂ. ૨૫.૫૧ કરોડની બિન-હરીફાઇ ફી ચૂકવવાની હતી. આ બિન-હરીફાઇ ફી
જોઇન્ટ વેન્ચર એગ્રીમેન્ટ અમલી થયા પછી, એટલે કે તા. ૦૩/૦૭/૧૯૯૯
થી, બિલખિયા પરિવારને સ્પર્ધા નહિ કરવા બાધ્ય કરતી હતી.
૫. બી.આઇ.એલ. તેની ઉત્પાદિત પેદાશોને રોન પોલેન્ક એગ્રો કેમિકલ્સ
ઇન્ડિયા લિ./એવેન્ટિસ ક્રોપસાયન્સ (ઇન્ડિયા) લિ. સહિત વિવિધ બલ્ક
ફોર્મ્યુલેટર્સને વેચતી હતી. બી.આઇ.એલ. પાસેથી ખરીદવામાં આવેલી
એસ્બિઓથ્રિનને એવેન્ટિસ ક્રોપસાયન્સ (ઇન્ડિયા) લિમિટેડ વિવિધ આખર
ગ્રાહકોને વેચતી હતી. એવન્ટિસ ક્રોપસાયન્સ (ઇન્ડિયા) લિમિટેડ
બી.આઇ.એલ. પાસેથી ખરીદવામાં આવેલા અન્ય પેદાશોનો ઉપયોગ
ફોર્મ્યુલેશન માટે કરતી હતી. બી.આઇ.એલ. દ્વારા ઉત્પાદિત માલ અને એગ્રેવો
એસ.એ.ને નિકાસ ધોરણે વેચવામાં આવતાં ઉત્પાદનોની કિંમત
તા.૦૩/૦૭/૧૯૯૯ના સપ્લાય એગ્રીમેન્ટ પર આધારિત હતી. સપ્લાય
એગ્રીમેન્ટ અનુસાર, બી.આઇ.એલ. એપ્રિલ ૧૯૯૯ થી માર્ચ ૨૦૦૩ સુધીના
વિવિધ સમયગાળા માટે ચોક્કસ કિંમતે ડેલ્ટામેથ્રિન પેદાશ વેચવા માટે સંમત
થઇ હતી. પેદાશની વાસ્તવિક પડતર વત્તા તારીખ ૦૩/૦૭/૧૯૯૯ના રોજના
સપ્લાય એગ્રીમેન્ટના એનેક્ષચર ૩.૧(એ)માં દર્શાવ્યા મુજબના પ્રોફીટ
માર્જીનના ધોરણે કિંમત નિર્ધારિત કરવાની હતી. એ જ રીતે, એલ્લેથ્રિન
ઉત્પાદનો (એસ્બિઓથ્રિન) પણ બીઆઇએલ દ્વારા એગ્રેવો એસ.એ.ને
વાસ્તવિક પડતર ઉપરાંત, ૧૯૯૯-૨૦૦૦ માં ૩૫ ટકા, ૨૦૦૦-૨૦૦૧ માં
૩૦ ટકા અને ૨૦૦૨-૨૦૦૩માં ૨૫ ટકાના ધોરણે વેચવા સમજૂતી થઇ હતી.
એસ્બિઓથ્રિન ઉત્પાદનો ભારતની બહાર એગ્રેવો એસ.એ. દ્વારા વેચવામાં
આવતા હતા. તે જ પ્રમાણે, બી.આઇ.એલ.એ ભારતમાં તેના એગ્રેવો (ઇન્ડિયા)
લિ./ એવન્ટિસ ક્રોપસાયન્સ (ઇન્ડિયા) લિ.ને થતાં વેચાણ માટે કિંમત
નિર્ધારિત કરી હતી. પાછળથી વિદેશી કંપનીઓની શેર હોલ્ડિંગ પેટર્નમાં કેટલાક
ફેરફારો થયા; જો કે, તે આ કેસ ફેંસલ કરવાના હેતુઓ સબબ સુસંગત નથી.
૬. આ કેસ માટે જે સુસંગત છે તે એ છે કે, શરૂઆતમાં, એગ્રેવો એસ.એ.
બી.આઇ.એલ.માં ૫૧ ટકા શેર મૂડી ધરાવે છે (જે પાછળથી વધારીને ૭૪ ટકા
કરવામાં આવી હતી) અને તેણે ૫૧ ટકાથી વધુ હિસ્સો જાળવી રાખ્યો હતો.
આમ, બી.આઇ.એલ. એગ્રેવો એસ.એ.ની પેટાકંપની બની ગઈ. એગ્રેવો
એસ.એ. એવેન્ટિસ ક્રોપ સાયન્સ (ઇન્ડિયા) લિ.માં ૧૦૦% હિસ્સો ધરાવે છે.
તેથી, બી.આઇ.એલ. અને એવેન્ટિસ ક્રોપ સાયન્સ (ઇન્ડિયા) લિ. બંને એગ્રેવો
એસ.એ.(કે જેનું નામ માર્ચ ૨૦૦૦ની આસપાસ બદલીને એવેન્ટિસ
ક્રોપસાયન્સ એસ.એ. કરવામાં આવ્યું હતું અને તે બંને નામો અલગ-અલગ
સમયગાળા માટે અહીં ઉપયોગમાં લેવામાં આવ્યા છે, તે)ની પેટાકંપનીઓ બની
હતી. આ કેસમાં એસ્બિઓથ્રિનના મૂલ્યને લઈને વિવાદ ઊભો થયો હતો.
૧૯/૦૪/૨૦૦૦ - ૨૩/૦૫/૨૦૦૧ના ગાળામાં, બી.આઇ.એલ.એ
અવેન્ટિસ ક્રોપસાયન્સ (ઇન્ડિયા) લિમિટેડને માલ વેચ્યો હતો, જેણે તે આખરી
ગ્રાહકોને વેચ્યો હતો. આ સમયગાળા માટે, અવેન્ટિસ ક્રોપ સાયન્સ (ઇન્ડિયા)
લિ. જે કિંમતે આખરી ગ્રાહકોને ઉત્પાદન વેચ્યું હતું તેને, વ્યવહારિક ખર્ચને
અવગણીને, આકારણીપાત્ર મૂલ્ય તરીકે ગણવાની દરખાસ્ત કરવામાં આવી
હતી. તે સમયગાળા માટે રૂ.૧,૬૮,૮૧,૬૮૫/-ની ડ્યુટીની માંગણી કરવામાં
આવી હતી. રૂ.૨,૩૯,૫૪,૯૧૩/- ની રકમની માંગ એ આધાર પર કરવામાં
આવી હતી કે, એગ્રેવો એસ.એ./એવેન્ટિસ ક્રોપસાયન્સ એસ.એ.એ તેની
માલિકીની પેટાકંપની એવિન્ટિસ ક્રોપસાયન્સ (ઇન્ડિયા) લિ. દ્વારા જાહેરાત, એડવર્ટાઇઝિંગ, માર્કેટિંગ અને વેચાણ ખર્ચ, સંગ્રહ, બાહ્ય સંચાલન, સર્વિસિંગ, વોરંટી વગેરે પર થયેલાં ખર્ચ સબબ રૂ.૧૪,૯૭,૧૮,૨૦૫/- ની રકમ વસૂલ
કરી હતી, જે સુમિટોમો સાથે થયેલા કરારના સંદર્ભમાં એ આધાર પર વસૂલવામાં
આવી હતી કે, એગ્રેવો એસ.એ./એવેન્ટિસ ક્રોપસાયન્સ એસ.એ.
બી.આઇ.એલ.ની હોલ્ડિંગ કંપની હોઇ, સુમિટોમો દ્વારા એગ્રેવો
એસ.એ./એવેન્ટિસ ક્રોપસાયન્સ એસ.એ.ને ચૂકવવામાં આવેલી રકમ વધારાના
અવેજ તરીકે ગણતરીમાં લેવી જોઇએ અને બી.આઇ.એલ. દ્વારા ઉત્પાદન અને
ક્લિયર કરવામાં આવેલ માલની કિંમતમાં ઉમેરાવી જોઈએ. એસ્બ્યુથ્રિન પર
૦૯/૦૬/૨૦૦૧ થી ૨૫/૦૩/૨૦૦૪ના ગાળા માટે ડ્યુટીમાં તફાવત પેટે
રુ.૫,૯૫,૯૭,૪૩૪/-ની રકમની માંગ એ આધારે કરવામાં આવી હતી કે, સુમિટોમો દ્વારા આખર-ગ્રાહકને જે કિંમતે માલ વેચવામાં આવ્યો હતો તે
આકારણીપાત્ર કિંમત નિર્ધારિત કરવાનો આધાર હોવો જોઇએ અને
બી.આઇ.એલ. દ્વારા એવેન્ટિસ ક્રોપસાયન્સ (ઇન્ડિયા) લિ.ને કરવામાં આવેલું
વેચાણ 'સંબંધિત' વ્યક્તિ સાથે કરવામાં આવેલ વ્યવહાર છે. મૂળ હુકમ સામે
બી.આઇ.એલ.એ કસ્ટમ, એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ એપેલટ ટ્રિબ્યુનલમાં
અપીલ કરી હતી.
૭. વાદગ્રસ્ત હુકમ અન્વયે, સી.ઇ.એસ.ટી.એ.ટી.એ નોંધ્યું હતું કે, બી.આઇ.એલ.એ એસ્બિઓથ્રિનના ઉત્પાદનની પ્રક્રિયા વિકસાવી હતી જે
આખરી તબક્કે પહોંચી નહોતી. તે પહેલાં, વિદેશી કંપની એગ્રેવો એસ.એ.ને
જાણ થઇ કે એક હરીફ ઉભરી રહ્યો છે, અને તેની સાથે તે સંયુક્ત સાહસ
(જોઇન્ટ વેન્ચર)માં ઉતરી. પરિણામ એ આવ્યું કે બી.આઈ.એલ.એ પ્રક્રિયાનો
વિકાસ અટકાવી દીધો. તેણે ઉત્પાદનની સંપૂર્ણ પ્રક્રિયાનું જ્ઞાન તેમજ પેદાશ
ઉત્તપન્ન કરવાનો અધિકાર મેળવ્યો અને ત્યારપછી, તેણે આખી પેદાશ એગ્રેવો
એસ.એ.ની પેટાકંપનીને વેચી દીધી. તેના બદલામાં, બી.આઇ.એલ.ને વિના
મૂલ્યે તકનીકી જાણકારી તેમજ એગ્રેવો એસ.એ.ની પેટાકંપની દ્વારા
વિકસાવવામાં આવેલી હાલની માર્કેટિંગ વ્યવસ્થા પ્રાપ્ત થઈ હતી.
બી.આઇ.એલ.ને ઉત્પાદનના વેચાણ અને તેના દ્વારા હાથ ધરવામાં આવેલી
ઉત્પાદન પ્રવૃત્તિઓ માટે નફાના સ્તરની પણ બાંહેધરી આપવામાં આવી હતી. તે
અન્ય ઉત્પાદનો વિકસાવવા માટે સ્વતંત્ર હતી. ખાનગી કંપનીના શેરધારકો, બિલખિયાના પરિવારના સભ્યોને પણ એક ઉચ્ચક રકમ બિન-હરીફાઇ ફી પેટે
મળી હતી. બદલામાં, એગ્રેવો એસ.એ. અને ભારતીય પેટાકંપનીએ સુનિશ્ચિત
કર્યું કે કોઈ હરીફ ન રહે. તેમનું સ્થાપિત બજાર અકબંધ રહ્યું હતું. વધુમાં, તેઓ
જે કિંમતે ઉત્પાદન વેચતા હતા તેમાં કોઈ રિવિઝનની જરૂર રહી નહોતી. એકપણ
હરીફ ન હોઇ, માર્કેટિંગ વ્યવસ્થા અને તેમના દ્વારા ઓળખાયેલા ગ્રાહકો અકબંધ
રહેવાના હતા. સી.ઇ.એસ.ટી.એ.ટી. અનુસાર, વિદેશી કંપની (એગ્રેવો
એસ.એ., કે જે પાછળથી એવેન્ટિસ ક્રોપસાયન્સ એસ.એ. તરીકે ઓળખાઇ)
અને બે ભારતીય પેટાકંપનીઓ વચ્ચેના આ વ્યવહારો એક સંયુક્ત કામગીરી
(જોઇન્ટ ઓપરેશન) હતી, જેનાથી બંનેને ફાયદો થયો હતો. તેથી, બી.આઈ.એલ.એ અવેન્ટિસ ક્રોપ સાયન્સ (ઇન્ડિયા) લિમિટેડને જે ભાવે માલ
વેચ્યો હતો, તેને "સંબંધિત વ્યક્તિ" ને કરવામાં આવેલ વેચાણ તરીકે ગણવાનો
હતો.
૮. બી.આઇ.એલ. વતી હાજર વિદ્વાન સિનિયલ એડવોકેટ શ્રી વી.શ્રીધરને
રજૂઆત કરી કે, વાદગ્રસ્ત હુકમ ભૂલભરેલો છે. તેમણે રજૂઆત કરી કે, આ
અદાલત દ્વારા કોઈ સંસ્થા બીજી સંસ્થા સાથે "સંબંધિત" છે કે નહીં તે નિર્ધારિત
કરવા, સતતપણે, જે પરીક્ષણ લાગૂ પાડવામાં આવ્યું છે તે એ છે કે, શું વિક્રેતા
ખરીદનારના ધંધા અને કામકાજમાં હિત ધરાવે છે કે કેમ; અને તેવી જ રીતે,
ખરીદનાર વિક્રેતાના ધંધામાં હિત ધરાવે છે કે કેમ. કલમ ૪(૪)(સી)ના હેતુ
સબબ, જો એકની હાજરી હોય તો પણ, બીજાની ગેરહાજરીમાં કોઇ 'સંબંધ'
હોવાનું કહેવાશે નહિ અને તે વ્યવહાર હાથ-છેટાં વ્યવહાર (એટ આર્મ્સ લેન્થ
ટ્રાન્ઝેક્શન) તરીકે માનવો જોઇએ. વિદ્વાન કાઉન્સેલે ભારત સરકાર અને અન્યો
વિ. એટિક ઇન્ડસ્ટ્રીઝ લિ.2
, ભારત સરકાર અને અન્યો વિ. હિન્દ લેમ્પ લિ.3
, કમિશ્નર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, હૈદરાબાદ વિ. ડિટરજન્ટ ઇન્ડિયા લિ.4
અને
કમિશ્નર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, ચંડીગઢ વિ. મેસર્સ ક્વાલિટી આઇસક્રિમ કાું.5
તરીકે અહેવાલિત થયેલ આ અદાલતના ચુકાદાઓનો આધાર લીધો. એવી
દલીલ કરવામાં આવી કે, જોઇન્ટ વેન્ચર એગ્રીમેન્ટની રચના દ્વારા ઉત્પાદનમાં
પ્રાપ્ત થયેલ સમન્વય સંયુક્ત સાહસના ભાગીદારોના વિકાસ અને સંસાધનોને
અનુકૂળ રહ્યું; બી.આઈ.એલ.(કરદાતા) દ્વારા એગ્રેવો એસ.એ./એવન્ટિસ
ક્રોપસાયન્સ એસ.એ.ની અન્ય પેટાકંપની એવન્ટિસ ક્રોપસાયન્સ (ઇન્ડિયા)
લિ. (ખરીદનાર)ને કરવામાં આવેલું વેચાણ બી.આઈ.એલ.ને તેના ધંધા કે
કામકાજમાં હિત ઊભું થયામાં પરિણમ્યું હોવાનું માનવામાં આવતું નથી; તેવી જ
રીતે, એવન્ટિસ ક્રોપસાયન્સ (ઇન્ડિયા) લિ.ને બી.આઈ.એલ.ના વ્યવસાયમાં
કોઈ હિત નહોતું.
2 [૧૯૮૪] ૩ એસ.સી.આર. ૯૩૦
3 [૧૯૮૯] ૨ એસ.સી.આર. ૧૦૨૩
4 [૨૦૧૫] ૬ એસ.સી.આર. ૮૮૬
5 [૨૦૧૦] ૧૪ એસ.સી.આર. ૪૦૯
૯. મહેસૂલ વિભાગ વતી હાજર વિદ્વાન સિનિયર કાઉન્સેલ શ્રી અરિજીત
પ્રસાદે ધ્યાન દોર્યું હતું કે, વ્યવસાયિક સંબંધો અને એક વ્યક્તિના કામકાજ કે
વ્યવસાયમાં બીજી વ્યક્તિના હિતને એક જ ચોકઠાંમાં મૂકી શકાય નહિ. જોઇન્ટ
વેન્ચર એગ્રીમેન્ટ અને વિદેશી કંપની એગ્રેવો એસ.એ./ એવેન્ટિસ ક્રોપસાયન્સ
એસ.એ. જેમાં બહુમતી શેરધારક છે, તે બી.આઇ.એલ.ની રચના તે સુનિશ્ચિત
કરવાના હેતુથી કરવામાં આવી હતી કે, ઉત્પાદન કરવામાં આવેલ પેદાશો, એગ્રેવો એસ.એ./ એવેન્ટિસ ક્રોપસાયન્સ એસ.એ. જેમાં ૧૦૦ ટકા સુધીનો
હિસ્સો ધરાવતી હતી તેવી, તેની પેટાકંપની એવેન્ટિસ ક્રોપસાયન્સ (ઇન્ડિયા)
લિ.ના માધ્યમ થકી દરિયાપારના બજારો સુધી પહોંચે. આ સ્પષ્ટપણે, ખરીદનારના ધંધામાં અરસપરસ વાસ્તવિક અને જીવંત હિત દર્શાવે છે. તેથી, તેમણે રજૂઆત કરી કે, સી.ઇ.એસ.ટી.એ.ટી.ના હુકમમાં દરમ્યાનગીરી કરવી
જોઈએ નહિ.
વિશ્લેષણ અને તર્ક
૧૦. અધિનિયમની કલમ ૪ નો સંબંધિત ભાગ નીચે મુજબ વાંચે છેઃ
"૪. એક્સાઇઝ ડ્યુટી વસૂલવાના હેતુઓ માટે એક્સાઇઝપાત્ર માલનું
મૂલ્ય નિર્ધારણ -
(૧) આ અધિનિયમ હેઠળ, જ્યારે કોઈ પણ આબકારી જકાતપાત્ર માલ
પર તેના મૂલ્યના સંદર્ભમાં આબકારી જકાત વસૂલવામાં આવે છે, ત્યારે તે માલના દરેક નિષ્કાસન પર, તે મૂલ્ય -
(એ) જે કિસ્સામાં કરપાત્ર વ્યક્તિ દ્વારા માલનું વેચાણ કરવામાં આવે
છે, કરપાત્ર વ્યક્તિ અને માલનો ખરીદનાર સંબંધિત નથી અને
વેચાણ માટેની કિંમત એકમાત્ર અવેજ હોય તો, તેના નિષ્કાસન
સમયે અને સ્થળે પહોંચાડવા માટે વ્યવહારનું મૂલ્ય ધ્યાને લેવાનું
છે;
(બી) જ્યાં માલનું વેચાણ કરવામાં ન આવ્યું હોય તેવા કિસ્સા સહિત, અન્ય કોઇપણ કિસ્સામાં, મૂલ્ય એવી પદ્ધતિએ નિર્ધારિત કરવાનું
રહે જે સૂચિત કરવામાં આવી હોય.
સમજૂતી.- શંકાઓને દૂર કરવા માટે, આથી જાહેર કરવામાં આવે
છે કે, કરપાત્ર વ્યક્તિ દ્વારા વેચાણ કરવામાં આવેલ આબકારી
જકાતપાત્ર માલની કિંમત અને ડ્યુટી એ વેચેલ માલ બદલ તેને
ખરેખર ચૂકવવામાં આવેલી કિંમત અને આવી ચીજવસ્તુઓના
વેચાણના સંબંધમાં ખરીદનાર પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે
કરપાત્ર વ્યક્તિને મળતી વધારાની અવેજ, જો હોય તો, તેનું નાણાં
મૂલ્ય હશે અને વેચાણવેરો અને અન્ય કરવેરા, જો હોય તો, બાકાત રાખતાં ચૂકવવામાં આવેલ કિંમત-અને-ડ્યુટીમાં આવાં
માલ પર ચૂકવવાપાત્ર ડ્યુટીનો સમાવેશ થયેલ હોવાનું માનવાનું
રહેશે.
(૨) જ્યારે માલ નિષ્કાસનના સ્થળે ડીલીવરી સબબ આબકારી
જકાતપાત્ર કોઇપણ માલની કિંમત જ્ઞાત ન હોય અને તેનું મૂલ્ય
માલ નિષ્કાસનના સ્થળ સિવાયના સ્થળે ડીલીવરી માટેની કિંમત
સંદર્ભે નક્કી કરવામાં આવી હોય, ત્યારે આવી કિંમતમાંથી માલ
નિષ્કાષિત થયા સ્થળેથી માલ પહોંચાડાયા સ્થળનો પરિવહન
ખર્ચ બાકાત રાખવાનો રહેશે.
(૩) આ કલમની જોગવાઈઓ કલમ ૩ની પેટા-કલમ (૨) હેઠળ ટેરિફ
મૂલ્ય નક્કી કરવામાં આવ્યું હોય તેવાં કોઈપણ આબકારી
જકાતપાત્ર માલના સંબંધમાં લાગૂ પડશે નહીં.
(૪) આ કલમના હેતુઓ સબબ -
(અ) "કરદાતા" એટલે તે વ્યક્તિ કે જે આ અધિનિયમ હેઠળ આબકારી
જકાત ચૂકવવા માટે જવાબદાર છે અને સદરહુ અભિવ્યક્તિમાં
તેના એજન્ટનો સમાવેશ થાય છે;
* * * * * * * * * * *
(સી) "સંબંધિત વ્યક્તિ" એટલે એવી વ્યક્તિ કે જે કરપાત્ર વ્યક્તિ સાથે
એ રીતે સંકળાયેલી હોય કે તેમને એકબીજાના ધંધામાં પ્રત્યક્ષ કે
પરોક્ષ રીતે હિત હોય અને તેમાં ધારક કંપની, સહાયક કંપની, કરપાત્ર વ્યક્તિના સંબંધી તેમજ વિતરક અને કરપાત્ર વ્યક્તિના
કોઈપણ પેટા-વિતરક અને આવા વિતરકના પણ કોઈ પેટા-
વિતરકનો સમાવેશ થાય છે."
૧૧. એટિક ઇન્ડસ્ટ્રીઝ (સુપ્રા) માં, આ અદાલતે "સંબંધિત વ્યક્તિ"
અભિવ્યક્તિની ચકાસણી કરી છે:
"વ્યાખ્યાના પ્રથમ ભાગમાં જે જરૂરી છે તે એ છે કે, જે વ્યક્તિને સંબંધિત
વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે" તે એવી વ્યક્તિ હોવી જોઈએ જે
કરદાતા સાથે એટલી હદે સંકળાયેલી હોય કે તેમને એકબીજાના ધંધામાં
પ્રત્યક્ષ કે પરોક્ષ હિત હોય. તેટલું પૂરતું નથી કે સંબંધિત વ્યક્તિ હોવાનો
આક્ષેપ કરાયેલ વ્યક્તિના ધંધામાં કરદાતા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હિત
ધરાવતાં હોય, ન તો તેટલું પૂરતું છે કે સંબંધિત વ્યક્તિ હોવાનો આક્ષેપ
કરાયેલ વ્યક્તિને કરદાતાના ધંધામાં પ્રત્યક્ષ કે પરોક્ષ હિત છે. વ્યાખ્યાના
પ્રથમ ભાગને લાગૂ પાડવાની પાત્રતા સબબ તે અનિવાર્ય છે કે, કરદાતા
અને સંબંધિત વ્યક્તિ હોવાનો આક્ષેપ કરાયેલ વ્યક્તિ એકબીજાના
ધંધામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હિત ધરાવતા હોવાં જોઈએ. તેમાંના
પ્રત્યેકને એકબીજાના ધંધામાં પ્રત્યક્ષ કે પરોક્ષ હિત હોવું જોઈએ. તેમાંના
દરેકની બીજાના ધંધામાં સમાનતા અને હિતની માત્રા અલગ હોઈ શકે છે;
એકના ધંધામાં બીજાનું હિત પ્રત્યક્ષ હોઈ શકે છે, જ્યારે બીજાના ધંધામાં
એકનું હિત પરોક્ષ હોઈ શકે છે. પ્રત્યક્ષ હોય કે પરોક્ષ, જ્યાં સુધી દરેકને
અન્યના ધંધામાં હિત હોય, ત્યાં સુધી તેનાથી કોઇ ફરક પડશે નહિ. હવે, હાલના કેસમાં, અતુલ પ્રોડક્ટ્સ લિમિટેડ નિઃશંકપણે કરદાતાના ધંધામાં
હિત ધરાવે છે, કારણ કે અતુલ પ્રોડક્ટ્સ લિમિટેડ કરદાતાની શેરમૂડીનો
૫૦ ટકા હિસ્સો ધરાવે છે અને કરદાતા દ્વારા કરવામાં આવતાં ધંધામાં
શેરધારક તરીકે હિત ધરાવે છે. પરંતુ, કરદાતાને અતુલ પ્રોડક્ટ્સના
ધંધામાં હિત છે તેમ કહેવું શક્ય નથી. જ્યાંથી કરદાતા અને અતુલ
પ્રોડક્ટ્સ લિમિટેડ વચ્ચેના સંબંધને ધ્યાને લઈ શકાય તેવાં બે દ્રષ્ટિકોણ
છે. પહેલો એ કે, એ નોંધવું જોઇએ કે, અતુલ પ્રોડક્ટ્સ લિમિટેડ
કરદાતાની શેરમૂડીમાં ૫૦ ટકા સુધીનો શેરધારક છે. પરંતુ, કોઇ લિમિટેડ
કંપનીના શેરધારક, ભલે પછી તેનો હિસ્સો ૫૦ ટકાનો હોય, દ્વારા
કરવામાં આવી રહેલ ધંધામાં લિમિટેડ કંપનીનું હિત હોવાનું કેવી રીતે કહી
શકાય, તે અમે જોઇ શકતાં નથી. બીજુ ં કે, અતુલ પ્રોડક્ટ્સ લિમિટેડ એ
કરદાતા દ્વારા ઉત્પાદન કરવામાં આવતી ડાઇસના જથ્થાબંધ ખરીદીકર્તા
છે અને તેમ હોવા છતાં, જ્યારે કે તેમની વચ્ચેનો વ્યવહાર એક માલિકથી
બીજા માલિક વચ્ચેનો વ્યવહાર છે, તે માનવું મુશ્કેલ છે કે, આવાં
સંજોગોની રૂએ કરદાતાને અતુલ પ્રોડક્ટ્સ લિમિટેડના ધંધામાં કોઇ
પ્રત્યક્ષ કે પરોક્ષ હિત હોવાનું કહી શકાય. અતુલ પ્રોડક્ટ્સ લિમિટેડ
કરદાતા પાસેથી જથ્થાબંધ ધોરણે, એક માલિક પાસેથી બીજા માલિક
દ્વારા થતી ખરીદીના ધોરણે, ડાઇઝ ખરીદે છે અને પછી તેને બજારમાં વેચે
છે. અતુલ પ્રોડક્ટ્સ લિમિટેડ સદરહુ કરદાતા પાસેથી ખરીદેલ ડાઇઝનું
વેચાણ કરે છે કે નહીં તેની સાથે કરદાતાને કોઇ નિસ્બત નથી અને ન તો
અતુલ પ્રોડક્ટ્સ લિમિટેડ ખોટમાં આવી ડાઇઝનું વેચાણ કરે છે કે કેમ
તેનાથી તેને કોઇ નિસ્બત હોય. તે દલીલ કરવી અશક્ય છે કે, એક
માલિક પાસેથી બીજા માલિક દ્વારા થતી ખરીદીના ધોરણે કરદાતા પાસેથી
ડાઇઝ ખરીદતાં તેનાં એક હોલેસલ ડીલરના ધંધામાં કરદાતાનું પ્રત્યક્ષ કે
પરોક્ષ હિત છે. આ જ સ્થિતિ ક્રેસન્ટ ડાયઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડના
સંદર્ભમાં મળે છે. કદાચ, ક્રેસેન્ટ ડાયસ એન્ડ કેમિકલ્સ લિમિટેડના
સંદર્ભમાં સ્થિતિ અતુલ પ્રોડક્ટ્સ લિમિટેડ બાબતેની સ્થિતિ કરતાં ઘણી
સબળ છે. ક્રેસન્ટ ડાયસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ કરદાતાનો શેરધારક
પણ નથી અને તેથી તેને કરદાતાના ધંધામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ
હિત નથી."
૧૨. ત્યારપછીના હિન્દ લેમ્પ લિ. (ઉપરોક્ત)ના ચુકાદામાં એ જ સિદ્ધાંતનો
પુનરોચ્ચાર થયો હતોઃ
"તેટલું પૂરતું નથી કે સંબંધિત વ્યક્તિ હોવાનો આક્ષેપ કરાયેલ વ્યક્તિના
ધંધામાં કરદાતાનું પ્રત્યક્ષ કે પરોક્ષ હિત હોય, ન તો તેટલું પૂરતું છે કે
સંબંધિત વ્યક્તિ હોવાનો આરોપ કરાયેલ વ્યક્તિને કરદાતાના ધંધામાં
પ્રત્યક્ષ કે પરોક્ષ હિત હોય. વ્યાખ્યાના પ્રથમ ભાગને લાગુ પાડવાની
પાત્રતા માટે, કરદાતા અને સંબંધિત વ્યક્તિ હોવાનો આરોપ કરાયેલ
વ્યક્તિ એકબીજાના ધંધામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હિત ધરાવતા હોવા
જોઈએ. તેમાંના દરેકને બીજાના ધંધામાં પ્રત્યક્ષ કે પરોક્ષ હિત હોવું
જોઈએ. દરેકની બીજાના ધંધામાં હિતની ગુણવત્તા અને માત્રા અલગ
અલગ હોઇ શકે છે; પહેલાંનું બીજાના ધંધામાં હિત પ્રત્યક્ષ હોઇ શકે છે, જ્યારે બીજાનું પહેલાંના ધંધામાં હિત પરોક્ષ હોઇ શકે છે. સદરહુ તથ્યોનું
વિશ્લેષણ કર્યા પછી, આ અદાલત એવાં નિષ્કર્ષ પર આવી છે કે, કોઇ
'સંબંધ'ની હાજરી નથી."
૧૩. ડિટર્જન્ટ ઇન્ડિયા લિ. (સુપ્રા) માં, આ અદાલતે કલમ ૪ (૪)(સી)માં
વ્યાખ્યાના બંને ભાગોની ચકાસણી કરી અને નીચે મુજબ અવલોકન કર્યુંઃ
"કલમ ૪(૪)(સી) બે ભાગમાં છે. પ્રથમ ભાગમાં વિભાગે વાસ્તવિક
પરીક્ષણ લાગૂ કરવું જરૂરી છે, જ્યારે બીજા ભાગમાં ન્યાયિક પરીક્ષણ લાગૂ
કરવું જરૂરી છે. કંપની અધિનિયમ, ૧૯૫૬માં "સંબંધી" ની વ્યાખ્યા નીચે
મુજબ છેઃ
* * * * * * * * * * * * * * *
"સંબંધી" ની વ્યાખ્યાનું પઠન દર્શાવે છે કે સંબંધી વ્યક્તિ એવી હોવી
વ્યક્તિ હોવી જરૂરી નથી કે જે કરદાતા સાથે એ હદે સંકળાયેલી હોય કે
તેઓ એકબીજાના ધંધામાં અરસપરસ હિત ધરાવતા હોય. જો એમ હોત
તો, બીજા ભાગમાંની "સંબંધિત" અભિવ્યક્તિ બિનવ્યવહારુ બની રહશે, કારણ કે, પ્રથમ ભાગમાંની "વ્યક્તિ"ની અભિવ્યક્તિમાં સંબંધીનો
સમાવેશ થઇ જશે. આમ, "સંબંધીઓ" એ "વ્યક્તિઓ" પણ હોઇ શકે કે
જેઓ કરદાતા સાથે એટલી હદે સંકળાયેલા છે કે તેઓ એકબીજાના
ધંધામાં પરસ્પર હિત ધરાવે છે. વિધાનમંડળે કાયદેસરતા બાબતના
પરીક્ષણ થકી, વધુ કહ્યા સિવાય, તમામ સંબંધીઓની સૂચિનો સમાવેશ
કરવા "સંબંધીત વ્યક્તિઓ"ના અર્થનું વિસ્તૃતીકરણ કર્યું છે. તેવી જ
રીતે, કાયદેસરતાનું પરીક્ષણ લાગૂ પાડી, પેટાકંપની પર હોલ્ડિંગ
કંપનીનો અંકુશ હોવાની રૂએ હોલ્ડિંગ કંપની (ધારણકર્તા કંપની) અને
પેટાકંપનીને પણ સમાવવામાં આવ્યા છે.
અમે તે દર્શાવ્યું છે કે, કરદાતાએ દલીલ કરી છે કે, સંબંધી ન હોય તેવી
વ્યક્તિઓ દ્વારા શો વોલેસ એન્ડ કાું.ને તે જ/તેવાં ઉત્પાદનો વેચવા
માટેની કિંમત શો વોલેસે ડિટર્જન્ટ ઇન્ડિયા લિ.ને ચુકવેલ કિંમત કરતાં
પણ ઓછી છે. આવો કેસ હોઇ, તે સ્પષ્ટ છે કે, હાલના તથ્યો અનુસાર
શો વોલેસ અને ડિટર્જન્ટ ઇન્ડિયા લિમિટેડ વચ્ચે કિંમતને નીચી
રાખવાની કોઇ "ગોઠવણ" નથી, જે અન્યથા હાથ-છેટેના અંતરે હોય.
ઉપર દર્શાવ્યા મુજબ, કમિશનર સમક્ષ આ હકીકત વ્યક્તપણે રજૂ
કરવામાં આવી હોવા છતાં, કમિશનરના હુકમમાં આ હકીકત આધારિત
કોઈ તારણ નથી. "
૧૪. સેન્ટ્રલ એક્સાઇઝ કમિશનર, ઔરંગાબાદ વિ. ગુડયર સાઉથ એશિયા
ટાયર્સ પ્રા. લિ. અને અન્યો6
નો ચુકાદો દાર્શનિક છે. કરદાતા કે જે ગુડયર અને
સીએટનું સંયુક્ત સાહસ (કે જેમાં બંનેનો સરખો હિસ્સો હતો) હતું તેણે ગુડયર
અને સીઆટ બંને પાસેથી નોંધપાત્ર રકમના નાણાં ઉધાર લીધા હતા. પાછળથી, સીઆટે તેનો સંપૂર્ણ હિસ્સો ગુડયરને તબદીલ કર્યો હતો. મહેસૂલ સત્તાએ આક્ષેપ
કર્યો હતો કે કરદાતા અને ગુડયર સંબંધિત વ્યક્તિઓ હતા, જેને આ અદાલતે
નકાર્યો હતો:
"૭. 'એકબીજાના વ્યવસાયમાં' અભિવ્યક્તિ સ્પષ્ટપણે સૂચવે છે કે બે
વ્યક્તિઓને સંબંધિત વ્યક્તિ ગણવા માટે બંને વ્યક્તિઓનું હિત
અરસપરસનું, એટલે કે પહેલામાં બીજાનું અને બીજામાં પહેલાનું, હોવું
જોઈએ.
૮. અમે જ્યુડિશીયલ મેમ્બરના હુકમમાં જોયું છે કે, કરદાતા કંપનીને
બે કંપનીઓએ રૂ. ૮૫.૬૬ કરોડની લોન આપી હોવાનો એકમાત્ર આધાર
કરદાતા અને ખરીદીકર્તાઓ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવા માટે પૂરતા
6 (૨૦૧૫) ૧૧ એસ.સી.સી. ૬૪૬
માનવામાં આવ્યા હતા. તે માત્ર વન-વે ટ્રાફિક દર્શાવે છે, જ્યારે
જરૂરિયાત ટુ-વે ટ્રાફિકની છે. અમારા મતે, અન્ય એક સભ્યે યોગ્ય જ
ઠેરવ્યું હતું કે, અરસપરસનું હિત હોવાનું દર્શાવવા માટેનું આ પરિબળ હોઇ
શકે નહિ.
૧૫. ફરી થી, ક્વોલિટી આઈસ્ક્રીમ (સુપ્રા) માં, અદાલતે બે વ્યક્તિઓ, એટલે
કે કરદાતા અને ખરીદીકર્તા,ના વ્યવસાયિક હિતોની અરસપરસની નિર્ભરતા અને
પારસ્પરિકતા પર ભાર મૂક્યો હતો:
"અહીં ઉપર ઉલ્લેખિત નિર્ણયોના વિશ્લેષણ પરથી, એવું જણાય છે કે, સામેલ દરેક પક્ષકારનું એકબીજાના ધંધામાં પ્રત્યક્ષ કે પરોક્ષ હિત હોવું એ
મહત્વપૂર્ણ છે. જેના આધારે અને અહીં ઉપરોક્ત ઉલ્લેખિત સિદ્ધાંતોને લાગુ
કરીને, તેઓ 'સંબંધિત વ્યક્તિઓ' છે કે કેમ તે અંગેનો દ્રષ્ટિકોણ લેવા
સબબ મેસર્સ ક્વોલિટી આઈસ્ક્રીમ અને
બી.બી.એલ.આઈ.એલ./એચ.એલ.એલ. વચ્ચેના કરારના સંબંધિત
ક્લોઝીસ નીચે મુજબ છે.
* * * * * * * * * * * * *
કોઇ ડિસ્ટ્રીબ્યુટર કે ઉત્પાદકના સંબંધથી આગળ, અરસપરસની
નિર્ભરતા અને પાસ્પરિકતા મહત્વના છે કે જેથી, પક્ષકારો 'સંબંધિત
વ્યક્તિઓ' છે કે કેમ તેની વિચારણા કરી શકાય. હકીકતોને આધારે તે
નોંધવામાં આવે છે કે, મેસર્સ ક્વોલિટી આઈસ્ક્રીમ અને
બી.બી.એલ.આઈ.એલ./એચ.એલ.એલ. વચ્ચેનો સંબંધ અનિવાર્યપણે
એકતરફી છે અને હકીકતો તેવું સૂચવતી નથી કે તે સંબંધથી પ્રત્યેકને
એકબીજાના ધંધામાં પ્રત્યક્ષ કે પરોક્ષ હિત છે."
૧૬. બીજી બાજુ, જો કોઇએ તે વિચારણા કરવી હોય કે કયા ઘટકો
આંતરસંબંધ બનાવે છે, તો સુપ્રિમ વૉશર્સ પ્રા. લિ. વિ. સેન્ટ્રલ એક્સાઇઝ
કમિશ્નર, પૂણે7
નો ચુકાદો દાર્શનિક છે. કરદાતા અને ખરીદીકર્તા કાચા માલની
ખરીદીની એક જ પ્રક્રિયામાં સામેલ હતા; તેમનાં સ્ટોક એકાઉન્ટિંગ અને
આયોજન એક જ હતા અને ઉત્પાદન કામગીરીમાં અરસપરસની નિર્ભરતા હતી.
આ અદાલતે ઠેરવ્યું હતું કે, કાચામાલ અને અર્ધ-તૈયાર માલનો કોમન સ્ટોક, ત્રણ એકમો વચ્ચે મશીનરીનો કોમન ઉપયોગ, માર્કેટિંગની કોમન ગોઠવણ અને
ત્રણ એકમો મધ્યે નાણાંની અવિરત આપ-લે, આ તમામ પરિબળો સાથે મળી
કરદાતાના આંતરિક સંબંધો અને ત્રણે એકમોની એકબીજા પરની નિર્ભરતા
પૂરવાર કરે છે.
૧૭. હાલના કેસમાં, નિઃશંકપણે એગ્રેવો એસ.એ./એવેન્ટિસ ક્રોપસાયન્સ
એસ.એ. એવેન્ટિસ ક્રોપસાયન્સ (ઇન્ડિયા) લિ. (ખરીદનાર)માં સમગ્ર શેરમૂડી
ધરાવે છે. તે બી.આઇ.એલ.માં પણ શેરધારક છે. તેના તમામ ઉત્પાદનો
એવેન્ટિસ ક્રોપસાયન્સ (ઇન્ડિયા) લિ.ને વેચવામાં આવી રહ્યા છે. જો કે, આ
એવું દર્શાવતું નથી કે, બી.આઇ.એલ.ને એવેન્ટિસ ક્રોપસાયન્સ (ઇન્ડિયા)
લિમિટેડના કામકાજમાં કોઈ ધંધાકીય-હિત કે હિત છે, ન તો તેનાથી વિપરીત, એવેન્ટિસ ક્રોપસાયન્સ (ઇન્ડિયા) લિમિટેડને બી.આઇ.એલ.માં પ્રત્યક્ષ કે
પરોક્ષ રીતે આવું કોઈ હિત છે. પક્ષકારો પરસ્પર સંબંધી હતા કે કેમ તેની તપાસ
કરવામાં મહેસૂલની ચિંતા વાજબી હોઈ શકે છે; જો કે, યોગ્ય પરિક્ષણ લાગૂ
7 (૨૦૦૩) ૧ એસ.સી.સી. ૧૪૨
પાડ્યા સિવાય, કલમ ૪(૪)(સી) હેઠળ વિચારણા કરાયેલ સંબંધી વ્યક્તિઓ
બાબતના નિષ્કર્ષ પર આવવું જોઇતું નહોતું. વધુમાં, મહેસૂલ સત્તા સમક્ષ
દસ્તાવેજોના સ્વરૂપમાં સામગ્રી હતી, જે પ્રોફીટ-માર્જિન ઊંચું બતાવતી હોવાનું
દર્શાવતી હતી તેમજ, જો ખરેખર વેચેલ માલની પડતર નીચી રાખી હતી કે ઉક્ત
માલ કે તેનાં જેવાં જ માલની બજારકિંમત સાથે સરખામણી થઈ શકે તેમ હતી કે
કેમ, તે સબબના હેતુસરના અન્ય પૂરાવા હતા. બજારમાં માલની કિંમત તે
માલની કિંમત કરતાં ઓછી હોવા અંગેનું કોઈ તારણ નથી.
૧૮. ઉપરોક્ત ચર્ચાની દ્રષ્ટિએ, તે તારવવું રહ્યું કે, કરદાતાને સંબંધિત વ્યક્તિ
તરીકે ગણાવીને, જે મૂલ્ય પર માલ વેચવામાં આવ્યો હતો તેને નકારી કાઢવાનો
મહેસૂલ સત્તાનો નિર્ણય ભૂલભરેલો હતો. આ જ કારણોસર, તે ઠેરવવામાં આવે
છે કે, વાદગ્રસ્ત હુકમ ટકવાપાત્ર નથી; તેને રદબાતલ કરવામાં આવે છે. અપીલ
મંજૂર કરવામાં આવે છે, પરંતુ, સંજોગો ધ્યાને લેતાં, ખર્ચ અંગે કોઇ હુકમ નથી. ............. ન્યાયમૂર્તિ
[એસ. રવિન્દ્ર ભાટ] ............ ન્યાયમૂર્તિ
[દીપાંકર દત્તા]
નવી દિલ્હી, ૨૨ માર્ચ, ૨૦૨૩.
----------------------------------------------
:
DISCLAIMER The translated judgements in vernacular language is meant for the restricted use of the litigant to
/ understand it in his her language and may not be used for
. , any other purpose For all practical and official purposes the
English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and implementation.
JUDGMENT