Jermaine Capital LLC Dubai v. Central Bureau of Investigation

Supreme Court of India · 09 May 2023
Krishna Murari; Sanjay Kumar
Criminal Appeal No. _____ / 2023 @ SLP (Crl) No. 9134/2018
criminal appeal_allowed Significant

AI Summary

The Supreme Court held that freeze orders and bank guarantee conditions imposed on a foreign investor not involved in the criminal investigation are unsustainable and must be lifted, allowing repatriation of funds.

Full Text
Translation output
:
DISCLAIMER The translated judgements in vernacular language is meant for the restricted use of the litigant to
/ understand it in his her language and may not be used for
. , any other purpose For all practical and official purposes the
English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and
. implementation
----------------------------------------------
અહેવાલયોગ્ય
ભારતની સર્વોચ્ચ અદાલત સમક્ષ
ફોજદારી અપીલીય હકૂમતક્ષેત્ર
ફોજદારી અપીલ નં. _____ / ૨૦૨૩
(@સ્પેશિયલ લીવ પિટિશન (ક્રિ.) ૯૧૩૪/૨૦૧૮)
મેસર્સ જર્માઇન કેપિટલ એલ.એલ.સી. દુબઇ ... અપીલકર્તા(ઓ)
વિરુદ્ધ
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને અન્યો ....સામાવાળા(ઓ)
ચુકાદો
ન્યાયમૂર્તિ કૃ ષ્ણા મુરારી
પરવાનગી આપવામાં આવી
૨. હાલની અપીલ અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટ (હવે પછી અત્રે
"હાઇકોર્ટ" તરીકે ઉલ્લેખિત) ના ફોજદારી અરજી નં. ૬૦૨/૨૦૧૩ માં
તા.૧૬/૦૮/૨૦૧૮ના રોજના આખરી હુકમ અને ચુકાદામાંથી ઉદ્ભવી છે.
તથ્યો
Page No. 1/8
૩. હાલની અપીલના હેતુ સબબ સંબંધિત સંક્ષિપ્ત હકીકતો એવી છે કે, અપીલકર્તા કંપની વિદેશી સંસ્થાકીય રોકાણકાર છે અને ભારતીય પ્રતિભૂતિ અને
વિનિમય બોર્ડ (ટૂંકમાં 'સેબી’) દ્વારા તેને ભારતના શેર્સબજારમાં શેર્સ અને
સિક્યુરીટીઝની લે-વેચ કરવાની મંજૂરી આપવામાં આપી હતી. જોકે, અમુક
મુકદ્દમાઓને કારણે અપીલકર્તા કંપનીએ વર્ષ ૨૦૦૬માં ભારતીય બજારોમાં
વેપાર બંધ કરી દીધો હતો. એ નોંધવું અગત્યનું છે કે, આ સમયે અપીલકર્તા
કંપની પાસે તેનાં આઈ.સી.આઈ.સી.આઈ. બેંકના ખાતામાં શેર્સ અને નાણાં હતા.
૪. ત્યારબાદ, અપીલકર્તા કંપનીને ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ ૧૦૨
હેઠળના બે ફ્રીઝ ઓર્ડર્સ (બેંક ખાતાં ફ્રીઝ કરવાના હુકમ)નો સામનો કરવો પડ્યો
હતો. અપીલકર્તા કંપની વિરુદ્ધ પ્રથમ ફ્રીઝ ઓર્ડર તા.૨૦/૧૦/૨૦૦૬ ના રોજ
લાદવામાં આવ્યો અને બીજો ફ્રીઝ ઓર્ડર તા.૧૭/૦૮/૨૦૧૦ ના રોજ
લાદવામાં આવ્યો હતો. આ ઉપરોક્ત ફ્રીઝ ઓર્ડર્સ, જેની નીચે વિગતવાર ચર્ચા
કરવામાં આવી છે, અપીલકર્તા કંપની સામે આરોપ કરાયેલ ગુનાની તપાસની
આવશ્યકતાને આધારે લાગૂ કરવામાં આવ્યા હતા. આ તબક્કે, એ નોંધવું રહ્યું કે, આરોપ કરાયેલ ગુનાની ઉપરોક્ત તપાસ કોઇક ધર્મેશ દોશી સામે શરૂ કરવામાં
આવી હતી, જે અપીલકર્તા કંપની સાથે કોઇપણ રીતે સંબંધિત નહોતો તેમજ તે
ક્યારેય અપીલકર્તા કંપનીમાં કર્મચારી/શેરધારક/નિર્દેશક અથવા અપીલકર્તા
કંપનીમાં મહત્વપૂર્ણ વહીવટી વ્યક્તિ નહોતો.
Page No. 2/8
૫. જ્યાં સુધી પ્રથમ ફ્રીઝ ઓર્ડરને લાગેવળગે છે, જ્યારે પ્રથમ ફ્રીઝ ઓર્ડર
અમલી હતો, ત્યારે આ અદાલતે તા.૦૫/૧૨/૨૦૦૮, ૧૪/૦૫/૨૦૦૯, ૧૬/૧૧/૨૦૦૯ અને ૧૭/૦૮/૨૦૧૦ ના હુકમો અન્વયે અપીલકર્તા
કંપનીને તેના ખાતામાંના શેર્સ વેચવાની, તેને રોકડમાં રૂપાંતરિત કરવાની અને, વ્યાજ સહિત, પ્રાપ્ત થયેલા ભંડોળને, બેંક ગેરંટી વિના, પોતાના દેશમાં લઇ
જવાની મંજૂરી આપી હતી. ઉપરોક્ત હુકમોના સંદર્ભમાં, અપીલકર્તા કંપની
રુ.૪૨.૫૧ કરોડ, કોઇ પણ બેંક ગેરંટી વગર, પોતાના દેશમાં લઇ ગઇ હતી.
૬. આથી, અમારી સમક્ષ જે મુદ્દો છે, તે બીજા ફ્રીઝ ઓર્ડર પૂરતો મર્યાદિત છે.
હાલના સામાવાળા દ્વારા પસાર કરવામાં આવેલ તા.૧૭/૦૮/૨૦૧૦ના રોજના
બીજા ફ્રીઝ ઓર્ડરથી, હાલની અપીલકર્તા કંપનીને, સિક્યુરિટીઝ એપલેટ
ટ્રીબ્યુનલના તા.૦૮/૦૫/૨૦૦૬ના રોજના હુકમ અન્વયે મેળવેલ, રુ.૩૮.૫૨
કરોડ સ્વદેશ પરત લઇ જતાં અટકાવવામાં આવી હતી.
૭. વ્યથિત થયેલ અપીલકર્તા કંપની રાહત માટે આ અદાલત સમક્ષ આવી
અને આ અદાલતે, તા.૧૨/૧૦/૨૦૧૧ના રોજના હુકમથી, અપીલકર્તા
કંપનીને ઉપરોક્ત માંગણી સબબ ટ્રાયલ કોર્ટ સમક્ષ જવાની છ
ૂ ટ આપી હતી.
Page No. 3/8
૮. ત્યારબાદ, એ હકીકતની પૂરતી નોંધ લીધા પછી કે, આ અદાલતે
અપીલકર્તા કંપનીને તા.૦૨/૧૧/૨૦૧૨ના રોજના હુકમ અન્વયે રુ.૪૨.૫૧
કરોડ સ્વદેશ પરત લઇ જવાની મંજૂરી આપી હતી, વિદ્વાન ટ્રાયલ કોર્ટે ઠેરવ્યું હતું
કે, અપીલકર્તા કંપની રુ.૩૮.૫૨ કરોડ સ્વદેશ પરત લઇ જવાને હકદાર છે, જોકે, આવો વિનિયોગ ઉપાડવા માંગેલી રકમની સમકક્ષની બેંક ગેરંટીને આધિન
રહે.
૯. બેંક ગેરંટીની ઉપરોક્ત શરત લાદવાથી વ્યથિત થયેલ અપીલકર્તા કંપની
હાઈકોર્ટ સમક્ષ આવી હતી. જોકે, તા.૧૬/૦૮/૨૦૧૮ના રોજના વાદગ્રસ્ત
હુકમથી, હાઈકોર્ટે બેંક ગેરંટીની શરત લાદવાનો પુનરોચ્ચાર કર્યો હતો. આથી, અપીલકર્તા કંપનીએ વાદગ્રસ્ત હુકમ અને ચુકાદા સામે હાલની અપીલ દાખલ કરી
છે.
વિશ્લેષણ
૧૦. અમે પક્ષકારો વતી હાજર વિદ્વાન કાઉન્સેલને સાંભળ્યા. જો કે, એ નોંધવું
રહ્યું કે, નોટીસની બજવણી થઇ હોવા છતાં, સામાવાળા નં. ૨, આઈ.સી.આઈ.સી.આઈ. બેંકે હાજર ન રહેવાનું પસંદ કર્યું છે.
Page No. 4/8
૧૧. અમારો અભિપ્રાય છે કે, તાબાની અદાલતો દ્વારા લેવામાં આવેલ
નિર્ણયોના સરળ વાંચન માત્રથી એ જણાય છે કે, અપીલકર્તા કંપની સાથે
કથિતપણે સંલગ્ન કોઇક ધર્મેશ દોશી સામેની ફોજદારી કાર્યવાહી ચાલુ હોવાના
એકમાત્ર આધાર પર બેંક ગેરંટી લાદવાની શરત અને સામાવાળા દ્વારા પસાર
કરવામાં આવેલ ફ્રીઝ ઓર્ડર્સ કરવામાં આવ્યા હતા.
૧૨. રેકોર્ડ પરના દસ્તાવેજોના અધ્યયન દરમ્યાન, અમારા ધ્યાને આવ્યું છે કે, ઉક્ત ધર્મેશ દોશી, કે જેના આધાર પર બેંક ગેરંટીની શરત લાદવામાં આવી હતી, તેને હવે ટ્રાયલ કોર્ટ દ્વારા આક્ષેપિત ગુનાઓમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે.
એ નોંધવું પણ અગત્યનું છે કે, આક્ષેપિત ગુનામાંથી ડિસ્ચાર્જ કરાયેલા ઉક્ત
ધર્મેશ દોશી ક્યારેય અપીલકર્તા કંપનીમાં કર્મચારી/શેરધારક/નિર્દેશક અથવા
મુખ્ય વહીવટી વ્યક્તિ નહોતા.
૧૩. ઉક્ત ધર્મેશ દોશી હાલના અપીલકર્તા કંપની સાથે કોઈ પણ રીતે જોડાયેલા
ન હોઇ, તેમની સામે જે ટ્રાયલ ચલાવવામાં આવેલ, તે તેમની વ્યક્તિગત
ક્ષમતામાં હતી અને અપીલકર્તા કંપની વતી તે પરોક્ષરીતે નહોતી.
૧૪. આવા સંજોગોમાં, કે જ્યાં અપીલકર્તા કંપની અને આરોપી ધર્મેશ દોશી બે
અલગ અલગ વ્યક્તિઓ છે અને અપીલકર્તા કંપની કોઈ પણ રીતે સંબંધિત
Page No. 5/8
તપાસ સાથે સંકળાયેલી નથી, અપીલકર્તા કંપની વિરુદ્ધ લાગૂ કરવામાં આવેલ
ફ્રીઝ ઓર્ડર કાયદેસર ટકવાપાત્ર નથી.
૧૫. વધુમાં, એ પણ નોંધવું રહ્યું કે, આજદિન સુધી, ઉપરોક્ત ધર્મેશ દોશી
જેમાં આરોપી છે, તે એફ.આઈ.આર. કે ચાર્જશીટમાં હાલની અપીલકર્તા કંપનીને
નામજત કરવામાં આવી નથી. એ પણ નોંધવું રહ્યું કે સામાવાળા સી.બી.આઇ.
વતી હાજર વિદ્વાન કાઉન્સેલ શ્રી શૈલેષ મડિયાલે, તેમને મળેલી સૂચનાના
આધારે, અમારી સમક્ષ ખુલ્લી અદાલતમાં નિવેદન કર્યું છે કે, હાલના વિવાદ
સબબની અપીલકર્તા કંપની વિરુદ્ધની કોઇપણ ફોજદારી કાર્યવાહી પડતર નથી.
૧૬. આવા સંજોગોમાં, જો અમે એવું માની પણ લઇએ કે, આરોપી ધર્મેશ
જોશીને ડિસ્ચાર્જ કરવાના નિર્ણયને આગળ જતાં પલટવામાં આવે અને તેને
તકસીરવાન ઠરાવવામાં આવે, તો પણ આવી તકસીરવારીની હાલની અપીલકર્તા
કંપનીની મિલ્કતો પર કોઇ અસર થશે નહિ, કેમ કે, અપીલકર્તા કંપની સામે
સદરહુ ગુનામાં ભાગ હોવાનો કોઇ આરોપ નથી.
૧૭. અપીલકર્તા કંપની આક્ષેપિત ગુના સાથે સંકળાયેલી ન હોઇ, તેમજ
એફ.આઈ.આર. કે ચાર્જશીટમાં નામજત કરાઇ ન હોઇ, અપીલકર્તા કંપનીની
Page No. 6/8
મિલકતો સામેનો ફ્રીઝ ઓર્ડર બિનજરૂરી છે, કારણ કે અપીલકર્તા કંપની પોતે જ
તપાસના નિષ્કર્ષ માટે જરૂરી નથી.
૧૮. અમારા ધ્યાનમાં એ પણ આવ્યું છે કે, ફ્રીઝ ઓર્ડર ૧૭ વર્ષના
સમયગાળાથી લાગૂ છે અને તેનાથી અપીલકર્તા કંપનીને ભારે નુકસાન પણ થયું
છે. ફ્રીઝ ઓર્ડરનો હેતુ, અને ફ્રીઝ ઓર્ડરના વિસ્તૃતીરણમાં બેંક ગેરંટી, માત્ર
આરોપ કરાયેલ ગુનાની તપાસમાં મદદરૂપ થવા માટે જ હોઈ શકે છે. ઉપર ચર્ચા
કરવામાં આવી તે મુજબ, અપીલકર્તા કંપની સામેની તપાસ બિનજરૂરી હોઇ, અપીલકર્તા કંપનીની અસ્કયામતો અને ફ્રીઝ ઓર્ડરના વિસ્તૃતીકરણમાં લાદવામાં
આવેલી બેંક ગેરંટી પણ બિનજરૂરી બની જાય છે.
૧૯. ઉપરોક્ત તથ્યો અને ચર્ચાના પ્રકાશમાં, અપીલકર્તા પર તાબાની અદાલતો
દ્વારા બેંક ગેરંટી આપવાની જે શરત લાદવામાં આવી છે, તે ટકવાપાત્ર ન હોઇ, તેને રદ કરવામાં આવે છે.
૨૦. હાલના વાદગ્રસ્ત હુકમો તેટલાં પૂરતાં સુધારવામાં આવે છે અને તે મુજબ, અપીલ ગ્રાહ્ય રાખવામાં આવે છે.
Page No. 7/8
૨૧. પરિણામે, અપીલકર્તાને, તા.૦૮/૦૫/૨૦૦૬ થી વાસ્તવિક ચુકવણીની
તારીખ સુધીના ગાળા માટે ૪ ટકાના સાદા વ્યાજ સહિત ચુકવણીપાત્ર, ઉપરોક્ત
રકમ ઉપાડવાની મંજૂરી રહેશે. ........................., ન્યાયમૂર્તિ
[કૃ ષ્ણા મુરારી] ........................., ન્યાયમૂર્તિ
[સંજય કુમાર]
નવી દિલ્હી
૦૯ મે ૨૦૨૩
---------------------------------------
:
DISCLAIMER The translated judgements in vernacular language is meant for the restricted use of the litigant to
/ understand it in his her language and may not be used for
. , any other purpose For all practical and official purposes the
English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and
. implementation
Page No. 8/8
JUDGMENT