Shilpa Shailesh v. Varun Srinivasan

Supreme Court of India · 01 May 2023
Sanjay Kishan Kaul; Sanjeev Khanna; Abhay S. Oka; Vikram Nath; J. K. Maheshwari
Transfer Petition (Civil) No. 1118 of 2014
family appeal_allowed Significant

AI Summary

The Supreme Court held that it can waive or reduce the six-month waiting period for divorce by mutual consent under Article 142, granting complete justice in matrimonial disputes even if one spouse does not consent.

Full Text
Translation output
:
DISCLAIMER The translated judgements in vernacular language is meant for the restricted use of the litigant to
/ understand it in his her language and may not be used for
. , any other purpose For all practical and official purposes the
English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and
. implementation
અહેવાલયોગ્ય
ભારતની સર્વોચ્ચ અદાલત સમક્ષ
સિવિલ ઓરિજીનલ જ્યુરીડીક્શન
ટ્રાન્સફર પિટીશન (સિવિલ) નં. ૧૧૧૮/૨૦૧૪
શિલ્પા શૈલેષ ... યાચિકાકર્તા
વિરુદ્ધ
વરુણ શ્રીનિવાસન .... સામાવાળા
સહ
ટ્રાન્સફર પિટીશન (ફોજદારી) નં. ૯૬/૨૦૧૪
ટ્રાન્સફર પિટીશન (ફોજદારી) નં. ૩૩૯/૨૦૧૪
ટ્રાન્સફર પિટીશન (ફોજદારી) નં. ૩૮૨/૨૦૧૪
ટ્રાન્સફર પિટીશન (ફોજદારી) નં. ૪૬૮/૨૦૧૪
અને
ટ્રાન્સફર પિટીશન (દીવાની) નં. ૧૪૮૧-૧૪૮૨/૨૦૧૪
ચુકાદો
ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના
પૃષ્ઠભૂમિ
નીચે દર્શાવ્યા મુજબ, આ બંધારણીય ખંડપીઠ સમક્ષ જે મુદ્દાઓ છે
તે મુખ્યત્વે ટ્રાન્સફર પીટીશન (સિવિલ) નં. ૮૯૯/૨૦૦૭, નીતિ
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 1/72
માલવીય વિરુદ્ધ રાકેશ માલવીયા, માં થયેલ તા.૧૨/૦૫/૨૦૧૦ના
હુકમ માંથી ઉદ્ભવ્યા છે, જેમાં બે ન્યાયાધીશોની ખંડપીઠે અંજના કિશોર
વિ. પુનીત કિશોર1
અને મનીષ ગોયલ વિ. રોહિણી ગોયલ2
માં લેવામાં
આવેલ દ્રષ્ટિકોણ પર શંકા વ્યક્ત કરી હતી કે, ભારતના બંધારણના
અનુચ્છેદ-૧૪૨ હેઠળની સત્તાઓનો ઉપયોગ કરી, આ અદાલત હિન્દુ
લગ્ન અધિનિયમ, ૧૯૫૬3
ની કલમ-૧૩(બી)ની પેટાકલમ (૨)માં
નિર્દિષ્ટ બીજી દરખાસ્ત રજૂ કરવા માટેનો છ મહિનાનો સમયગાળો ઘટાડી
કે માફ કરી શકે નહિ. આ અદાલત, કેટલાંક ઉચ્ચ ન્યાયાલયો અને અમુક
રાજ્યોમાં ફેમિલી કોર્ટ્સ પણ, જ્યાં જીવનસાથીઓના સહજીવનની કોઇ
શક્યતા ન હોય તેવા કિસ્સાઓમાં બીજી દરખાસ્ત રજૂ કરવા માટેના છ
મહિનાનો સમયગાળો માફ કે તેમાં ઘટાડો કરી રહી હોવાનું ધ્યાને
આવતાં, નીચે મુજબનો પ્રશ્ન સુસ્પષ્ટપણે ફેંસલ કરવા અને ભવિષ્યના
માર્ગદર્શન સબબ ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠ સમક્ષ લાવવામાં આવ્યો
હતો:
"(૧) શું હિંદુ લગ્ન અધિનિયમ, ૧૯૫૫ની કલમ ૧૩-બીની પેટાકલમ
(૨) માં નિર્દિષ્ટ સમયગાળાને આ અદાલત બંધારણના
અનુચ્છેદ-૧૪૨ હેઠળની તેની હુકુમતનો ઉપયોગ કરીને માફ કરી
શકે કે ઘટાડી શકે?"
1 (૨૦૦૨) ૧૦. એસ.સી.સી. ૧૯૪. આ ચુકાદો ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠ દ્વારા આપવામાં આવ્યો છે.
2 (૨૦૧૦) ૪. એસ.સી.સી. ૩૯૩.
3 ટૂંકમાં 'હિન્દુ લગ્ન અધિનિયમ’
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 2/72
જો કે, ટ્રાન્ફર પીટીશન (સિવિલ) નં. ૮૯૯/૨૦૦૭ના પક્ષકારોએ
પરસ્પર સંમતિથી તેમનો લગ્ન વિચ્છેદ કરતાં, આ પ્રશ્ન ક્યારેય ફેંસલ થઇ
શક્યો નહોતો.
૨. ટ્રાન્સફર પીટીશન (સિવિલ) નં. ૧૧૧૮/૨૦૧૪4
, શિલ્પા શૈલેષ વિ.
વરુણ શ્રીનિવાસન, માં બે ન્યાયાધીશોની ખંડપીઠે તારીખ
૦૬/૦૪/૨૦૧૫5
ના રોજના હુકમ અન્વયે નીચેના મુદ્દાઓ સબબ
દલીલો રજૂ કરવા ભારતના એટર્ની જનરલને નોટીસ ઇશ્યુ કરી હતી:
"૧. જ્યાં સુધી હિન્દુ લગ્ન અધિનિયમ, ૧૯૫૫ની કલમ-૧૩બી હેઠળ
નિર્દિષ્ટ સમયગાળાને માફ કરવાને સંબંધ છે, ભારતના
બંધારણના અનુચ્છેદ-૧૪૨ હેઠળની આ અદાલતની સત્તાનો
વ્યાપ અને વિસ્તાર.
૨. છ
ૂ ટાછેડા મંજૂર કરવાની એક શરત તરીકે લગ્નમાં કદી સુધરી જ ન
શકે તેવા ભંગાણને કાનૂની રીતે સમાવવા બાબત સરકારનું વલણ.
૩. ઉદ્ભવતાં એવાં અન્ય કોઇપણ પ્રાસંગિક કે આનુસંગિક મુદ્દાઓ
પણ વિદ્વાન એટર્ની જનરલ દ્વારા સંબોધવામાં આવે."
4 ટ્રા.પી. (ફો.) નં. ૯૬/૨૦૧૪, ટ્રા.પી. (ફો.) નં. ૩૩૯/૨૦૧૪, ટ્રા.પી. (ફો) નં. ૩૮૨/૨૦૧૪, ટ્રા.પી.
(ફો.) નં. ૪૬૮/૨૦૧૪, ટ્રા.પી.(દી.) નં. ૧૪૮૧-૧૪૮૨/૨૦૧૪ સાથે ટેગ કરવામાં આવેલ.
5 ટ્રા.પી.(દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ સાથે ટ્રા.પી. (ફો.) નં. ૩૮૨/૨૦૧૪, ટ્રા.પી. (ફો.) નં. ૪૬૮/૨૦૧૪
અને ટ્રા.પી. (દી.) નં. ૧૪૮૧-૧૪૮૨/૨૦૧૪.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 3/72
૩. ભારતના એટર્ની જનરલે તેમની લેખિત રજૂઆતના ફકરા-૫માં બે
વધારાના કાનૂની પ્રશ્નો સૂચવ્યા હતા, જે નીચે મુજબ છેઃ
"ઉપરોક્ત કેસીસમાં નામદાર અદાલતના નિર્ણયો સબબ નામદાર
અદાલતનો એ દ્રષ્ટિકોણ કે, "લગ્નમાં કદી સુધરી જ ન શકે તેવાં
ભંગાણ"ના આધારે, તેમજ વિધાનમંડળની વિચારણામાં ન હોય
તેમ છતાં છ
ૂ ટાછેડા મંજૂર કરી શકવાની બાબત બંધારણીય
ખંડપીઠની વિચારણાં માંગી લે છે.
તે જ પ્રમાણે, હિંદુ લગ્ન અધિનિયમ, ૧૯૫૫ની કલમ ૧૩-બીની
પેટા-કલમ (૨) માં નિર્દિષ્ટ સમયગાળાને આ અદાલત દ્વારા
બંધારણના અનુચ્છેદ-૧૪૨ હેઠળની તેની હુકુમતનો ઉપયોગ
કરીને માફ અથવા ઘટાડી શકાય છે કે કેમ તે મુદ્દો પણ બંધારણીય
બેન્ચની વિચારણા માંગી લે છે."
૪. બે ન્યાયાધીશોની ખંડપીઠના, ભારતના બંધારણના અનુચ્છેદ-૧૪૨
હેઠળના હુકુ મક્ષેત્રનો ઉપયોગ કરતાં, પરસ્પર સંમતિથી છ
ૂ ટાછેડા મંજૂર
કરી લગ્ન વિચ્છેદ કરતાં તારીખ ૦૬/૦૫/૨૦૧૫6
ના રોજના હુકમથી
ટ્રાન્સફર પીટીશન (સિવિલ) નં. ૧૧૧૮/૨૦૧૪ અસરકારકપણે ફેંસલ
થઇ ગઇ હતી. આમ છતાં, ભારતના બંધારણના અનુચ્છેદ-૧૪૨
હેઠળની આ અદાલતની સત્તા અને હુકુમતક્ષેત્રને લાગૂ કરવા બાબત આ
અદાલતના ચુકાદાઓના વિરોધાભાસી રેશિયોને ધ્યાનમાં રાખતાં, આ
અદાલતની બે ન્યાયાધીશોની ખંડપીઠે આંકડાંકીય હેતુઓ સબબ
6 સાથે ટ્રા.પી. (ફો.) નં. ૩૮૨/૨૦૧૪, ટ્રા.પી. (ફો.) નં. ૪૬૮/૨૦૧૪ અને ટ્રા.પી.(દી.) નં. ૧૪૮૧-
૧૪૮૨/૨૦૧૪.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 4/72
ટ્રાન્સફર પીટીશન પડતર રહેવા પર રાખી હતી અને નીચે મુજબના કાનૂની
પ્રશ્નો તૈયાર કર્યા હતા, જે ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે ફેંસલ કરવાના
હતાઃ
"૪. અમારા દ્વારા પસાર કરવામાં આવેલ ઉપરોક્ત હુકમમાં ગમે તે
મજકુર હોવા છતાં, આંકડાકીય હેતુઓ પૂરતી હાલની ટ્રાન્સફર
પીટીશન પડતર રહેશે, કેમ કે, અમારા મતે પતિ અને પત્ની વચ્ચે
થયેલ સમાધાનને પગલે પરસ્પર સહમતિપૂર્વકના છ
ૂ ટાછેડાની
માંગણીથી આ અદાલત સમક્ષ લાવવામાં આવેલ બંધારણના
અનુચ્છેદ-૧૪૨ હેઠળના સત્તાપ્રયોજન અંગે કાંઇક મહત્વ
ધરાવતાં આ મુદ્દાને, મોટી સંખ્યામાં થયેલ વિનંતીઓને ધ્યાને
લેતાં, સંબોધવો જરૂરી છે.
૫. આ પ્રશ્નો નીચે મુજબ છેઃ
"૧. હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૧૩-બી હેઠળ સૂચિત
ફરજીયાત સમયગાળાની રાહ જોવાં પક્ષકારોને ફેમિલી
કોર્ટમાં મોકલ્યા સિવાય સંમતિ ધરાવતાં પક્ષકારો વચ્ચેના
લગ્ન વિચ્છેદ સબબ બંધારણના અનુચ્છેદ-૧૪૨ હેઠળની
સત્તાઓનો ઉપયોગ કરવા માટેના વ્યાપક માપદંડો કયા
હોઇ શકે?"
૨. શું અનુચ્છેદ-૧૪૨ હેઠળના આવાં હુકુમતક્ષેત્રનો ઉપયોગ
બિલકુલ થવો જોઈએ નહીં અથવા આવી કવાયત દરેક
કેસની હકીકતો ધ્યાને લઇ ફેંસલ કરવા પર છોડી દેવી
જોઈએ કે કેમ?"
૫. ત્યારબાદ, તારીખ ૨૯/૦૬/૨૦૧૬ના હુકમથી, આ અદાલતની બે
જજીસની અન્ય એક ખંડપીઠે, ટ્રાન્સફર પીટીશન (સિવિલ) નં.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 5/72
૧૧૧૮/૨૦૧૪ માં ઘડાયેલ પ્રશ્નોના અધ્યયન ઉપરાંત, ભારતના
બંધારણના અનુચ્છેદ-૧૪૫(૩) નો સંદર્ભ કરી અને પ્રદીપ ચંદ્ર અને
અન્યો વિ. પ્રમોદ ચંદ્ર પટનાઇક અને અન્યો7
ના ચુકાદા પર આધાર લેતાં, ટ્રાન્સફર પીટીશન (સિવિલ) નં. ૧૧૧૮/૨૦૧૪ માં ઘડાયેલ પ્રશ્નોને
બંધારણીય ખંડપીઠ8
સમક્ષ મૂકવાની ભારતના એટર્ની જનરલની રજૂઆત
સ્વીકારી. ભારતના એટર્ની જનરલ દ્વારા સૂચવવામાં આવેલા કાયદાના બે
પ્રશ્નો પર વિચારણાં કરવી કે કેમ તે નક્કી કરવાનું બંધારણીય બેંચના
વિવેકાધિકાર પર છોડી દેવામાં આવ્યું હતું.
૬. પક્ષકારોને સાંભળ્યા પછી આ બંધારણીય ખંડપીઠે તારીખ
૨૦/૦૯/૨૦૨૨ના રોજના હુકમમાં કાયદાનો અન્ય એક પ્રશ્ન તૈયાર
કરવાનું ઉચિત માન્યું હતું, જે નીચે મુજબ છેઃ
"અમારુ
ં માનવું છે કે અન્ય એક પ્રશ્ન કે જે વિચારણાંની માંગ કરે
છે, તે એ છે કે, શું ભારતના બંધારણના અનુચ્છેદ-૧૪૨ હેઠળની
સત્તા કોઇપણ રીતે એવી પરિસ્થિતિમાં સમાવિષ્ટ છે કે, જ્યાં
અદાલતના મતે લગ્નમાં કદી સુધારી જ ન શકાય તેવું ભંગાણ થયું
હોય પરંતુ, એક પક્ષકાર શરતો બાબત સહમત થતા ન હોય."
7 (૨૦૦૨) ૧. એસ.સી.સી. ૧.
8 અમે પ્રદીપ ચંદ્ર પરિજા અને અન્યો (સુપ્રા)માં સુસ્પષ્ટ કરાયેલ રેશિયો પર પરીક્ષણ અને ટિપ્પણી કરી રહ્યા
નથી.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 6/72
૭. તદનુસાર, અમારી સમક્ષ વિચારણા માટે નીચે મુજબના મહત્વપૂર્ણ
કાનૂની પ્રશ્નો ઉપસ્થિત થાય છેઃ
(i) ભારતના બંધારણની અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની આ અદાલતની
સત્તા અને હકૂમતનો વિસ્તાર અને વ્યાપ
( ) ii બીજુ ં, પ્રથમ પ્રશ્ન પર આ ખંડપીઠના નિષ્કર્ષોને ધ્યાનમાં રાખીને
અને તેના પર આધાર રાખીને, શું આ અદાલત ટ્રાન્સફર પિટિશન પર
સુનાવણી કરતી વખતે અથવા અન્ય કોઈ કાર્યવાહીમાં, પક્ષકારો વચ્ચેના
સમાધાનને ધ્યાનમાં રાખી, ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧)
હેઠળ સત્તાનો ઉપયોગ કરી શકે છે અને હિંદુ લગ્ન અધિનિયમની કલમ
૧૩-બી હેઠળ નિર્ધારિત સમયગાળા અને પ્રક્રિયા બાબત મુક્તિ આપી, પરસ્પર સંમતિપૂર્વકના છ
ૂ ટાછેડા માટેનું હુકમનામું કરી શકે છે કે કેમ તથા
ઘરેલું હિંસા વિરુદ્ધ મહિલાઓનું સંરક્ષણ અધિનિયમ, ૨૦૦૫9
ફોજદારી
પ્રક્રિયા સંહિતા, ૧૯૭૩10
ની કલમ ૧૨૫ કે ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦11
ની કલમ-૪૯૮એ હેઠળની તેમજ અન્ય જોગવાઈઓ હેઠળની
ફોજદારી કાર્યવાહીને રદ કરી તેનો નિકાલ પણ કરી શકે છે કે કેમ? જો આ
પ્રશ્નનો જવાબ હકારમાં હોય, તો કયા કેસોમાં અને કયા સંજોગોમાં આ
અદાલતે ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની હુકુમતનો
ઉપયોગ કરવો જોઈએ તે નિર્ણય લેવો એ આનુસંગિક મુદ્દો છે.
9 ટૂંકમાં, 'ઘરેલુ હિંસા અધિનિયમ'.
10 ટૂંકમાં, ‘ફો.કા.સં.’.
11 ટૂંકમાં, ‘ફો.દં.સં.’.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 7/72
( ) iii ત્રીજો મુદ્દો, જે નોંધપાત્ર મહત્વ ધરાવે છે, તે એ છે કે જ્યારે લગ્નથી
જોડાયેલ કોઇએક વ્યક્તિ, છ
ૂ ટાછેડાની દાદનો વિરોધ કરતી હોય ત્યારે, લગ્નમાં સંપૂર્ણ અને સુધારી ન શકાય તેવું ભંગાણ સર્જાયું હોય, તો
ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તાનો ઉપયોગ કરી
આ અદાલત છ
ૂ ટાછેડા મંજૂર કરી શકે કે કેમ?
ભારતના બંધારણનો અનુચ્છેદ-૧૪૨(૧)
૮. ભારતના બંધારણનો અનુચ્છેદ-૧૪૨(૧) નીચે મુજબ વંચાણે છે:
“૧૪૨. ઉચ્ચતમ ન્યાયાલયના હુકમનામા અને હુકમો અને
દસ્તાવેજો પ્રગટ કરવાના હુકમો, વગેરેનો અમલ.
(૧) ઉચ્ચતમ ન્યાયાલય પોતાની હુકુમતનો ઉપયોગ કરી
પોતાની સમક્ષ વિચારણા માટે પડતર હોય તેવા કોઇ દાવા કે
બાબતમાં સંપૂર્ણ ન્યાય આપવા માટે પોતાને જરૂરી લાગે તેવું
હુકમનામું અથવા એવો હુકમ કરી શકશે અને એ રીતે કરેલા
હુકમનામાનો અથવા હુકમનો અમલ સંસદે કરેલા કોઇ કાયદાથી કે
કાયદા હેઠળ ઠરાવ્યું હોય એ રીતે કરી શકશે અને તે અર્થે એ રીતની
જોગવાઇ કરવામાં ન આવે ત્યાં સુધી, રાષ્ટ્રપતિ હુકમથી ઠરાવે તે
પ્રમાણે ભારતના સમગ્ર રાજ્યક્ષેત્રમાં અમલ થશે."
આ જોગવાઈ, દેખીતી રીતે અનન્ય છે, કારણ કે વિશ્વના મોટા
ભાગના લેખિત બંધારણોમાં12
તેવી કોઈ સમાનતા નથી, તેનો ઉદભવ
અને અંતઃસ્ફૂરણ ન્યાય, સમાનતા અને શુદ્ધ અંતઃકરણની વર્ષો જૂની
12 બાંગ્લાદેશ અને નેપાળના બંધારણોમાં અનુચ્છેદ ૧૪૨ જેવી જોગવાઇઓ છે, જે સૂચવે છે કે, તેમણે
ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨માંથી પ્રેરણા લીધી છે.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 8/72
વિભાવનાઓથી થયેલ છે. ભારતના બંધારણનો અનુચ્છેદ-૧૪૨(૧)
સર્વોચ્ચ અદાલતને કોઈપણ 'દાવા કે બાબત'માં 'સંપૂર્ણ ન્યાય' કરવાની
બહોળી અને સક્ષમ સત્તા આપતી હોવાનું નોંધપાત્ર છે, કેમ કે, આ
અદાલત દ્વારા આપવામાં આવેલો ચુકાદો પક્ષકારો વચ્ચેના મુકદ્દમાનો
અંત લાવે છે. ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તાના
બહોળા અસરક્ષેત્રને જોતાં, સત્તાનો ઉપયોગ કાયદેસરનો હોવો જોઈએ, અને તેમાં સાવચેતી રાખવી તે અત્યંત જરૂરી છે, જે બંધારણીય સત્તાનું
પ્રયોજન વ્યક્તિવાદી અભિગમ અપનાવવાથી ઉદ્ભવતા જોખમને
ધ્યાનમાં રાખી લેવાનો રહે.
૯. એમ. સિદ્દીક (મૃત) વતી કાનૂની પ્રતિનિધિઓ (રામ જન્મભૂમિ મંદિર
કેસ) વિ. મહંત સુરેશ દાસ અને અન્યો13
માં ભારતના બંધારણના
અનુચ્છેદ ૧૪૨(૧) નું અર્થઘટન કરતાં, આ અદાલતની બંધારણીય બેંચે
સત્તાની રૂપરેખાઓની સીમા નીચે મુજબ જણાવી છે :
“૧૦૨૩. … 'સંપૂર્ણ ન્યાય કરવા માટે જરૂરી તે' અભિવ્યક્તિ વિશાળ
અસરક્ષેત્ર ધરાવે છે અને તેમાં ઇક્વિટીની સત્તાનો સમાવેશ થાય
છે, જે ત્યારે ઉપયોગમાં લેવાય છે, જ્યારે કાયદાની ચુસ્ત
અમલવારી તે ન્યાયિક પરિણામ લાવવા માટે અપૂરતી હોય.
ન્યાયની માંગ સબબ નિષ્પક્ષ અને ન્યાયી ઉકેલ શોધવા માટે માત્ર
સરકારે ઘડેલાં કાયદા જ નહીં, પરંતુ તેમાં સમાવિષ્ટ ન થયું હોય તે
13 (૨૦૨૦) ૧ એેસ.સી.સી. ૧.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 9/72
પણ ધ્યાને લેવું આવશ્યક છે. કાનૂની માળખું સર્વસામાન્ય
શબ્દાવલીઓને અદાલત સમક્ષના કેસની વિશિષ્ટ હકીકતો પર
લાગૂ કરવા પર આધારિત છે. માનવ ઇતિહાસ અને પ્રવૃત્તિની
જટિલતાઓ અનિવાર્યપણે અનન્ય વાદો તરફ દોરી જાય છે. “જેમ
કે આ કેસમાં ધર્મ, ઇતિહાસ અને કાયદાનો સમાવેશ થાય છે -
સ્વાભાવિકપણે, કાયદો તેનો સામનો કરવા માટે અપૂરતો છે. જ્યાં
સરકારે ઘડેલ કાયદો સ્પષ્ટ હોય ત્યાં પણ અનુચ્છેદ-૧૪૨ હેઠળ
સત્તાનું હેતુપૂર્વકનું બહોળું અસરક્ષેત્ર અદાલતને ન્યાયને અનુરૂપ
હુકમ પસાર કરવાની સત્તા આપે છે. કારણ, ન્યાય એ પાયો છે, જે
કોઈપણ કાનૂની સાહસના હેતુને તેના ગંતવ્ય સ્થાને પહોંચાડે છે
અને જેના પર કાયદાના શાસનની કાયદેસરતા ટકી રહે છે.
બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળની ઇક્વિટીની સત્તા સર્વસામાન્ય
અને વિશિષ્ટ વચ્ચેના આંતરછેદ બિંદુને આગળ કરે છે. અદાલતો
સમક્ષ ક્યારેક એવી પરિસ્થિતિઓ હોય કે, જ્યાં કાયદાના મૌનને
અર્થઘટનમાં ઉમેરવાની જરૂર હોય અથવા કાયદાના માનવીય અને
દયાળુ ચહેરાને જાળવી રાખવા માટે તેની ધારની તિક્ષ્ણતાને નરમ
કરવાની જરૂર હોય …"
ઉપરોક્ત અવતરણમાંના શબ્દો કે ‘ભારતના બંધારણના
અનુચ્છેદ-૧૪૨ હેઠળ ઇક્વિટીની સત્તા સર્વસામાન્ય અને વિશેષ
કાયદાઓ વચ્ચેના આંતરછેદ બિંદુને આગળ લાવે છે’ તેને એ રીતે વાંચવું
કે તેનો સંદર્ભ પ્રોફેસર સી.કે. એલન દ્વારા ઇક્વિટીના વર્ગીકરણ14
નો
મુખ્યત્વે બે સ્વરૂપ તરફનો રહે: ( ) i કાયદાના વાસ્તવિક સ્વરૂપથી
14 જુઓ – સી.કે. એલન, લૉ ઇન ધી મેકિંગ (ક્લેરેન્ડન પ્રેસ, ઓક્સફર્ડ, ૧૯૨૭).
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 10/72
વિપરિત ગયા સિવાય, શક્ય હોય ત્યાં સુધી, સામાન્ય રીતે કાયદાનું
ઉદાર અને માનવીય અર્થઘટન, જેને સર્વસામાન્ય રીતે ઇક્વિટી કહેવાય
છે; અને ( ) ii અસાધારણ કેસોમાં, સામાન્ય નિયમની મર્યાદામાં આવતાં
નથી તેવાં કિસ્સાઓમાં કાયદામાંના ઉદાર અને માનવીય ફેરફાર, જેને
વિશેષ ઇક્વિટી કહેવાય છે.15
ભારતના બંધારણના અનુચ્છેદ
૧૪૨(૧)માં 'કોઇ દાવા કે બાબત' શબ્દો, જે આ અદાલતને 'કોઇ દાવા
કે બાબત'માં 'સંપૂર્ણ ન્યાય' કરવા માટેની વિશિષ્ટતા અને સત્તા આપે છે, તે વિશેષ સમાનતા સાથે સંબંધિત છે.16
આ જ કારણ છે કે એવું
માનવામાં આવે છે કે, ભારતના બંધારણનો અનુચ્છેદ-૧૪૨(૧) લીગલ
મેક્સિમ - 'ઈક્વિટી કાયદાને અનુસરે છે' તેને ધરમૂળથી ફેરવી તોળે છે, કારણ કે, ભારતના બંધારણમાં આ અનુચ્છેદ આ અદાલતને કાયદા પર
સમાનતાને અગ્રતા આપવા માટેની કાનૂની સત્તા આપે છે. ભારતના
બંધારણ હેઠળની તમામ સત્તાઓની જેમ આ સત્તા મર્યાદિત અને
નિયંત્રિત હોવી જોઈએ, કારણ કે એવું ઠરાવવામાં આવ્યું છે કે, ઇક્વિટી
આધારિત આપેલ દાદ તે જાહેર નીતિની મૂળભૂત સર્વસામાન્ય અને
વિશિષ્ટ મુદ્દાઓ પર આધારિત કાયદાની બંધનકર્તા જોગવાઇઓની
અવગણના કરતી હોવી જોઈએ નહીં. આ મર્યાદાને આધિન, આપવામાં
15 જુઓ – નિનાદ લૌડ, રેષ્નલાઇઝિંગ ‘કમ્પલીટ જસ્ટીસ’ અંડર આર્ટિકલ ૧૪૨, (૨૦૨૧) ૧ એસ.સી.સી.
જે-૩૦.
16 જ્યારે કે આ અદાલત કાયદાનું અર્થઘટન કરે છે અને જે તે કેસોનો ન્યાયનિર્ણય કરે છે, ઘણાં કેસોમાં તે
સર્વસામાન્ય અને વિશેષ એ બંને સમાનતાઓનો ઉપયોગ કરે છે અને તેમને લાગૂ પાડે છે. જુઓ –
‘પ્રયોજન’ અને ‘બાબત’ વચ્ચેનો તફાવત.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 11/72
આવતી દાદનો મુસદ્દો તૈયાર કરતી વખતે આ અદાલત, કેસના ચોક્કસ
તથ્યો અને સંજોગોને ધ્યાનમાં રાખીને, કાયદો લાગૂ કરવા સબબ
પક્ષકારોને છ
ૂ ટછાટ આપવા અથવા પક્ષકારોને કાયદાની સખ્તીમાંથી
સંપૂર્ણપણે મુક્તિ આપવાની હદ સુધી જઈ શકે છે.17
આઇ.સી.
ગોલકનાથ અને અન્યો વિ. પંજાબ રાજ્ય અને અન્યો18
માં મુખ્ય
ન્યાયમૂર્તિ કે. સુબ્બા રાવે "ચુકાદાની તારીખથી અન્ય કેસોમાં તે
ચુકાદાનો રેશીયો લાગૂ કરવો" તે સિદ્ધાંતનું પ્રયોજન કરતાં, ઠેરવ્યું હતું કે, ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તા વ્યાપક અને
સ્થિતિસ્થાપક છે, અને આ અદાલતને ન્યાયના અંત્યોને હાંસલ કરવા
માટેના કાનૂની સિદ્ધાંતો ઘડવા સક્ષમ બનાવે છે, અને તેના પરની
એકમાત્ર મર્યાદા છે - કારણબદ્ધતા, સંયમ અને અન્યાય. સંયમ અને
આદરભાવ એ કાયદાના શાસનના પાસાઓ છે, અને જ્યારે વિધાનમંડળ, કારોબારી અને ન્યાયતંત્રની ભૂમિકા અને કાર્યો અલગ હોવાની વાત આવે
છે, ત્યારે 'સંપૂર્ણ ન્યાય' કરવા માટે આ અદાલત દ્વારા સત્તાનો ઉપયોગ
કરવામાં આવે છે, 'દાવા કે બાબત' અર્થે ઉપયોગ થેયલ હોય, તેથી તે
કાયદા ઘડવાની વિધાનમંડળની સત્તા અને કાર્યમાં દખલકર્તા કે
અતિક્રમણકર્તા નથી. સ્પષ્ટપણે, જ્યારે આ અદાલત ભારતના
બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળ 'દાવા કે બાબત'માં 'સંપૂર્ણ
17 જુઓ – રાજ્ય (વતી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન) વિ. કલ્યાણ સિંઘ (ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ
મુખ્યમંત્રી) અને અન્યો, (૨૦૧૭) ૭ એસ.સી.સી. ૪૪૪.
18 એ.આઇ.આર. ૧૯૬૮ એસ.સી. ૧૬૪૩.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 12/72
ન્યાય' કરવા માટે આપવામાં આવેલ હુકુમતનો ઉપયોગ કરે છે, ત્યારે તે
ભારતના બંધારણની ચોક્કસ મર્યાદામાં જ કાર્ય કરે છે. ભારતના બંધારણ
દ્વારા દેશની સર્વોચ્ચ અદાલતને વિશેષરૂપે આપવામાં આવેલી સત્તા એક
હેતુપૂર્વકની છે, અને તેને 'દાવા કે બાબત'માં નિર્ણય કરવા સાથે
અભિન્નપણે જોડાયેલ ગણવી જોઈએ. 'સંપૂર્ણ ન્યાય' કરવો એ ભારતના
બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) ની શ્રેષ્ઠતમ વિચારણા અને માર્ગદર્શક
વિભાવના છે.
૧૦. યુનિયન કાર્બાઈડ કોર્પોરેશન અને અન્યો વિ. યુનિયન ઓફ ઈન્ડિયા અને
અન્યો19
માં, આ અદાલતે 'દાવા કે બાબત' અભિવ્યક્તિ પર વિશેષ ભાર
મૂકી અવલોકન કર્યું હતું કે, 'દાવો' એટલે કોઇ પ્રોસિડિંગ કે ફોજદારી
કાર્યવાહી અને 'બાબત’ એટેલે અદાલતમાંની કોઈપણ કાર્યવાહી અને
નહીં કે કોઇ 'દાવા' અર્થેની. 'દાવા કે બાબત' શબ્દો, જ્યારે એકસાથે
વપરાય છે, ત્યારે અદાલતમાંની લગભગ દરેક પ્રકારની કાર્યવાહીને
આવરી લે છે, પછી ભલે તે દીવાની હોય કે ફોજદારી, વચગાળાની હોય કે
આખરી, ચુકાદા પહેલાંની હોય કે પછીની. આવું ઠેરવી, આ અદાલતે
નીચે મુજબ અવલોકન કર્યું છે:
“૮૩.બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની આ અદાલતની સત્તાના
વ્યાપને સ્પર્શતી દલીલોમાં રહેલી કેટલીક ગેરમાન્યતાઓને દૂર
19 (૧૯૯૧) ૪ એસ.સી.સી. ૫૮૪.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 13/72
કરવી જરૂરી છે. આ મુદ્દાઓ જાહેર મહત્વ ધરાવતી ગંભીર બાબતો
છે. જાહેરનીતિ, ભલે તે ગમે તેટલી મહત્વની હોય, કે જેના આધારે
હંમેશ મુજબનો કાયદો બનેલ હોય, તે કાયદો અનુચ્છેદ-
૧૪૨(૧) હેઠળની સર્વોચ્ચ અદાલતની સત્તાઓને મર્યાદિત કરવા
માટે કાર્ય કરે છે એવું માનવું આધારહીન અને ભૂલભરેલું છે. ગર્ગ
અને અંતુલે - બંને કેસોમાં મુદ્દો બંધારણીય જોગવાઈઓ અને
બંધારણીય અધિકારોના ઉલ્લંઘનનો હતો. વૈધાનિક જોગવાઈઓ
સબબ અસંગતતાની અસર અંગેના અવલોકનો તે કેસોમાં ખરેખર
બિનજરૂરી હતા કારણ કે, આખરી વિશ્લેષણમાંના નિર્ણયો
બંધારણીય અધિકારોના ભંગના આધાર ઉપર અપાયા. અમે શ્રી
નરીમનની દલીલો સાથે સહમત છીએ કે, અનુચ્છેદ ૧૪૨ હેઠળની
ન્યાયાલયની સત્તા, જ્યાં સુધી ફોજદારી કાર્યવાહીને રદ કરવા સાથે
સંબંધિત છે, તે ફો.કા.સં.ની કલમ ૩૨૦ કે ૩૨૧ કે ૪૮૨ અથવા
તે બધાને એકસાથે લેતાં પણ તે સત્તાનો અંત આવતો નથી.
અનુચ્છેદ ૧૪૨ હેઠળની સત્તા સંપૂર્ણપણે ભિન્ન સ્તરે અને ભિન્ન
ગુણવત્તાની છે. સાધારણ કાયદાઓની જોગવાઇઓ કે તેના
સમાવિષ્ટ પ્રતિબંધો કે મર્યાદાઓ હોવા માત્રથી અનુચ્છેદ ૧૪૨
હેઠળની બંધારણીય સત્તાઓ પર પ્રતિબંધો કે મર્યાદાઓ તરીકે
લાગૂ થઇ શકતી નથી. કાયદામાંના આવાં નિષેધો કે મર્યાદાઓ, જે
તે કાયદાના માળખાંનું પ્રતિબિંબ દર્શાવે છે, કે જેનાથી કોઇ
સત્તામંડળ કે અદાલતને અમુક સત્તાઓ (જેને યોગ્ય રીતે મર્યાદિત
રાખવામાં આવી હોય) આપવાની ગણતરી હોય. તે જરૂરી નથી કે
મર્યાદાઓ જાહેરનીતિની કોઈ મૂળભૂત વિચારણાઓને પ્રતિબિંબિત
કરે અથવા તેના પર આધારિત હોય. વિદ્વાન એટર્ની જનરલ શ્રી
સોરાબજીએ ગર્ગ કેસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે, અનુચ્છેદ
૧૪૨ હેઠળની સત્તાઓ પરની મર્યાદા સબબ "નિયમનકારી
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 14/72
કાયદાની વ્યક્ત જોગવાઇઓ સાથેની અસંગતતા"નો સાચો અર્થ
કોઇપણ નિયમનકારી કાયદામાં સમાવિષ્ટ વ્યક્ત નિષેધો તરીકે
કરવો રહ્યો અને તે મુજબ ધ્યાને પણ લેવો રહ્યો. તેમણે સૂચન કર્યું
કે, જો ‘જોગવાઇ’ અભિવ્યક્તિના સ્થાને ‘નિષેધ’ શબ્દ
વાંચવામાં આવે તો તે કદાચ યોગ્ય ખ્યાલ વ્યક્ત કરશે. પરંતુ
અમારુ
ં માનવું છે કે, આવા નિષેધને કોઇ ચોક્કસ કાનૂની યોજના
કે ઢાંચાને પ્રાસંગિક હોવાનું દર્શાવવા કરતાં જાહેરનીતિના
અંતર્નિહિત કેટલાંક મૂળભૂત અને સર્વસામાન્ય મુદ્દાઓ પર
આધારિત દર્શાવવામાં આવવો જોઈએ. તે કહેવું ફરીથી સંપૂર્ણપણે
ખોટું રહેશે કે, અનુચ્છેદ ૧૪૨ હેઠળની સત્તાઓ આવા સ્પષ્ટ
વૈધાનિક નિષેધોને આધીન છે. તેનાથી એ ખ્યાલ વ્યક્ત થશે કે
કાનૂની જોગવાઇઓ બંધારણીય જોગવાઇઓને ઉપરવટ કરે છે.
કદાચ, ખ્યાલ વ્યક્ત કરવાની યોગ્ય રીત એ છે કે, અનુચ્છેદ
૧૪૨ હેઠળની સત્તાનો ઉપયોગ કરવા અને કોઈ દાવા કે બાબતમાં
"સંપૂર્ણ ન્યાય"ની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા માટે સર્વોચ્ચ
અદાલત જાહેરનીતિના કોઇ મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત
કોઈપણ નિયમનકારી કાનૂની જોગવાઈમાં વ્યક્ત નિષેધોની નોંધ
લેશે અને તદ્અનુસાર પોતાની સત્તા અને વિવેકાધિકારના
પ્રયોજનનું નિયમન કરશે. સદરહુ સૂચન અનુચ્છેદ ૧૪૨ હેઠળની
અદાલતની સત્તાઓ સાથે સંબંધિત નથી, પરંતુ દાવા કે બાબતમાં
તેમજ સત્તા-પ્રયોજનની લાક્ષણિકતાઓના આખરી વિશ્લેષણમાં
'સંપૂર્ણ ન્યાય' શું છે અથવા શું નથી તેના સાથે સંબંધિત છે.
અધિકારક્ષેત્રના અભાવ અથવા તે નહિ હોવા સબબનો કોઈ પ્રશ્ન
ઊભો કરી શકાતો નથી.”
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 15/72
૧૧. શું આ રેશિયો આ અદાલતના અગાઉના ચુકાદાઓ20
સાથે વિરોધાભાસી
છે, જેમાં પ્રેમચંદ ગર્ગ અને અન્યો વિ. એક્સાઇઝ કમિશનર, યુ.પી. અને
અન્યો21
નો પણ સમાવેશ ગણવો, કે જેમાં (એટલે કે પ્રેમચંદમાં)
બંધારણીય બેંચના પાંચ ન્યાયાધીશોએ એવું ઠેરવ્યું હતું કે, ભારતના
બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની આ સત્તાનો ઉપયોગ વ્યક્ત
વૈધાનિક જોગવાઈ અથવા નિયમનકારી કાયદાની વ્યક્તિ જોગવાઇઓથી
તદ્દન અસંગત હોય તે રીતે વાપરી શકાશે નહિ, અને તે પ્રમાણે કોઇપણ
બંધારણીય જોગવાઇઓ સાથે ઓછો અસંગત હોય તેવો હુકમ કરવા માટે
તો ઉપયોગ કરવાનો સવાલ જ નથી. તે રેશીયોની કસોટી સુપ્રિમ કોર્ટ
બાર એસોસિએશન વિ. ભારત સરકાર અને અન્યો22
માં આ અદાલતના
અન્ય પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ દ્વારા કરવામાં આવી હતી, જેમાં
અવલોકન કરવામાં આવ્યું હતું કે યુનિયન કાર્બાઇડ કોર્પોરેશન (સુપ્રા)
અને અન્ય કેસોમાં સ્પષ્ટ થયેલ ગુણોત્તર સબબ કોઈ ઘર્ષણ નથી.
પક્ષકારો મધ્યે કાયદામાંથી ઉદ્ભવતાં 'દાવા કે બાબત'માં 'સંપૂર્ણ ન્યાય'
કરવા ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની હુકુમતનો
20 એ.આર. અંતુલે વિ. આર.એસ. નાયક અને અન્ય, (૧૯૮૮) ૨ એસ.સી.સી. ૬૦૨; દીલ્હી જ્યુડીશીયલ
સર્વિસ એસોશીએશન, તીસ હજારી કોર્ટ, દીલ્હી વિ. ગુજરાત રાજ્ય અને અન્યો, (૧૯૯૧) ૪ એસ.સી.સી.
૪૦૬; અને મોહમ્મદ અનીસ વિ. ભારત સરકાર અને અન્યો, ૧૯૯૪ સપ્લ. મોહમ્મદ અનીસમાં, જાહેરનીતિના પાસાઓ પર ખુલાસાવાર સમજૂતી આપતાં અને તે ક્યારે સર્વોચ્ચ ન્યાયાલયની સત્તા મર્યાદિત
કરવા કામ કરશે તે સબબ, આ અદાલતે અવલોક્યું છે કે, ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળ, કે જે
અનુચ્છેદ અલગ ગુણ અને સ્તર ધરાવે છે, આ અદાલતને આપવામાં આવેલી સત્તાનું સ્વરૂપ જોતાં, સામાન્ય
કાયદાઓના નિયંત્રણો કે તેમની જોગવાઇઓની મર્યાદાઓ ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળની
સદરહુ બંધારણીય સત્તા પર નિષેધ કે મર્યાદા તરીકે આપમેળે કામ કરતી નથી. લાર્જર બેન્ચને રેફરન્સ કરવા
માત્રથી તે આ અદાલતેને જે તે કેસમાં ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળ પ્રાપ્ત સત્તાઓનો ઉપયોગ
કરતાં અટકાવી શકતી નથી.
21 એ.આઇ.આર. ૧૯૬૩ એસ.સી. ૯૯૬.
22 (૧૯૯૮) ૪ એસ.સી.સી. ૪૦૯.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 16/72
ઉપયોગ કરવાના માર્ગમાં નિષેધો કે મર્યાદાઓ આવી શકતી નથી એવું
કહેવું એક વાત છે, પરંતુ એવું કહેવું બીજી વાત છે કે, ભારતના
બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળના હુકુમતક્ષેત્રનો ઉપયોગ કરતાં
સમયે આ અદાલત સંબંધિત વિષય પરની કાયદાની નિયમનકારક
જોગવાઇઓ સંપૂર્ણપણે અવગણી શકે છે અને સંબંધિત કાયદામાં
સૂચવવામાં આવેલ પદ્ધતિ મુજબ જ જે મુદ્દાઓ ફેંસલ થઇ શકતાં હોય
તેમાં પણ હુકમો પસાર કરી શકે છે.23
આ અવલોકનો એડવોકેટ્સ એક્ટ, ૧૯૬૧ હેઠળ રાજ્યોની બાર કાઉન્સિલ્સ, કે જે કોઇ એડવોકેટ તેની
વર્તણૂંકની ગંભીરતા અને પ્રકૃ તિના આધારે વ્યાવસાયિક ગેરવર્તણૂંક
સબબ દોષી છે કે કેમ તે ફેંસલ કરવા સૌપ્રથમ સક્ષમ છે, તેને આપવામાં
આવેલી સત્તાઓના સંદર્ભમાં હતા. સુપ્રિમ કોર્ટ બાર એસોસિએશન
(સુપ્રા)માં અત્રેની અદાલતે પ્રકાશ પાડ્યો છે કે, અવમાનના બાબત
સર્વોચ્ચ અદાલતનું હુકુમતક્ષેત્ર અને એડવોકેટ્સ એક્ટ, ૧૯૬૧ હેઠળ
રાજ્યોની બાર કાઉન્સિલ્સનું હુકુમતક્ષેત્ર ભિન્ન અને આગવાં છે, જે નીચે
મુજબની ભિન્ન અને આગવી પ્રક્રિયાઓ દ્વારા પ્રયોજવાના હોય છે.
અદાલતની અવમાનના સબબ સજા કરવાની સત્તા સંપૂર્ણપણે
અદાલતોમાં નિહિત છે, જ્યારે વ્યાવસાયિક ગેરવર્તણૂક માટે એડવોકેટને
સજા કરવાની સત્તા સંબંધિત રાજ્યની બાર કાઉન્સિલ અને બાર
કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં નિહિત કરવામાં આવી છે. આ સંદર્ભે, અમે
23 આપેલ કેસ સબબ, સત્તાની હયાતી અને સત્તાના પ્રયોજન વચ્ચે તફાવત છે, જે અમે આગળ ફકરા ૨૦માં
ચકાસ્યો છે.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 17/72
સુપ્રિમ કોર્ટ બાર એસોસિએશન (સુપ્રા)ના નીચેના ફકરાઓ ટાંકવા
માંગીએ છીએઃ
"૪૭. બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળની આ અદાલતની પૂર્ણ સત્તાઓ
અદાલતમાં સહજપણે નિહિત છે અને વિવિધ કાયદાઓ દ્વારા
અદાલતને વિશેષરૂપે આપવામાં આવેલ સત્તાઓની પૂરક છે અને
છતાં તે કાયદાઓથી મર્યાદિત નથી. આ સત્તાઓ પક્ષકારો મધ્યે
સંપૂર્ણ ન્યાય કરવાની દૃષ્ટિએ, કાયદાઓથી સ્વતંત્રપણે પણ
અસ્તિત્વ ધરાવે છે. આ સત્તાઓનું અરસક્ષેત્ર ખૂબ વિસ્તૃત છે અને
તે પૂરકસત્તાઓ સ્વરૂપે છે. આ સત્તા, કાયદાઓ સિવાય, હુકુમતક્ષેત્રના અલગ અને સ્વતંત્ર આધાર તરીકે અસ્તિત્વમાં છે. તે
આ આધારશિલા પર સ્થિત છે અને પક્ષકારો મધ્યે મુકદમા
પ્રક્રિયામાં અન્યાયને અટકાવવા અને સંપૂર્ણ ન્યાય કરવા સબબ
તેનું પ્રયોજન ભિન્ન અને કદાચ વધુ વ્યાપક ધોરણે મૂકી શકાય.
આમ, આ સંપૂર્ણ હુકુમતક્ષેત્ર એવી સત્તાનો શેષ સ્ત્રોત છે, જેનું
પ્રયોજન આ અદાલતને જ્યારે પણ કાયદા અનુસારનો ન્યાય કરતી
વખતે ન્યાયી અને સમાનતાકારક જણાય અને ખાસ કરીને
પક્ષકારો મધ્યે સંપૂર્ણ ન્યાય કરવા સબબ જરૂરી પ્રક્રિયાનુ
અનુસરણ સુનિશ્ચિત કરવા માટે હોય, ત્યારે કરવામાં આવે છે.
તેમાં કોઈ શંકા નથી કે તે તમામ સત્તાઓ સબબનું અનિવાર્ય
જોડાણ છે અને હુકુમતક્ષેત્રની મર્યાદાઓથી મુક્ત છે અને
"ન્યાયના વહેણમાં બાધ અથવા અવરોધ" ને દૂર રાખવા માટે
અદાલત હસ્તકના એક કિંમતી હથિયાર તરીકે કામ કરે છે. જો કે, એ યાદ રાખવાની જરૂર છે કે, અનુચ્છેદ ૧૪૨ દ્વારા અદાલતને
આપવામાં આવેલી સત્તાઓ ઉપચારાત્મક સ્વરૂપની હોઇ, તેને
એવી સત્તાઓ તરીકે માની શકાતી નથી કે જે અદાલતને તેની
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 18/72
સમક્ષ પડતર દાવામાં કામ ચલાવતી વખતે મુકદમાકર્તાના
વજૂદપૂર્ણ અધિકારોની અવગણના કરવા માટે અધિકૃ ત કરતી
હોય. આ સત્તાનો ઉપયોગ અદાલતની વિચારણાં હેઠળના કેસ
અથવા પ્રયોજનને લાગૂ પડતાં "નિયમનકારી કાયદાની
ખાનાપૂર્તિ" કરવાં કરી શકાતો નથી. અનુચ્છેદ ૧૪૨ને તેનાં
વિસ્તૃત અસરક્ષેત્ર સહિત પણ, અનુચ્છેદ ૧૪૨નો ઉપયોગ, વિષય બાબતની વ્યક્ત કાનૂની જોગવાઇઓની અવગણના કરી, એવું નવું મહાલય ઊભું ના કરી શકાય જ્યાં અગાઉ કશું જ નહોતું
અને તેમ કરીને એવું કાંઇક પરોક્ષપણે હાંસલ કરી ન શકાય, કે જે
પ્રત્યક્ષપણે હાંસલ કરી શકાય તેમ નહોતું. અનુચ્છેદ ૧૪૨
હેઠળના હુકુમતક્ષેત્રનો ઉપયોગ કરતી વખતે તે ગ્રાહ્ય નથી કે, અદાલતની અવમાનનાના કેસમાં અવમાનનાકર્તા એડવોકેટને
શિક્ષા કરવા તેનાં લાયસન્સને સસ્પેન્ડ કરવામાં આવે, જે સત્તા
અન્યથા, અવમાનનાકર્તા એડવોકેટ હોઇ, માત્ર બાર કાઉન્સિલ
ઓફ ઇન્ડિયા પાસે છે. અનુચ્છેદ ૧૪૨ના માળખાંને તેના હિતકારી
હેતુઓ એટલે કે પક્ષકારો મધ્યે પૂર્ણ ન્યાય કરવા દ્વારા સૂચિત
કરવાં રહ્યા. તે અન્યથા ન હોઈ શકે. અદાલતની અવમાનનાના
એક કેસમાં અગાઉ નોંધવામાં આવ્યું છે તેમ, અવમાનકર્તા અને
અદાલતને મુકદ્દમાના પક્ષકાર કહી શકાય નહીં.
૪૮. સર્વોચ્ચ ન્યાયાલયને, અનુચ્છેદ ૧૪૨ હેઠળના તેનાં
હુકુમતક્ષેત્રનો ઉપયોગ કરતાં, "પક્ષકારો મધ્યેના તેની સમક્ષના
કોઇપણ પડતર પ્રયોજન કે બાબતમાં" સંપૂર્ણ ન્યાય કરવા જરૂરી
હોય તેવો હુકમ કરવાની સત્તા છે. સત્તાની પ્રકૃ તિ અદાલતને તે
સત્તાઓનો ઉપયોગ કરવા માટેની પોતાની મર્યાદા નિર્ધારિત કરવા
તરફ દોરી જતી હોવી જોઈએ અને સામાન્યપણે તે કોઈ વિષયની
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 19/72
માવજત કરતી કાયદાકીય જોગવાઈની અવગણના કરી શકતી
નથી, સિવાય કે તે કદાચ તેની સમક્ષના કોઈ પ્રયોજન કે
બાબતમાં "ઊભાં થયેલ અવરોધોને દૂર કરીને" મુકદ્દમાના
પક્ષકારોના વિરોધાભાસી દાવાઓ વચ્ચે સમાનતાને સંતુલિત
કરવા માટે હોય. સાચે જ, આ અદાલત માત્ર વિવાદ-સમાધાનના
મર્યાદિત હુકુમતક્ષેત્રની અદાલત નથી. તે સુપેરે સ્વીકૃ ત અને
પ્રસ્થાપિત છે કે, આ અદાલત કાયદા નિર્માણ કરતી રહી છે અને
તેની ભૂમિકા વિવાદ-સમાધાન કરતાં ઘણી આગળ સુધી પહોંચે
છે. તે "ધૂંધળા ક્ષેત્રોમાં સમસ્યાના સમાધાનકર્તા" છે, પરંતુ
આપેલાં કેસના વિષય સાથે સંબંધિત નિયમનકારી વૈધાનિક
જોગવાઈઓને અનુચ્છેદ ૧૪૨ હેઠળ હુકમ કરતી વખતે આ
અદાલત સંપૂર્ણપણે અવગણી શકે નહીં. સાચે જ, આ બંધારણીય
સત્તાઓ કોઇપણ રીતે કોઇપણ કાનૂની જોગવાઇઓથી નિયંત્રિત
કરી શકાતી નથી, પરંતુ તે સાથે, આ સત્તાઓનો ઉપયોગ ત્યારે
કરવામાં આવતો નથી જ્યારે તેમની કવાયત વિષય પરના
કાયદામાં જે વ્યક્તપણે જોગવાઇ કરવામાં આવી છે તેની સાથે
સીધા ઘર્ષણમાં આવતી હોય."
૧૨. યુનિયન કાર્બાઇડ કોર્પોરેશન (સુપ્રા)માં નોંધવામાં આવ્યું છે તેમ, અમારે
આ તબક્કે આ અદાલતે પ્રયોજવાની ભારતના બંધારણના અનુચ્છેદ
૧૪૨(૧) હેઠળની સત્તા અને દીવાની કાર્યવાહી સંહિતાની કલમ ૧૫૧
અન્વયે દીવાની અદાલતની સ્વીકૃ ત મૂળભૂત સત્તા તેમજ ફોજદારી
કાર્યવાહી સંહિતાની કલમ ૪૮૨ હેઠળની વડી અદાલતની મૂળભૂત સત્તા
વચ્ચે ભેદ કરવો રહ્યો. સદરહુ જોગવાઇઓ દીવાની કેસોમાં દીવાની
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 20/72
અદાલત અને ફોજદારી કેસોમાં વડી અદાલતને 'ન્યાયના અંત્યોને હાંસલ
કરવા' અથવા અદાલતી કાર્યવાહીના દુરુપયોગને અટકવવા જરૂરી હોય
તેવાં હુકમો કરવા સક્ષમ બનાવે છે. 'ન્યાયના અંત્યો' એ અભિવ્યક્તિ, ન્યાયની ચોમેર મર્યાદાઓ મધ્યેના શ્રેષ્ઠતમ જાહેરહિતનો ઉલ્લેખ કરે છે.
જો કે, અદાલતો કાયદાના જે તે પાસા બાબત દીવાની કાર્યવાહી સંહિતા
અને ફોજદારી કાર્યવાહી સંહિતામાં જોગવાઇ કરેલ પ્રક્રિયાથી વિરુદ્ધ જઇ
શકતી નથી. જ્યાં દીવાની કાર્યવાહી સંહિતા અને ફોજદારી કાર્યવાહી
સંહિતા મૌન છે, ત્યાં અનુક્રમે દીવાની અદાલત કે વડી અદાલત,24
સામાન્ય જનતાના હિતમાં હુકમો કરી શકે, જે એટલાં કારણથી કરવા રહ્યા
કે, કોઇપણ વિધાન ભવિષ્યમાં ઊભા થનાર મુકદમાઓમાંના તમામ
સંભવિત સંજોગોની વિચારણાં કરવા અને તે સબબની પ્રક્રિયાની જોગવાઇ
કરવા સક્ષમ નથી.25
આમ, દીવાની કાર્યવાહી સંહિતા અને ફોજદારી
કાર્યવાહી સંહિતાને અનુક્રમે દીવાની અદાલત અને વડી અદાલતની
'ન્યાયના અંત્યોને હાંસલ કરવા' અથવા અદાલતની પ્રક્રિયાનો દુરુપયોગ
અટકાવવા જરૂરી હોય તેવાં હુકમો કરવાની સત્તાને મર્યાદીત કરતા કે
અન્યથા અસરકર્તા તરીકે વંચાણે લેવાં જોઇએ નહિ.26
ભારતના
24 દી.કા.સં.ની કલમ ૧૫૧ માટે જુઓ – જેટ પ્લાય વુડ (પ્રા.) લિ. અને અન્ય એક વિ. મધુકર નવલખા અને
અન્યો, (૨૦૦૬) ૩ એસ.સી.સી. ૬૯૯; અને ભગત સિંઘ બગ્ગા વિ. દીવાન જગબીર સાહની, ૧૯૪૧
એસ.સી.સી. ઓનલાઇન કેલ ૨૪૭. ફો.કા.સં.ની કલમ ૪૮૨ માટે જુઓ – પોપ્યુલર મુથૈયા વિ. રાજ્ય વતી
પોલીસ ઇન્સપેક્ટર, (૨૦૦૬) ૭ એસ.સી.સી. ૨૯૬; અને દીનેશ દત્ત જોશી વિ. રાજસ્થાન રાજ્ય અને
અન્ય એક, (૨૦૦૧) ૮ એસ.સી.સી. ૫૭૦.
25 આ કથન ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળ સત્તા પ્રયોજન બાબત કદાચ એટલું જ સાચું છે , જે તે
વિધિ-નિર્માણ સબબ છે.
26 ભીમ સિંગ વિ. કાન સિંગ, ૨૦૦૩ એસ.સી.સી. ઓનલાઇન રાજ. ૩૨૬; નાગેન કુન્ડુ વિ. એમ્પરર, ૧૯૩૪
એસ.સી.સી. ઓનલાઇન કેલ. ૧૨; અને છૈલ દાસ વિ. હરિયાણા રાજ્ય, ૧૯૭૪ એસ.સી.સી. ઓનલાઇન પી
એન્ડ એચ ૨૪૬,કે જે ફો.કા.સં. સાથે સંબંધિત છે, તેમાં જૂદીજૂદી વડી અદાલતોએ અગાઉના ચુકાદાઓમાં
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 21/72
બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) થકી આ અદાલતને આપવામાં આવેલ
બંધારણીય સત્તા એ દીવાની કાર્યવાહી સંહિતા હેઠળ દીવાની અદાલતમાં
અને ફોજદારી કાર્યવાહી સંહિતા હેઠળ વડી અદાલતમાં નિહિત સત્તાની
પ્રતિકૃ તિ નથી.
૧૩. ઉપરોક્ત પૃષ્ઠભૂમિ અને આ અદાલતના ચુકાદાઓને ધ્યાનમાં રાખતાં, ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળ આ અદાલતને
આપવામાં આવેલી પૂર્ણ અને સંનિષ્ઠ સત્તા કે જે અવિરત જણાય છે, તે
એવી મર્યાદાઓથી અસરગ્રસ્ત કે બાધ્ય છે, જેનો ઉપયોગ સર્વસામાન્ય
અને વિશેષ જાહેરનીતિની મૂળભૂત વિચારણાઓને આધારે કરવો રહ્યો.
જાહેર નીતિની મૂળભૂત સામાન્ય શરતો ભારતના બંધારણના મૂળભૂત
અધિકારો, બિનસાંપ્રદાયિકતા, સંઘવાદ અને અન્ય મૂળભૂત લક્ષણોનો
સંદર્ભ આપે છે. વિશેષ જાહેરનીતિને કોઈપણ નિયમનકારી કાયદામાંના
કેટલાક વ્યક્ત અગ્રગણ્ય નિષેધ તરીકે સમજવી જોઈએ અને નહિ કે કોઈ
ચોક્કસ વૈધાનિક યોજનાની શરતો અને જરૂરિયાતો તરીકે. તે કાયદાના
થડમાં રહેલ મૂળભૂત અને નિર્વિવાદ સિદ્ધાંતનું ઉલ્લંઘન કરતી હોવી
જોઈએ નહિ. અત્યંત જડ અર્થ27
માં પણ, તે બાબતે ક્યારેય શંકા કે
ઠેરવ્યું હતું કે, જ્યારે કોઇ કેસ જોગવાઇમાં આવરી લેવાયેલ હોય છે, ત્યારે ફો.કા.સં. નિઃશેષપણે સમાવેશી
જણાય છે, પરંતુ, ફો.કા.સં. જેની ચોક્કસપણે જોગવાઇ કરતી ન હોય તેવી હુકુમતનો ઉપયોગ માંગી લેતો કેસ
જ્યારે ઊભો થાય છે, ત્યારે એવું કહેવું વાજબી છે કે, ‘ન્યાયના અંત્યો’ જેની માંગ કરતાં હોય તેવો હુકમ
કરવાની આ અદાલતને સત્તા છે. વડી અદાલતમાં વિશેષ સત્તા નિહિત કરતી ફો.કા.સં.ની કલમ-૪૮૨ હેઠળ
ગમે તે મજકુર હોવા છતાં, મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સહિત તમામ ફોજદારી અદાલતોને આ સત્તા છે.
27 કેટલાંક ન્યાયવિદોએ અભિપ્રાય આપ્યો છે કે, ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળની આ અદાલતની
સત્તાઓ ત્રણ તબક્કાઓમાં વહેંચી શકાય છે. ૧૯૮૦ સુધીનો પ્રથમ તબક્કો પ્રેમ ચંદ ગર્ગ (સુપ્રા) અને
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 22/72
વિવાદ નહોતો કે, જો આ અદાલતને ખાતરી થાય કે પક્ષકારો મધ્યે
'સંપૂર્ણ ન્યાય' કરવા પ્રક્રિયાની સંબંધિત જોગવાઇઓથી ચલિત થવું
જરૂરી છે, તો આ અદાલત ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧)
હેઠળ, ઉક્ત પ્રક્રિયાથી બાધ્ય રહ્યા સિવાય, 'સંપૂર્ણ ન્યાય' કરવાની સત્તા
ધરાવે છે.28
ન્યાયશાસ્ત્રની દ્રષ્ટિએ પ્રક્રિયાગત અને નિયમનકારી કાયદા
વચ્ચેના તફાવત અર્થે ખૂબ વાદ છે, જોકે હાલના નિર્ણયમાં તેની
ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી નથી29
, કેમ કે, યુનિયન કાર્બાઇડ
કોર્પોરેશન (સુપ્રા) અને સુપ્રિમ કોર્ટ બાર એસોસિએશન (સુપ્રા)માં આ
એ.આર. અંતુલે (સુપ્રા)માં પ્રતિબિંબિત થાય છે, જેમાં, અન્ય બાબતોની સાથે, ઠેરવવામાં આવ્યું હતું કે, નિર્દેશો ચોક્કસ કાનૂની જોગવાઇઓથી વિસંગત કે તેમનાં ઉલ્લંઘનમાં ન હોવાં જોઇએ અને તે માત્ર
પ્રક્રિયાગત નિયમોથી ચલિત થઇ શકે છે. વધુમાં, નિર્દેશ વ્યક્તિના મૂળભૂત અધિકારોમાં હસ્તક્ષેપ કરતો ન
હોવો જોઇએ, જે પ્રકલ્પના પર બીજા અને ત્રીજા તબક્કામાં કદી સંદેહ વ્યક્ત નથી કરાયો. બીજા તબક્કાના
મૂળ આ અદાલતની ૧૧ જજીસની બંધારણીય બેન્ચે આપેલાં આઇ.સી. ગોલકનાથના ચુકાદાના રેશિયોમાં
છે, જેમાં "ચુકાદાની તારીખથી, અન્ય કેસોમાં, તે ચુકાદાનો રેશિયો લગૂ કરવો" એ સિદ્ધાંતને આવરી લેવામાં
આવ્યો હતો, જેમાં ઠેરવવામાં આવ્યું હતું કે, અનુચ્છેદ ૩૨, ૧૪૧ અને ૧૪૨ને એવાં બહોળાં અને
સ્થિતિસ્થાપક પરિપેક્ષ્યમાં ગોઠવવામાં આવ્યા છે, જે આ અદાલતને 'ન્યાયના અંત્યો'ને હાંસલ કરવા કાનૂની
સિદ્ધાંતો ઘડવા સક્ષમ બનાવે છે, જેના પર એક માત્ર મર્યાદા છે કારણબદ્ધતા, સંયમ અને અન્યાય. દીલ્હી
જ્યુડીશિયલ સર્વિસ એસોશીએશન (સુપ્રા)માં આ અદાલતે અવલોકન કર્યું છે કે, સામાન્ય કાયદાઓમાં
સમાવિષ્ટ નિષેધો કે અવરોધો કોઇપણ 'પ્રયોજન કે બાબત’માં 'સંપૂર્ણ ન્યાય’ કરવા કોઇપણ હુકમ કે નિર્દેશ
આપવાની આ અદાલતની બંધારણીય સત્તાને અવરોધી શકે નહિ. આખરે, મધ્યમ માર્ગી વલણના મૂળ
યુનિયન કાર્બાઇડ (સુપ્રા)માં છે, જેમાં ઠેરવવામાં આવ્યું છે કે, આ અદાલત અનુચ્છેદ ૧૪૨ હેઠળની સત્તાનો
ઉપયોગ કરતાં અને કોઇ ‘પ્રયોજન કે બાબત’માં ‘સંપૂર્ણ ન્યાય’ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા, જાહેરનીતિના કેટલાંક મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત કોઇ નિયમનકારી કાનૂની જોગવાઇમાં વ્યક્ત
નિષેધોની નોંધ લેશે અને પોતાની સત્તા અને વિવેકાધિકારનું તદાનુસાર નિયમન કરશે. સુપ્રિમ કોર્ટ બાર
એસોશીએશન (સુપ્રા)ના ચુકાદામાં, સાવધાનીપૂર્વકનું અને સમતોલિત વલણ અપનાવી, ઠેરવવામાં આવ્યું
કે, અનુચ્છેદ ૧૪૨ ઉપચારક પ્રકૃ તિની છે અને બંધારણીય સત્તા કોઇ કાનૂની જોગવાઇથી નિયંત્રિત થઇ શકે
નહિ, પરંતુ આ સત્તાઓનો ઉપયોગ કાનૂની જોગવાઇઓને અવગણી કે કાનૂનમાં વ્યક્તપણે જે જોગવાઇ
કરવામાં આવી છે તેની સાથે ઘર્ષણમાં હોય તેવી રીતે કરવાનો નથી. સાથે જ, તેમાં અવલોકન કરવામાં આવ્યું
છે કે, આ અદાલત વિષયનું નિયમન કરતી કાનૂની જોગવાઇને સામાન્યપણે અવગણશે નહિ, સિવાય કે તે
તેની સમક્ષના 'પ્રયોજન કે બાબત'માં પક્ષકારો વચ્ચેના પરસ્પર વિરોધી દાવાઓના 'ચઢેલાં વળને ઉકેલી'
સમાનતાને સમતોલિત કરવા હોય. [જુઓ – રજત પ્રધાન, આયર્નીંગ આઉટ ધી ક્રિઝસ: રીએક્ઝામિનિંગ ધ
કોન્ટોર્સ ઓફ ઇન્વોકિંગ આર્ટીકલ ૧૪૨(૧) ઓફ ધ કોન્સ્ટીટ્યુશન (૨૦૧૧) ૬ એન.એસ.એલ.આર ૧;
નિનાદ લૌડ, રેષ્નલાઇઝિંગ ‘કમ્પલીટ જસ્ટીસ’ અંડર આર્ટિકલ ૧૪૨, (૨૦૨૧) ૧ એસ.સી.સી. જે-૩૦;
અને વિરેન્દ્ર કુમાર, નોટ્સ એન્ડ કોમેન્ટ્સ: જ્યુડિશીયલ લેજીસ્લેશન અન્ડર આર્ટિકલ ૧૪૨ ઓફ ધી
કન્સ્ટિટ્યુશન: એ પ્રાગ્મેટિક પ્રોમ્પ્ટ ફોર પ્રોપર લેજીસ્લેશન બાય પ્રાર્લામેન્ટ, ૫૪ જે.આ.એએલ.આઇ.
(૨૦૧૨) ૩૬૪]. અમે અવલોક્યું છે તેમ, યુનિયન કાર્બાઇડ કોર્પોરેશન (સુપ્રા)માં સુસ્પષ્ટ કરેલ રેશિયો યોગ્ય
ઠરી, લાગૂ પડે છે.
28 જુઓ – પ્રેમ ચંદ ગર્ગ (સુપ્રા), ફકરો ૧૩.
29 જો કે, કેટલેક અંશે આ પાસાંઓને ફકરા ૧૬ થી ૨૨ અને ૩૦માં ચકાસવામાં આવ્યા છે.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 23/72
અદાલતે જાહેર કરેલ ન્યાયનિર્ણયોની દ્રષ્ટિએ, ભારતના બંધારણના
અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળ 'પ્રયોજન કે બાબત' માં 'સંપૂર્ણ ન્યાય'
કરવાની સત્તાનો ઉપયોગ ત્યારે જ પ્રતિબંધિત છે, કે જ્યારે તે સામાન્ય કે
વિશેષ જાહેરનીતિની મૂળભૂત વિચારણાંઓ પર આધારિત નિયમનકારી
કાયદાની કાનૂની જોગવાઇઓથી સ્પષ્ટ અને વ્યક્તપણે બાધ્ય હોય તેવી
કવાયત સબબ કોઈ હુકમ પસાર કરવા હોય. સુપ્રિમ કોર્ટ બાર
એસોસિએશન (સુપ્રા)માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે તેમ, ભારતના
બંધારણની અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળનું સત્તા-પ્રયોજન ઉપચારક
પ્રકૃ તિનું હોઇ, સામાન્યપણે, આ અદાલત વિષયનું નિયમન કરતી
વૈધાનિક જોગવાઈની અવગણના અથવા ઉપેક્ષા કરીને કોઈ હુકમ પસાર
કરશે નહીં, સિવાય કે તે તેની સમક્ષના 'પ્રયોજન કે બાબત'માં અવરોધોને
દૂર કરીને મુકદ્દમાના પક્ષકારોના વિરોધાભાસી દાવાઓ વચ્ચે સમાનતા
(નિષ્પક્ષતા) સંતુલિત કરવા હોય. આ અર્થમાં, આ અદાલત જ્યારે
'પ્રયોજન કે બાબત'માં વિવાદ ફેંસલ કરી તેનું સમાધાન કરે છે, ત્યારે તે
મર્યાદિત હુકુમતક્ષેત્રવાળું મંચ નથી. આ અદાલત જ્યારે નિયમનકારી
કાયદાના સ્થાને અગાઉ હયાત ન હોય તેવું મહાલય બનાવી શકતી નથી
કે નિયમનકારી કાનૂની જોગવાઇઓ અવગણી શકતી નથી, ત્યારે તે
ધૂંધળા ક્ષેત્રમાં સમસ્યા-સમાધાનકર્તા છે. જ્યાં સુધી દાવા કે બાબત
જેની માંગ કરતા હોય તે 'સંપૂર્ણ ન્યાય' સર્વસામાન્ય કે વિશેષ
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 24/72
જાહેરનીતિના મૂળભૂત સિદ્ધાંતોનો ભંગ કર્યા સિવાય હાંસલ કરવામાં
આવ્યો હોય, ત્યાં સુધી અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળનું સત્તા-પ્રયોજન અને
વિવેકાધિકારનો ઉપયોગ કાયદેસરના અને બંધારણ અનુસારના છે. આ
જ કારણ છે કે, ભારતના બંધારણની અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તા
અવ્યાખ્યાયિત અને બીનસૂચિબદ્ધ છે, જેથી કરીને દાવા સબબની
રાહતને આપેલ પરિસ્થિતિ અનુસાર ઢાળવા માટેની સ્થિતિસ્થાપકતા
સુનિશ્ચિત કરી શકાય. સદરહુ સત્તા માત્ર આ જ અદાલતમાં નિહિત હોવાનું
તથ્ય એની ખાતરી છે કે, તેનો ઉપયોગ પૂરતા સંયમ અને વિચારણાં
સહિત કરવામાં આવશે.30
હિન્દુ લગ્ન અધિનિયમ, ૧૯૫૫ હેઠળ હિંદુ વિવાહ અને છ
ૂ ટાછેડા
૧૪. પરંપરાગત રીતે હિન્દુ વિવાહને પવિત્ર બંધન માનવામાં આવે છે, જે
અનંતકાળ સુધી ચાલતું રહે છે. હિન્દુ લગ્ન અધિનિયમ તેની કલમ ૧૩માં
ઉલ્લેખિત આધારો પર છ
ૂ ટાછેડાનું હુમનામું મંજૂર કરી હિન્દુ લગ્નનો વિચ્છેદ
કરવા ન્યાયાલય સમક્ષ આવવાના અધિકારની જોગવાઇ કરે છે. હિન્દુ
લગ્ન અધિનિયમની જોગવાઈઓમાં સમયાંતરે નોંધપાત્ર ફેરફારો થયા છે.
ક્રૂરતાના કિસ્સા સબબ છ
ૂ ટાછેડાની જોગવાઈ કરવા માટે લગ્ન કાયદા
(સુધારા) અધિનિયમ, ૧૯૭૬31
થકી કલમ ૧૩(૧)( - i એ) લાગૂ
30 જુઓ – દીલ્હી ડેવલોપમેન્ટ ઓથોરિટી વિ. સ્કિપર કન્સ્ટ્રક્શન કું. (પ્રા.) લિ. અને અન્ય એક, (૧૯૯૬) ૪
એસ.સી.સી. ૬૨૨.
31 ૧૯૭૬ નો ૬૮મો અધિનિયમ, ૨૭.૦૫.૧૯૭૬ થી અમલી.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 25/72
કરવામાં આવી હતી. પરસ્પર સંમતિથી છ
ૂ ટાછેડા માટે હિંદુ લગ્ન
અધિનિયમમાં કલમ ૧૩-બી દાખલ કરવામાં આવી હતી. દાંપત્ય હક્કો
સાથે સંબંધિત એવી હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૯માં સ્પષ્ટીકરણ
ઉમેરવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે સમાજમાંથી
ખસી જવા માટે વાજબી બહાનું હોવાનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હોય, ત્યારે 'વાજબી બહાના'ને પૂરવાર કરવાનો ભાર આવી રીતે સમાજમાંથી
ખસી જનાર વ્યક્તિ પર રહેશે. નીચે નોંધ્યા મુજબ, ઉક્ત સુધારાની અસર
એ રહી કે, તે હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૨૩ની પેટાકલમ (૧)
(એ)ની કઠોરતાને આંશિકપણે હળવી કરે છે. સદરહુ પેટાકલમ ફરમાવે છે
કે, દાદ મંજૂર કરવા માટેનો કોઇ આધાર અસ્તિત્વ ધરાવે છે કે કેમ તે
ચકાસતાં સમયે તેની ખાતરી થવી જોઇએ કે, આવી દાદના હેતુ સબબ
યાચિકાકર્તા પોતાના ગેરકૃ ત્ય કે અસમર્થતાનો લાભ લઇ રહ્યા નથી.
૧૫. હિંદુ લગ્ન અધિનિયમની કલમ ૧૩-બી નીચે મુજબ વંચાણે છેઃ
"૧૩-બી. પરસ્પર સંમતિથી છ
ૂ ટાછેડા લેવા બાબત. -
(૧) આ અધિનિયમની જોગવાઇઓને અધીન રહીને છ
ૂ ટાછેડાના
હુકમનામા દ્વારા લગ્ન વિચ્છેદ માટેની અરજી, આવું લગ્ન, 'લગ્ન
કાયદા (સુધારા) અધિનિયમ, ૧૯૭૬'ના આરંભ પહેલાં કે પછી, વિધિસર કર્યુ હોય તો પણ એક વર્ષ કે તેથી વધારે મુદત માટે જેઓ
અલગ રહ્યા હોય, તેઓ સાથે રહી શકે એમ ન હોય અને તેઓએ
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 26/72
પરસ્પર કબુલ કર્યુ છે કે લગ્ન વિચ્છેદ કરવો જોઇએ એ આધારે
લગ્નના ઉભય પક્ષકારો જિલ્લા ન્યાયાલય સમક્ષ રજૂ કરી શકશે.
(૨) પેટાકલમ (૧)માં ઉલ્લેખેલી અરજ રજૂ કર્યા તારીખથી છ મહિનાથી
વહેલું નહિ અને સદરહુ તારીખથી અઢાર મહિનાથી મોડું ન હોય એ
રીતે, એ સમય દરમ્યાન બંને પક્ષકારો વતી પોતાની મેળે અરજ
પાછી ખેંચવામાં ન આવે તો, ન્યાયાલય, પક્ષકારોને સાંભળ્યા
પછી અને પોતાને યોગ્ય લાગે તેવી તપાસ કર્યા પછી, પોતાને
ખાતરી થાય કે લગ્ન વિધિસર કરવામાં આવ્યું હતું અને અરજમાં
ખાતરીપૂર્વક કહેલું સાચું છે તો, હુકમનામાની તારીખથી અમલમાં
આવે એ રીતે લગ્ન વિચ્છેદ જાહેર કરતું છ
ૂ ટાછેડાનું હુકમનામું કરી
શકશે.”
૧૬. હિંદુ લગ્ન અધિનિયમની કલમ ૧૩-બી(૧) જણાવે છે કે, નીચેની શરતો
પરિપૂર્ણ થતી હોય તો પક્ષકારો દ્વારા કરવામાં આવેલ સંયુક્ત અરજી
સબબ છ
ૂ ટાછેડાનુ હુકમનામું મંજૂર કરી શકાય છેઃ
(એ) પક્ષકારો અરજી રજૂ થયાં પહેલાંના એક વર્ષ કે તેથી વધુ સમયથી
અલગ રહેતાં હોય;
(બી) તેઓ એકસાથે રહી શકે તેમ ન હોય; અને
(સી) લગ્નનો વિચ્છેદ કરવા તેઓ પરસ્પર સંમત થયા હોય.
હિંદુ લગ્ન અધિનિયમની કલમ ૧૩-બીની પેટા-કલમ (૨)
જોગવાઈ કરે છે કે, પ્રથમ દરખાસ્ત દાખલ થયા પછી, જો એ બાદના
સમય દરમ્યાન અરજી પરત લેવામાં આવી ન હોય તો, દંપતી/પક્ષકારોએ
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 27/72
(પ્રથમ દરખાસ્તના) છ મહિના પછી અને અઢાર મહિના પહેલાં અદાલત
સમક્ષ બીજી દરખાસ્ત રજૂ કરવાની રહેશે. પ્રથમ દરખાસ્તના છ મહિના
પહેલાં પક્ષકારો દ્વારા કોઈ પગલાં લઈ શકાતા નથી. જ્યારે બીજી દરખાસ્ત
દાખલ કરવામાં આવે છે, ત્યારે અદાલતે તપાસ કરવાની હોય છે, અને
અરજીમાં કરવામાં આવેલા દાવા સાચાં હોવાની ખાતરી થતાં, છ
ૂ ટાછેડાનું
હુકમનામું મંજૂર કરવામાં આવે છે. સ્પષ્ટપણે, હિંદુ લગ્ન અધિનિયમની
કલમ ૧૩-બીમાં પેટાકલમ (૨) સામેલ કરવા પાછળનો વૈધાનિક
આશય એ છે કે, બીજી દરખાસ્ત રજૂ થતાં પહેલાં દંપતી/પક્ષકારોને
આત્મનિરીક્ષણ કરવાનો અને અલગ થવાના નિર્ણય પર વિચાર કરવા
માટે સમય મળી રહે. જો કે, કેટલાંક અસાધારણ મુશ્કેલીઓના કેસો છે, જેમાં વર્ષોના ઉગ્ર કાનૂની મુકદમાઓ અને લાંબા સમય સુધી ભોગવેલ
યાતનાઓને પગલે, નવી શરૂઆત કરવાના દ્રષ્ટિકોણથી સંયુક્તપણે
પક્ષકારો અદાલતને લગ્ન વિચ્છેદ કરવા અરજ કરે છે અને બીજી દરખાસ્ત
રજૂ કરવામાંથી મુક્તિ આપવાની માંગ કરે છે. એકબીજા પ્રત્યે અને
પરિવારના સભ્યો સામે કરવામાં આવેલાં, જક્કી મતભેદો, આક્ષેપો અને
આરોપો અને કેટલાક કિસ્સાઓમાં ફોજદારી કેસો સહિત બહુવિધ
મુકદ્દમાઓને કારણે વૈવાહિક સંબંધ ચાલુ રાખવો અશક્ય હોય છે. ત્યાં

ૂ ટાછેડા અનિવાર્ય હોય છે અને છ મહિનાનો સુલેહકાળ આપવામાં આવે
તો પણ કોઇ લાભ કે ફાયદા વિના તે માત્ર દુઃખ અને પીડા ઉત્તપન્ન કરે છે.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 28/72
આ એવા કેસો છે કે જ્યાં ઉતાવળિયા નિર્ણયો સામે રક્ષણ આપવાના
હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૧૩-બીની પેટાકલમ (૨) ના ઉદ્દેશ
અને હેતુ સબબ કોઇ મુદ્દો કે પ્રશ્ન નથી અને છ મહિના પછી બીજી
દરખાસ્ત રજૂ કરવાની પ્રક્રિયાગત જરૂરિયાત સમાધાનમાં અવરોધ તરીકે
કામ કરે છે. કેટલીકવાર, ખોરાકી-પોષાકી અને કાયમી ભરણપોષણની
એકસામટી ચુકવણીમાં વિલંબ થાય છે, જે દરમ્યાન ચિંતા અને શંકા
બન્યા રહે છે. અહીં, જ્યારે કે વાસ્તવિક લગ્ન બહુ પહેલાં સમાપ્ત થઇ ચૂક્યુ
છે, ત્યારે છ
ૂ ટાછેડાનું ઔપચારિક હુકનામું પસાર કરી, કાનૂની
મુકદમા(ઓ) અને પીડા તથા દુઃખનો અંત લાવવાના પક્ષકારોના
વ્યક્તિગત હિત અને બહોળા જાહેરહિતને પ્રક્રિયાએ માર્ગ કરી આપવો
જોઇએ.
૧૭. હિંદુ લગ્ન અધિનિયમની કલમ ૧૩-બીની પેટાકલમ (૨)ની
જોગવાઈઓનું વિશ્લેષણ કરતાં, અમરદીપ સિંહ વિરુદ્ધ હરવીન કૌર32
માં
આ અદાલતે એ પ્રશ્ન ધ્યાને લીધો છે કે, છ મહિનાનો સુલેહકાળ
ફરજિયાત છે કે વિવેકાધીન? તે ઠેરવવામાં આવ્યું કે, જ્યાં અદાલતોમાં
કાર્યવાહી લાંબા સમયથી પડતર છે, કે જે અપવાદરૂપ પરિસ્થિતિઓના
કેસો છે, તેમાં અદાલત સુલેહ અર્થે સમયગાળામાં મુક્તિ આપી શકે છે.
ઠેરવવામાં આવ્યું હતું કે:
32 (૨૦૧૭) ૮ એસ.સી.સી. ૭૪૬.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 29/72
"૧૪. વિદ્વાન એમિકસ ક્યુરીએ રજૂઆત કરી કે, કાયદાની કલમ ૧૩-
બી (૨) હેઠળ સમાવિષ્ટ પ્રતીક્ષાકાળ નિર્દેશાત્મક છે અને, અપવાદરૂપ પરિસ્થિતિઓમાં, જ્યાં કાર્યવાહી પડતર હોય, અદાલત તેમાંથી મુક્તિ આપી શકે છે. આ દ્રષ્ટિકોણને
કે.ઓમપ્રકાશ વિ. કે.નલીનીમાં આંધ્ર પ્રદેશ વડી અદાલતના, રૂપા
રેડ્ડી વિ. પ્રભાકર રેડ્ડીમાં કર્ણાટક વડી અદાલતના, ધનજીત વાડ્રા
વિ. બીના વાડ્રામાં દલ્હી વડી અદાલતના અને દીનેશકુમાર શુક્લા
વિ. નીતામાં મધ્યપ્રદેશ વડી અદાલતના ચુકાદાઓથી સમર્થન
મળ્યું છે. એમ.કૃ ષ્ણ પ્રીતા વિરુદ્ધ જયન મૂરકનાટ કેસમાં કેરળ
વડી અદાલતે તેનાથી વિપરીત દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. એવી
રજૂઆત કરવામાં આવી હતી કે, કલમ ૧૩-બી(૧) અદાલતના
હુકુમતક્ષેત્ર સાથે સંબંધિત છે અને યાચિકા ત્યારે જ ટકવાપાત્ર છે, જ્યારે પક્ષકારો એક વર્ષ કે તેથી વધુ સમયથી અલગ રહેતા હોય
અને માત્ર જ્યારે તેઓ સાથે રહી શકે તેમ ન હોય અને તેઓ લગ્ન
વિચ્છેદ કરવા બાબત સહમત થયા હોય. કલમ ૧૩-બી(૨)
પ્રક્રિયાગત છે. તેમણે રજૂઆત કરી કે, જ્યાં સમાધાનની કોઈ
શક્યતા નથી અને પક્ષકારો પહેલાંથી જ લાંબા સમયથી અલગ
થઈ ગયા છે અથવા કલમ ૧૩-બી(૨) માં ઉલ્લેખિત સમયગાળા
કરતાં વધુ સમયથી એકબીજા સામે કાર્યવાહી ચલાવી રહ્યા છે, તો
આ સમયગાળાને માફ કરવાની વિવેકાધીન સત્તા એ ન્યાયના
હિતની વિચારણાંથી નિર્દેશિત વિવેકાધીન સત્તા છે. આમ, અદાલતે નીચે મુજબના પ્રશ્નો પર વિચાર કરવો જોઇએ:
(i) પક્ષકારોના લગ્નને કેટલો સમય થયો છે?
( ) ii મુકદ્દમા ક્યારથી પડતર છે?
( ) iii તેઓ કેટલા સમયથી અલગ રહે છે?
( ) iv શું પક્ષકારો વચ્ચે કોઈ અન્ય કાર્યવાહી છે?
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 30/72
( ) v શું પક્ષકારોએ મધ્યસ્થી/સમાધાનમાં ભાગ લીધો છે?
( ) vi શું પક્ષકારો તેમની વચ્ચેના ખોરાકી, બાળકની કસ્ટડી અથવા
અન્ય કોઈ પડતર મુદ્દાઓની કાળજી લે તેવાં વાસ્તવિક સમાધાન
પર પહોંચ્યા છે?
XX XX XX
૧૯. હાલની પરિસ્થિતિને ઉપરોક્ત બાબત લાગુ પાડતાં, અમારો મત
છે કે, જ્યાં મેટર ચલાવતી અદાલતને સંતોષ થાય કે, કલમ ૧૩-
બી(૨) હેઠળના કાનૂની સમયગાળાને માફ કરવા માટે કેસ યોગ્ય
છે, તો તે નીચેની બાબતોને ધ્યાનમાં લઇ આ કરી શકે છેઃ
( ) i પક્ષકારોના અલગ થયાનો કલમ ૧૩-બી(૧)માં નિર્દિષ્ટ
એક વર્ષના સમયગાળા ઉપરાંત, કલમ ૧૩-બી(૨) માં
નિર્દિષ્ટ છ મહિનાનો કાનૂની સમયગાળો પ્રથમ દરખાસ્ત
પહેલાં જ સમાપ્ત થઈ ગયો છે;
( ) ii પક્ષકારોને ફરી સાથે લાવવાના, દી.કા.સં.ના ઓર્ડર ૩૨-
એ નિયમ ૩/ આ અધિનિયમની કલમ ૨૩(૨)/ફેમીલી
કોર્ટ એક્ટની કલમ ૯ અન્વયેના સહિત, મધ્યસ્થી/સમાધાન માટેના તમામ પ્રયાસો નિષ્ફળ થઇ
ગયા હોય અને તે દિશામાં આગળના કોઈપણ પ્રયાસોની
સફળતાની કોઈ સંભાવના ન હોય;
( ) iii પક્ષકારોએ ખોરાકી-પોષાકી, બાળકની કસ્ટડી કે પક્ષકારો
વચ્ચેના અન્ય કોઈ બાકી મુદ્દાઓ સહિત તેમના મતભેદોનું
સાચા અર્થમાં સમાધાન કર્યુ હોય;
( ) iv પ્રતીક્ષાકાળ માત્ર તેમની પીડાને લંબાવનાર હોય.
આવી છ
ૂ ટ માટેની અરજી, છ
ૂ ટની અરજ કરવાના કારણો
સહિત, પ્રથમ દરખાસ્તના એક અઠવાડિયા પછી દાખલ કરી
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 31/72
શકાય. જો ઉપરોક્ત શરતો સંતોષાતી હોય, તો બીજી દરખાસ્ત
સબબ પ્રતીક્ષાકાળમાંથી મુક્તિ આપવાની વિવેકાધીન સત્તા
સંબંધિત અદાલતની રહેશે."
આ સમય અંતરાલ પક્ષકારોને મંથન કરવા, વિશ્લેષણ કરવા અને
વિચારણાપૂર્વકનો નિર્ણય લેવા માટે સુસજ્જ કરવા માટે છે. પ્રતીક્ષાકાળનો
ઉદ્દેશ અગાઉથી પડી ભાંગેલા લગ્નને લંબાવવાનો કે જેમાં લગ્ન સફળ થઇ
શકવાની કોઇ શક્યતા ન હોય તેમાં પક્ષકારોની વેદના અને દુઃખને
લંબાવવાનો નથી. તેથી, એકવાર લગ્નને બચાવવા માટેના દરેક પ્રયત્નો
કરવામાં આવી ચૂક્યા હોય અને પુનઃમિલન અને સહજીવનની કોઈ
શક્યતા ન હોય, તો અદાલત પક્ષકારોને વધુ સારો એટલે કે છ
ૂ ટાછેડા
મંજૂર કરવાનો વિકલ્પ ઉપલબ્ધ કરવામાં ક્ષમતાહીન નથી. આ મુક્તિ
માત્ર પૂછવા માત્રથી આપવાની નથી, પરંતુ અદાલતને શંકાથી પર એવી
ખાતરી થયાના આધારે આપવાની છે, કે લગ્ન સુધરી ન શકે તે રીતે પડી
ભાગ્યું છે. અમરદીપ સિંહ (સુપ્રા)ના ચુકાદામાં એવા ઘણા પ્રશ્નોનો ઉલ્લેખ
કરવામાં આવ્યો છે, જે હુકમ પસાર કરતાં પહેલાં અદાલત એક કે બીજી
રીતે પૂછી શકે છે. જો કે, આ ચુકાદો હિન્દુ લગ્ન અધિનિયમનીની કલમ
૧૩-બી(૨) ના અર્થઘટનને લગત છે, અને તેમાં તે તપાસવામાં નથી
આવી રહ્યું કે, આ અદાલત ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧)
હેઠળની સત્તાનો ઉપયોગ કરી, હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૧૩-બી
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 32/72
હેઠળ સમાધાન-કરારને રેકોર્ડ પર લઈ, પરસ્પર સંમતિપૂર્વકના છ
ૂ ટાછેડા
મંજૂર કરી શકે છે કે કેમ.
૧૮. આપણે સ્વીકારવું રહ્યું કે, આ અદાલતે ઘણી વાર હિંદુ લગ્ન અધિનિયમની
કલમ ૧૩-બી હેઠળ પરસ્પર સંમતિથી છ
ૂ ટાછેડા માટેની
અરજીઓ/અરજો ગુણદોષ પર ધ્યાને લીધેલ છે, અને પક્ષકારોને ટ્રાયલ
કોર્ટ સમક્ષ સંયુક્ત દરખાસ્ત રજૂ કરવાનું કહ્યા સિવાય છ
હુકમનામું પસાર કર્યું છે. આવા કેસોમાં, પક્ષકારો વચ્ચેની અન્ય દીવાની
અને ફોજદારી કાર્યવાહીઓમાં તે મુજબ સમાધાન કરી, તેમાં રદબાતલ કે
બંધ કરવા સબબનું હુકમનામું કરવામાં આવે છે. આ પરિસ્થિતિ ત્યારે
ઊભી થાય છે, જ્યારે ન્યાયિક કાર્યવાહીમાં કરવામાં આવેલાં વચગાળાના
કે આખરી હુકમ સામે અથવા આ અદાલત સમક્ષ દાખલ કરવામાં આવેલી
ટ્રાન્સફર પિટિશન સબબ આ અદાલતમાં કાર્યવાહી પડતર હોય. પક્ષકારો
પરસ્પર સમજૂતીથી લગ્ન-વિચ્છેદ કરવા સંમત થઈ શકે છે, જોકે ઘણા
પ્રસંગોએ તેઓ વચ્ચે, મધ્યસ્થીથી કે અદાલતની પહેલથી, સમાધાન
લાવવામાં આવે છે. લગ્ન સંબંધિત બાબતોમાં, કાનૂની મુકદ્દમા નહીં
પરંતુ, સમાધાન એ વાદ-નિરાકરણનું વધુ ઇચ્છિત માધ્યમ છે.33
33 જુઓ – દી.કા.સં.ની કલમ ૮૯ અને ધી ફેમિલી કોર્ટસ એક્ટ, ૧૯૮૪ની કલમ ૯.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 33/72
૧૯. આવા કિસ્સાઓમાં, કોઇ 'પ્રયોજન કે બાબત'માં 'સંપૂર્ણ ન્યાય' કરવા આ
અદાલત દ્વારા ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળના
હુકુમતક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવે, તે સ્પષ્ટપણે સ્વીકાર્ય છે. આપણે
સ્વીકારવું જોઈએ કે જે હુકમ કે હુકમનામું ફેમિલી કોર્ટ, ટ્રાયલ કોર્ટ કે
હાઈકોર્ટ પસાર કરી શકે છે, તે આ અદાલત પણ પસાર કરી શકે છે.
ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) મુજબ, આ અદાલત દ્વારા
કરવામાં આવેલ હુકમનામા કે હુકમ ભારતના સમગ્ર રાજ્યક્ષેત્રમાં
અમલવારીપાત્ર છે.34
ભારતના બંધારણના અનુચ્છેદ ૧૩૬ અને
૧૪૨(૧) હેઠળની આ અદાલતની સત્તા ચોક્કસપણે 'સંપૂર્ણ ન્યાય'
કરવાની આ સત્તાને સ્વીકારશે અને અમલમાં મૂકશે, પછી ભલે મુખ્ય
કેસ/કાર્યવાહી ફેમીલી કોર્ટ, ટ્રાયલ કોર્ટ અથવા અન્ય ન્યાયિક મંચ
સમક્ષ પડતર હોય. વિષય-વસ્તુના અધિકારક્ષેત્રના અભાવનો પ્રશ્ન કે
મુદ્દો ઊભો થતો નથી. વૈવાહિક બાબતોમાં સમાધાન હંમેશા વિવિધ
અદાલતોમાં અને અલગ-અલગ સ્થળોએ ચાલી રહેલ ફોજદારી કાર્યવાહી
સહિત બહુવિધ કાનૂની કાર્યવાહીનો અંત લાવે છે. આવશ્યકપણે, આવાં
કેસોમાં પક્ષકારોએ યોગ્ય રાહત અને કસો બંધ કરવા, તેમનો નિકાલ
કરવા અને/અથવા રદબાતલ કરવા, હુકુમત ધરાવતી વડી અદાલત
સહિત ઘણી બધી અદાલતોમાં અલગ-અલગ અરજીઓ કરવાની રહે છે.
તેનાથી અદાલતો પર લિસ્ટિંગ, દસ્તાવેજી કામકાજ, ઔપચારિકતાઓનું
34 જુઓ – ધી સુપ્રિમ કોર્ટ (ડેક્રીસ એન્ડ ઓર્ડર્સ) એન્ફોર્સમેન્ટ ઓર્ડર, ૧૯૫૪ (સી.ઓ. ૪૭).
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 34/72
અનુપાલન, ખરાઇ કરવાની પ્રક્રિયા ઇત્યાદિ સ્વરૂપે ભારણ રહે છે. સાથે
જ, પક્ષકારોએ ખર્ચ ઉઠાવવો પડે છે, અનેક મંચો/અદાલતો સમક્ષ હાજર
થવું પડે છે અને આખરી હુકમમાં વિલંબ થાય છે, જે ચિંતા અને
આશંકાના કારણ બને છે. આ અર્થમાં, જ્યારે આ અદાલત ભારતના
બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળ સત્તાનો ઉપયોગ કરે છે, ત્યારે તે
ન્યાયના હેતુને સહાય અને મદદ કરે છે.
૨૦. જો કે, જે તે કેસમાં, સત્તાની હયાતી અને સત્તાના ઉપયોગ વચ્ચે તફાવત
છે. સામાન્યપણે સત્તાની હયાતી કાયદાની વાત છે, જ્યારે સત્તાનો
ઉપયોગ તે કાયદા અને હકીકતોનો મિશ્ર પ્રશ્ન છે. જ્યારે પરસ્પર સંમતિથી

ૂ ટાછેડાનું હુકમનામું પસાર કરવાની સત્તા (કોર્ટમાં) નિહિત હોય અને
ભારતના બંધારણની અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળ આ અદાલત દ્વારા તેનો
ઉપયોગ કરી શકાય તેમ હોય તો પણ, ક્યારે અને કયા કેસોમાં 'પ્રયોજન
કે બાબત' માં 'સંપૂર્ણ ન્યાય' કરવા સત્તાનો ઉપયોગ કરવો જોઈએ તે એક
એવો મુદ્દો છે જે સત્તાના અસ્તિત્વથી સ્વતંત્ર રીતે નિર્ણિત થવો રહ્યો. આ
વિવેકાધીન સત્તાનો ઉપયોગ, કાનૂની જોગવાઇઓના ઉદ્દેશની
અવગણના કર્યા સિવાય, માપદંડોના હેતુ અને પરિબળોના મૂલ્યાંકન
પર, જે તે કેસના તથ્યોના મેટ્રિક્સના આધારે કરવો રહ્યો. અમિત કુમાર
વિ. સુમન બેનીવાલ35
માં, આ અદાલતે ઠેરવ્યું છે કે, હિંદુ લગ્ન
35 (૨૦૨૧) એસ.સી.સી. ઓનલાઇન એસ.સી. ૧૨૭૦.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 35/72
અધિનિયમની કલમ ૧૩-બીની પેટાકલમો (૧) અને (૨)ના વાંચનમાં
પરસ્પર સંમતિથી છ
ૂ ટાછેડાનું હુકમનામુ મંજૂર કરવા સબબ અલગ થયા
તારીખથી કુ લ દોઢ વર્ષના પ્રતીક્ષાકાળ/અંતરાલની જોગવાઇ કરવામાં
આવી છે. એકવાર અલગ થયા તારીખથી દોઢ વર્ષના
પ્રતીક્ષાકાળ/અંતરાલની શરત પૂરી થઈ ગઇ હોય, તો સલામતીપૂર્વક
એટલું તો કહી શકાય કે, પક્ષકારોને આવનાર સમયમાં તેમનાં લગ્નનો
હંમેશ માટે અંત લાવવો કે કેમ તે અંગે વિચાર કરવા, પ્રતિક્રિયા આપવા
અને અંતઃકરણપૂર્વકનો નિર્ણય લેવાનો સમય હતો. આ વિયોગ કાળ
આવેશપૂર્ણ અને બેદરકારીપૂર્વકના લગ્ન-વિચ્છેદને અટકાવે છે, આવેશોના શમનનો, ગુસ્સાને શાંત કરવાનો અને દંપત્તીને એકબીજાને
માફ કરવા અને ભૂલી જવાનો સમય આપે છે. સાથેસાથે, જ્યારે લાંબા
સમયથી સંપૂર્ણ વિયોગ હોય અને પક્ષકારો અલગ થઈ ગયા છે અને
અલગ થવાની પરસ્પર સહમતિ છે, ત્યારે પક્ષકારોને ટ્રાયલ કોર્ટ સમક્ષ
જવાનું કહીને મુકદ્દમાને ચાલુ રાખવું અસંગત રહેશે. અમિત કુમાર
(સુપ્રા)માં આ અદાલતે અવલોકન કર્યું છે કે, અમરદીપ સિંહ (સુપ્રા)માં
છ પરિબળો/પ્રશ્નોનો ઉલ્લેખ કરવા ઉપરાંત, આ અદાલતે તેનો ક્યાસ
કરવો જોઈએ કે, શું પક્ષકારો સ્વતંત્ર રીતે, પોતાની સંમતિથી, અને કોઈ
બળજબરી કે દબાણ વિના એવાં વાસ્તવિક સમાધાન પર પહોંચ્યા છે, કે
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 36/72
જે ખોરાકી-પોષાકી, તેમજ જો લાગૂ પડતું હોય તો, ભરણપોષણ અને
બાળકોની કસ્ટડી વગેરેને આવરી લેતું હોય.
૨૧. અમારા મતે, જ્યારે હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૧૩-બીની
નિયમનકારી શરતો પૂરી થતી હોય અને ઉપરોક્ત પરિબળોનો સંદર્ભ કર્યા
બાદ જો અદાલતને ખાતરી થાય કે છ
ૂ ટાછેડાનું હુકમનામું મંજૂર કરી શકાય
છે, તો સંયુક્ત અરજી પર, પરસ્પર સંમતિપૂર્વકના છ
ૂ ટાછેડાનું હુકમનામું
મંજૂર કરવાની આ અદાલતની સત્તા પર સદરહુ કલમ કોઇ ગતિરોધક
ભારણ લાદતી નથી.
૨૨. વિધાનમંડળ અને અદાલતો લગ્ન સંબંધિત મુકદ્દમાઓને અનન્ય શ્રેણી ન
માનતા હોય તો વિશેષ શ્રેણી તરીકે તો માને જ છે. કૌટુંબિક અને વૈવાહિક
બાબતો સબબના વિધાનો પાછળની જાહેરનીતિ અરસપરસના
સમાધાનને પ્રોત્સાહન આપે છે, જે દીવાની કાર્યવાહી સંહિતાની કલમ
૮૯, હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૨૩(૨) અને ફેમિલી કોર્ટ્સ એક્ટ, ૧૯૮૪ ની કલમ ૯માં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. વિભિન્ન
પાસાઓને નિયમિત કરતાં બહુવિધ વિધાનો હોઇ, વિવાદનું કારણ
એકસમાન કે સરખું હોય તો પણ, મોટાભાગના વૈવાહિક વિવાદો ફોજદારી
કેસો સહિત સંખ્યાબંધ કેસો કરવા તરફ દોરી જાય છે, જેેમાં કેટલીકવાર તે
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 37/72
સાચાં હોય છે, તો કેટલીકવાર તે આઘાત, દુઃખ, ક્રોધ કે સબક
શીખવાડવાની ગેરદોરવણીને પગલે કરવામાં આવ્યા હોય છે. બહુવિધ
મુકદ્દમાઓ સમાધાનને સીમિત અને અવરોધિત કરી શકે છે, કેમ કે
સમાધાનનો ઉદ્દેશ અને હેતુ પક્ષકારોને સહવાસ અને સહજીવન માટે
સક્ષમ બનાવવાનો કે જો તેઓ અલગ થવાનો નિર્ણય લે તો, નવી
શરૂઆત કરી જીવનમાં શાંતિપૂર્વક સ્થાયી કરવાનો હોઇ, સમાધાન
સર્વગ્રાહી અને વ્યાપક હોવું રહ્યું. આથી, ફોજદારી કાર્યવાહી સંહિતાની
કલમ ૩૨૦ ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૮એ હેઠળના ગુન્હાની
માંડવાળની પરવાનગી નહિ આપતી હોવાનું મજકુર હોવા છતાં, બી.એસ.
જોષી અને અન્યો વિ. હરિયાણા રાજ્ય અને અન્ય એક36
માં આ અદાલતે
ઠેરવ્યું છે કે, જ્યાં ન્યાયના અંત્યો માંગ કરતા હોય, ત્યાં વડી અદાલત
ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ ૪૮૨ હેઠળની સત્તાનો ઉપયોગ કરી
બીનશમનક્ષમ (નોન-કમ્પાઉન્ડેબલ) ગુનામાં પણ અભિયોજન
રદબાતલ કરી શકે છે. આ દ્રષ્ટિકોણની જ્ઞાન સિંહ વિ. પંજાબ રાજ્ય અને
અન્ય37
માં ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે પુષ્ટિ કરી છે અને જીતેન્દ્ર
રઘુવંશી અને અન્યો વિ. બબીતા રઘુવંશી અને અન્યો38
માં અન્ય ત્રણ
ન્યાયાધીશોની ખંડપીઠે તેનો પુનરોચ્ચાર કર્યો છે. તેનું કારણ એ છે કે
અદાલતોએ લગ્ન સંબંધિત મુકદ્દમાઓને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં
36 (૨૦૦૩) ૪ એસ.સી.સી. ૬૭૫.
37 (૨૦૧૨) ૧૦ એસ.સી.સી. ૩૦૩.
38 (૨૦૧૩) ૪ એસ.સી.સી. ૫૮.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 38/72
અને આવા મુકદ્દમાઓ લાંબા સમય સુધી ચાલતાં, બંને પક્ષકારો બહુવિધ
મુકદમાઓ પાછળ દોટ લગાવવામાં પોતાની યુવાવસ્થા ગુમાવતા હોઇ, તે
બંને પક્ષકારો માટે નુકશાનકારક છે. આમ, અતિ-તકનીકી દ્રષ્ટિકોણ
અપનાવવો પ્રતિકૂળ હોઈ શકે છે, કારણ કે કેસનું પડતર રહેવું પોતે જ
પીડા, વેદના અને સતામણીનું કારણ બને છે અને પરિણામે, તે
સુનિશ્ચિત કરવાની અદાલતની ફરજ છે કે પીડા, વેદના અને માનસિક
ત્રાસદીનો અંત આવે તે રીતે વૈવાહિક બાબતોનું સૌહાર્દપૂર્ણ સમાધાન
થાય. આ સંબંધમાં, અદાલતોએ માત્ર તેની તપાસ અને ખાતરી કરવી રહી
કે, પક્ષકારો વચ્ચે સમાધાન દાબ, દબાણ, બળજબરી, છેતરપિંડી, ખોટી
રજૂઆત કે અનુચિત પ્રભાવ વિના હાંસલ કરવામાં આવ્યું છે કે કેમ, અને
સંમતિ ખરેખરી સ્વતંત્ર ઇચ્છા અને પસંદગીપૂર્વક માંગવામાં આવી છે કે
કેમ, અને પક્ષકારોની સ્વાયત્તતા સાથે બાંધછોડ તો નથી કરવામાં આવી
ને. જ્ઞાન સિંહ (સુપ્રા) અને જીતેન્દ્ર રઘુવંશી અને અન્યો (સુપ્રા) વાળા
બે નિર્ણયોમાં અવલોકન કરવામાં આવ્યું છે કે, ફો.કા.સં.ની કલમ ૪૮૨
હેઠળ વડી અદાલતની નિહિત સત્તા વ્યાપક છે અને તેનો
ઉપયોગ/પ્રયોજન ન્યાયના અંત્યો સુનિશ્ચિત કરવા ફોજદારી કાર્યવાહીને
રદબાતલ કરવા અને અદાલતની પ્રક્રિયાનો દુરુપયોગ અટકાવવા કરી
શકાય છે, જો કે તેનું પ્રયોજન સંયમ, કાળજી અને સાવધાનીપૂર્વક કરવુ
રહ્યું. આ અદાલતે મધ્ય પ્રદેશ રાજ્ય વિ. લક્ષમી નારાયણ અને
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 39/72
અન્યો39
માં, ફો.કા.સં.ની કલમ ૩૨૦ની દ્રષ્ટિએ, બીનશમનક્ષમ
ગુન્હાઓમાં ક્વોશિંગ કરવાની કલમ ૪૮૨ હેઠળની વડી અદાલતમાં
નિહિત હુકુમતનો ઉપયોગ ક્યારે કરવો તે સબબની માર્ગદર્શિકા નિર્ધારિત
કરી છે. ઉપરોક્ત કાનૂની સ્થિતિ અને ચર્ચાને ધ્યાનમાં રાખતાં, આ
અદાલત, પક્ષકારો વચ્ચેના સમાધાનના આધારે પરસ્પર સંમતિથી

ૂ ટાછેડાનુ હુકમનામું કરતી વખતે, જો ઉપરોક્ત ચુકાદાઓમાં નિર્દિષ્ટ
શરતો સંતોષાતી હોય તો, ફોજદારી કેસો અને પ્રથમ માહિતી
અહેવાલ(લો) સહિત અન્ય કાર્યવાહી અને હુકમોને રદબાતલ કરી શકે છે.
ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની હુકુમત અને સત્તાનો ઉપયોગ
કરી, લગ્નમાં સુધરી ન શકે તેવું ભંગાણ થયું હોવાના આધારે, છ
ૂ ટાછેડાની મંજૂરી.
૨૩. આ આપણને છેલ્લા પ્રશ્ન પર લાવે છે કે, ભારતના બંધારણના અનુચ્છેદ
૧૪૨(૧) હેઠળ સત્તાનો ઉપયોગ કરીને, જ્યારે આ અદાલતને ખાતરી
થઇ હોય કે, લગ્નમાં કદી જ સુધરી ન શકે તેવું સંપૂર્ણ ભંગાણ થયું છે ત્યારે
આ અદાલત, દંપત્તિમાંથી કોઇ એકની અરજ પર, અને બીજાનો આવી
અરજ સબબ વિરોધ હોવા છતાં, શું છ
ૂ ટાછેડાનુ હુકમનામું મંજૂર શકે છે?
૨૪. હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૧૩(૧)( - i એ), ૨૫ મે ૧૯૭૬થી અમલી
૧૯૭૬નો અધિનિયમ નં. ૬૮ નીચે મુજબ વંચાણે છે:
39 (૨૦૧૯) ૫ એસ.સી.સી. ૬૮૮.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 40/72
"૧૩ છ
ૂ ટાછેડા. -
(૧) આ અધિનિયમના અમલી થયા પહેલાં કે પછી સંપન્ન થયેલા
કોઈપણ લગ્ન સબબ, પતિ અથવા પત્ની દ્વારા રજૂ કરવામાં
આવેલી અરજી પર, છ
ૂ ટાછેડાના હુકમનામાથી એ આધારે વિચ્છેદ
કરી શકાય છે કે, અન્ય પક્ષકાર -
XX XX XX
( - i એ) લગ્ન સંપન્ન થયા પછી, અરજદાર સાથે ક્રૂરતા આચરી છે; અથવા
XX XX XX
આ જોગવાઇને ઘણીવાર હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૨૩(૧)ના ખંડ
(એ), કે જેનો મહદઅંશ ભાગ તે ૧૯૫૫ના અધિનિયમ નં. ૨૫ના મુખ્ય
કાનૂનના ભાગ તરીકે અમલી થયેલ, તેની સાથે વંચાણે લેવામાં આવે છે, જે નીચે મુજબ છે:
"૨૩. કાર્યવાહીઓમાં હુકમનામું. -(૧) આ અધિનિયમ હેઠળની કોઇ
કાર્યવાહીમાં બચાવ કરવામાં આવ્યો હોય કે ન હોય તો પણ, ન્યાયાલયને
એવી ખાતરી થાય કે -
(એ) દાદ આપવા માટેના કોઈપણ કારણ છે અને અરજદાર, 40
[કલમ
૫ના ખંડ (૨)ના પેટા-ખંડ (એે), પેટા-ખંડ (બી) અથવા પેટા-ખંડ
(સી)માં નિર્દિષ્ટ કરેલા આધાર ઉપર તેણે દાદ માંગી હોય તેવા કિસ્સા
સિવાય] એવી દાદ મેળવવાના હેતુ માટે પોતાના દોષનો અથવા
અસર્થતાનો કોઇ રીતે લાભ લેતો નથી; અને
XX XX XX
40 કૌંસમાં સમાવેલ ભાગ ૧૯૭૬ના અધિનિયમ નં. ૬૮ થી તા.૨૭.૦૫.૧૯૭૬ની અસરથી અમલી બનાવવામાં
આવ્યો હતો.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 41/72
હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૧૩(૧)( - i એ) સાથે કલમ
૨૩(૧)(એ) વંચાણે લેતાં, તેની કાનૂની અસર 'દોષવાદ' (ફોલ્ટ
થિયરી), કે જે પાસાને અમારે આગળ ચકાસવાનું છે, તે લાગૂ પાડતી
હોવાનું અર્થઘટન કરે છે. પ્રથમ, અમે હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ જેની
વ્યાખ્યા નથી કરવામાં આવી તે 'ક્રૂરતા' અભિવ્યક્તિની રૂપરેખા નિર્ધારિત
કરવા માંગીએ છીએ.
૨૫. છેક ૧૯૭૫માં, આ અદાલતની ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે એન.જી.
દસ્તાને વિરુદ્ધ એસ.દસ્તાને41
માં, ભારતીય પૂરાવા અધિનિયમ, ૧૯૭૨નો સંદર્ભ કરતાં, ઠેરવ્યું હતું કે, જો સંભાવનાઓની પ્રબળતા દ્વારા
તે પૂરવાર કરવામાં આવ્યું હોય, એટલે કે અદાલતે તે માન્યું હોય કે તેવું
ઘટવાની સંભાવના હોવાનું ધ્યાને લીધું હોય કે, જે તે કેસના સંજોગોમાં, કોઇપણ સમજદાર વ્યક્તિએ તેવાં તથ્યોની હયાતીની ધારણા સાથે એવું
આચરણ કરે કે તે તથ્ય અસ્તિત્વમાં છે, તો તે તથ્ય સ્થાપિત થયું હોવાનું
કહેવાય. ઘણીવાર, કોઇ હકીકતની હયાતીની માન્યતા સંભાવનાઓના
સંતુલન પર આધારિત હોય છે, એટલે કે, અદાલતે કોઈ ચોક્કસ
હકીકતની હયાતીની તરફેણના પ્રાધાન્યને પારખવા માટે વિવિધ
સંભાવનાઓને તોલવી પડે છે. હિંદુ લગ્ન અધિનિયમ હેઠળની કાર્યવાહી
દીવાની કાર્યવાહી હોવાનું ઠેરવતાં અને હિંદુ લગ્ન અધિનિયમની કલમ
41 (૧૯૭૫) ૨ એસ.સી.સી. ૩૨૬.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 42/72
૨૩ની જોગવાઈઓનો ઉલ્લેખ કરી, ઠેરવવામાં આવ્યું હતું કે, 'ખાતરી'
શબ્દનો અર્થ 'વાજબી શંકાથી પર' હોવાની ખાતરી નહિ, પરંતુ
'સંભાવનાઓની પ્રાધાન્યતા/અગ્રતા' અંગેની ખાતરી હોવો રહ્યો. લગ્ન
વિચ્છેદના એક આધાર તરીકે 'ક્રૂરતા'ના અર્થ સબબ વડી અદાલતે 'ધી
લૉ એન્ડ પ્રેક્ટિસ ઓફ ડિવોર્સ એન્ડ કોઝીસ'માંના ડી.ટોલ્સટોયના ફકરા
પર લીધેલ આધારનો સંદર્ભ કરવામાં આવ્યો. તેમાં, 'ક્રૂરતા' ને જીવન, શરીરના અંગ કે સ્વાસ્થ્ય, શારીરિક કે માનસિક, અથવા તેવાં જોખમની
વાજબી દહેશત ઊભી કરતી હોવાની લાક્ષણિકતા ધરાવતી ઇરાદપૂર્વકની
અને અન્યાયી વર્તણૂંક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. જો કે, આ
અદાલતને લાગ્યું કે, હોર્ટન વિરુદ્ધ હોર્ટન42
ને ટાંકતો ડી.ટોલ્સટોયનો
ફકરો દંપત્તીને સહજીવન અશક્ય જણાતું હોવાનું દર્શાવવા માટે પૂરતો
નથી, ભલે પછી આવું સહજીવન સ્વાસ્થને હાનિમાં પરિણમ્યું હોય.
તદનુસાર, આ અદાલતે સ્પષ્ટ કર્યું કે, જો સ્વાસ્થ્ય માટે જોખમ માત્ર એ
હકીકતથી ઊભું થાય છે કે દંપત્તીને સાથે રહેવું અશક્ય જણાય છે અને
એક પક્ષકાર બીજા પ્રત્યે ઉદાસીન છે, તો ક્રૂરતાનો આરોપ કદાચ નિષ્ફળ
રહે. જો કે, બચાવપક્ષવાળા જીવનસાથીનું વર્તન ક્રૂરતા કહેવાય કે નહિ તે
નિર્ધારિત કરવા માટે આરોગ્ય, પ્રતિષ્ઠા, કારકિર્દી કે તેના જેવી બાબતોને
થયેલ નુકસાન કે હાનિ એ ધ્યાને લેવાની મહત્વપૂર્ણ બાબતો રહે.
અરજકર્તાએ બતાવવું રહ્યું કે, સામાવાળાએ તેની સાથે એવી ક્રૂરતા
42 [૧૯૪૦] પા.૧૮૭.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 43/72
આચરી છે કે, જેથી તેના મનમાં સકારણ દહેશત ઉભી થાય કે
સામાપક્ષના જીવનસાથી સાથે રહેવું જોખમી કે હાનિકારક છે. આજના
સંદર્ભમાં, ક્રૂરતાના આરોપની તપાસ કરતી અદાલત સબબ બે
અવલોકનો કેટલુંક મહત્વ ધરાવે છે. પ્રથમ, અદાલતે લગ્નજીવનની
પદ્ધતિઓ પર ફિલસૂફી ન કરવી જોઈએ. બીજુ ં, શુધબુદ્ધિ ધરાવતી વ્યક્તિ
સમાન પરિસ્થિતિઓમાં આ પ્રકારે વર્તન કરશે કે કેમ તે સિદ્ધાંત લાગૂ
પાડીને આરોપ સાબિત થાય છે કે નહીં તે નિર્ણિત કરી શકાતું નથી. જે
એક વ્યક્તિ માટે ક્રૂર હોય તે બીજા માટે ક્ષુલ્લક હોઈ શકે, અને કોઇક
સંજોગોમાં એક વ્યક્તિ માટે જે ક્રૂર ન હોય તે બીજા સંજોગોમાં તે જ
વ્યક્તિ માટે અત્યંત ક્રૂર હોઈ શકે છે. ક્રૂરતા એ વિષય-આધારિત છે, એટલે કે, તે વ્યક્તિ, પૃષ્ઠભૂમિ અને જે તે સંજોગો પર આધારિત છે.
૨૬. વી.ભગત વિ. ડી.ભગત43
, કે જે એન.જી. દસ્તાને (સુપ્રા) ચુકાદાના ૧૮
વર્ષ પછી, ૧૯૯૩માં જાહેર કરવામાં આવેલ, તે 'ક્રૂરતા' અભિવ્યક્તિને
પ્રાણ-સમાન વિસ્તરણ આપે છે. આ કેસ ૫૫ વર્ષની ઉંમરના, પ્રેક્ટિસ
કરતાં એડવોકેટ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમમાં વાઇસ પ્રેસિડેન્ટ એવાં ૫૦
વર્ષની વય ધરાવતાં પત્ની વચ્ચે હતો, જેમનાં બે પુખ્તવયના સંતાનો
હતાં, જેમાંના એક તબીબ અને બીજા એમ.બી.એ. પદવીધારક અને
વિદેશમાં કામ કરતાં હતા. એકબીજા પ્રત્યે વ્યભિચારી જીવન, માનસિક
43 (૧૯૯૪) ૧ એસ.સી.સી. ૩૩૭.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 44/72
સંતુલનનો અભાવ હોવાના અને નિષ્કારણ શંકા-વહેમયુક્ત આક્ષેપો
કરવામાં આવ્યા હતા. આ અદાલતે નોંધ્યું કે, છ
ૂ ટાછેડાની અરજી આઠ
વર્ષથી વધુ સમયથી પડતર હતી અને આ અદાલતે આપેલા નિર્દેશો છતાં, કોઇ ખાસ પ્રગતિ થઈ ન હતી. એ બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો
હતો કે, હિંદુ લગ્ન અધિનિયમની કલમ ૧૩(૧)( - i એ) અન્વયે શારીરિક
અને માનસિક એમ બંને ક્રૂરતાને વિચારણામાં લેવામાં આવી છે, જોકે
ક્રૂરતા શું છે તેની સર્વગ્રાહી વ્યાખ્યા કરવી સૌથી મુશ્કેલ રહે.
બચાવપક્ષવાળા જીવનસાથીના જ્ઞાન અને હેતુ, તેમના વર્તનની પ્રકૃ તિ, દંપત્તીના ચારિત્ર્ય અને શારીરિક કે માનસિક નબળાઈ વગેરે પર ઘણો
આધાર રહે છે. સ્વાસ્થ્યને હાનિ પહોંચાડતી ઇજા કે તેની આશંકા પેદા કરે
તેવા નિંદનીય વર્તન અથવા લગ્નજીવનમાં દાખવવાની દયાના સામાન્ય
ધારાધોરણોમાંથી ચલિત થયાનો સરવાળો તે 'ક્રૂરતા' બનાવે છે. પરંતુ આ
પરિબળોમાં, ફરિયાદ કરાયેલ વર્તન એવું છે કે અરજદારને સહન કરવા
માટે ન કહી શકાય તે નિર્ધારિત કરવા પક્ષકારોના સ્વભાવ અને અન્ય
તમામ વિશેષ સંજોગોને ધ્યાનમાં લેવા જોઈએ. વધુ વિસ્તારપૂર્વક
જણાવવામાં આવ્યું કે, માનસિક કે શારીરિક, ક્રૂરતા ઇરાદાપૂર્વકની કે
બીનઇરાદાપૂર્વકની હોઇ શકે. લગ્ન સંબંધિત ફરજો અને જવાબદારીઓની
તિવ્રતા અલગ-અલગ હોય છે. તે ઘર-ઘરદીઠ તેમજ વ્યક્તિ-વ્યક્તિદીઠ
અલગ અલગ હોય છે અને આક્ષેપ કરાયેલ ક્રૂરતા પક્ષકારો જેવાં જીવનથી
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 45/72
ટેવાયેલાં હોય તેની પ્રકૃ તિ, કે તેમની સામાજીક અને આર્થિક
પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. દંપત્તીઓ જેને મહત્વ આપતાં હોય તે
સાંસ્કૃ તિક અને માનવમૂલ્યો પર પણ તે આધારિત હોઇ શકે. એવાં પણ
કિસ્સા હોઇ શકે કે જ્યાં ક્રૂરતા બીનઇરાદાપૂર્વકની હોય પરંતુ, જીવનસાથીની વર્તણૂંક અક્ષમ્ય હોય. આમ, ક્રૂરતા આચરવાના ઈરાદા
અને ક્રૂરતાના વાસ્તવિક કૃત્ય વચ્ચે તફાવત છે, કારણ કે, જેની ફરિયાદ
કરવામાં આવી છે તે કૃ ત્યને અન્યથા ક્રૂર માનવામાં આવતું હોય તો, આપેલ કિસ્સામાં ઇરાદાની ગેરહાજરીથી કોઈ ફરક પડતો નથી. આથી, તે
જાણીજોઇને, ઇરાદાપૂર્વકની હોવાથી પણ કોઇ ફર્ક પડતો નથી. વી.ભગત
(સુપ્રા)માં ચુકાદાનો ફકરો ૧૬ નીચે મુજબ વંચાણે છેઃ
"૧૬. કલમ ૧૩(૧)( - i એ)માં માનસિક ક્રૂરતાને બહોળા અર્થમાં, એવી
વર્તણૂંક, કે જે અન્ય પક્ષકારને એવી માનસિક પીડા અને વેદના
આપે છે કે જેનાથી તે પક્ષકારનું બીજા પક્ષકાર સાથે જીવવું અશક્ય
બની જાય, તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. બીજા શબ્દોમાં કહીએ
તો, માનસિક ક્રૂરતા એવી પ્રકૃ તિની હોવી જોઈએ કે પક્ષકારોનું
સાથે રહી શકવું વાજબીપણે અપેક્ષિત ન હોય. પરિસ્થિતિ એવી
હોવી જોઈએ કે, જેની સાથે ખોટું થયું છે તે પક્ષકારને આવું વર્તન
સહન કરવાનું અને સામેવાળા પક્ષકાર સાથે રહેવાનું ચાલુ રાખવાનું
વાજબીપણે કહી શકાય નહીં. માનસિક ક્રૂરતા અરજદારના
સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવી હોવાનું સાબિત કરવું જરૂરી
નથી. આવા નિષ્કર્ષ પર પહોંચતી વખતે, પક્ષકારોની સામાજિક
સ્થિતિ, શૈક્ષણિક સ્તર, તેઓ જે સમાજમાં રહે છે તે સમાજ, જો
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 46/72
તેઓ અલગ રહેતા હોય તો પક્ષકારોના સહજીવનની કે અન્યથા
શક્યતાઓ તેમજ અન્ય તમામ સંબંધિત તથ્યો અને સંજોગો કે જે
શક્ય કે અન્યથા હોય, તેમને ધ્યાનમાં લેવા રહ્યા. જે એક
કિસ્સામાં ક્રૂરતા છે તે બીજા કિસ્સામાં ક્રૂરતા ન પણ હોય. જે તે
કેસની હકીકતો અને સંજોગોને ધ્યાનમાં રાખીને દરેક કેસમાં તે
નિર્ધારિત કરવાની બાબત છે. જો તે (એટલે કે ક્રુરતાની બાબત)
આક્ષેપો અને આરોપોની વાત હોય, તો તે જે સંદર્ભમાં કરવામાં
આવ્યા હતા તેને પણ ધ્યાનમાં લેવું રહ્યુ."
આ અદાલતની ખંડપીઠે વી.ભગત (સુપ્રા)માં એ પણ અવલોકન
કર્યુ હતું કે, જ્યારે કે લગ્નમાં કદી સુધરી ન શકે તેવું ભંગાણ છ
ૂ ટાછેડાનો
આધાર નથી, હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૧૩(૧)( - i એ)માં ધ્યાને
લેવાયેલ ક્રૂરતાનો પ્રકાર નિર્ધારિત કરતી વખતે વિશેષ સંજોગોને પણ
નજર સમક્ષ રાખવાં જોઇએ. જેની સાથે અમે સહમત છીએ તેવાં આ
અવલોકનો 'દોષવાદ' (ફોલ્ટ થીયરી)નો અલગ સૂચિતાર્થ કરે છે, જે
હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૧૩(૧)( - i એ)ની સબબ 'ક્રૂરતા'
અભિવ્યક્તિની જડ કાનૂની સમજૂતીને હળવી બનાવે છે. આ અર્થઘટન જે
તે વિશેષ પરિસ્થિતિગત, કેસ મુજબ કે વ્યક્તિગત છે.
૨૭. ૧૯૯૭માં ફેંસલ થયેલ અશોક હુર્રા વિરુદ્ધ રૂપા બિપિન ઝવેરી44
ના કેસમાં
આ અદાલત સમક્ષ એવી પરિસ્થિતિ હતી કે, જ્યાં લગ્ન પડી ભાંગ્યા હતા
44 (૧૯૯૭) ૪ એસ.સી.સી. ૨૨૬.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 47/72
અને દંપતી વર્ષ ૧૯૮૩માં અલગ થઈ ગયું હતું. તેમની પાસે કોઇ ખાસ
મુદ્દો નહોતો, પરંતુ પક્ષકારો વચ્ચે મતભેદ ઊભો થયો હતો. વધુમાં, તેર
વર્ષ સુધી અલગ રહ્યા પછી પણ, બંને પક્ષો પરસ્પર સંમતિથી છ
ૂ ટાછેડા
માટે સંમત ન હતા. અને આવું ત્યારે કે જ્યારે પતિએ બીજા લગ્ન કરી
લીધાં હતા અને તેને એક બાળક હતું. વિવિધ પરિબળોની સંચિત અસર
અને લગ્ન મૃત અવસ્થામાં હોવાનું ધ્યાને લેતાં, આ અદાલતનો મત હતો
કે, જેનું થવું નિશ્ચિત છે તે ઘટનાને મુલતવી રાખ્યા કરવી અને પક્ષકારોની
વેદનાને કે તેમનાં લગ્નને લંબાવ્યા કરવું એ ન તો ભાવનાત્મકપણે કે ન
તો વ્યવહારિકપણે કોઇ હેતુ બર લાવે અને આથી, આ અધ્યાય પર પડદો
પાડી દેવો જોઇએ. આથી, આ અદાલતે ભારતના બંધારણના અનુચ્છેદ
૧૪૨(૧) હેઠળની પોતાની સત્તાનો ઉપયોગ કરી છ
ૂ ટાછેડાનું હુકમનામું
મંજૂર કર્યુ હતું, જોકે, એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે, પતિનું વર્તન
દોષપૂર્ણ હતું કારણ કે, તેણે કાર્યવાહી પડતર હોવા દરમિયાન બીજા લગ્ન
કર્યા હતા અને તેનાથી એક બાળક પણ થયું હતું. પરસ્પર સંમતિથી

ૂ ટાછેડાના આ હુકમનામામાં પતિએ પત્નીને રૂ.૧૦,૦૦,૦૦૦/- ની
ચુકવણી કરવાની શરત રાખવામાં આવી હતી. અદાલતમાં રકમની
ચુકવણી કે જમા કરાવવા માત્રથી ભા.દં.સં.ની કલમ-૪૯૪ હેઠળની
સહિત તમામ કાર્યવાહીઓનો અંત આવવાનો હતો.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 48/72
૨૮. નવીન કોહલી વિ. નીલૂ કોહલી45
માં, આ અદાલતના ત્રણ ન્યાયાધીશોની
ખંડપીઠે કાસ્લેવસ્કી વિ. કાસ્લેવસ્કી46
માં લોર્ડ ડેનિંગ, એલ.જે.ના તે
મંતવ્યનો ઉલ્લેખ કર્યો હતો કે, જો ક્રૂરતાના અર્થઘટનનો માર્ગ અતિ
મોકળાશથી ખોલવામાં આવે તો, સ્વભાવમાં સુમેળ નહિ હોવાના આધારે
પણ અદાલતો છ
ૂ ટાછેડા મંજૂર કરતી હોય, પરંતુ આવા પ્રલોભનથી દૂર
રહેવું રહ્યું, નહિ તો લગ્ન-વ્યવસ્થા સામે જ જોખમ ઊભું થાય. આ સાથે, બેન્ચને લાગ્યું કે કાનૂની ક્રૂરતાની ધારણા સામાજિક વિભાવનાઓ અને
જીવનધોરણની પ્રગતિ અનુસાર બદલાઇ છે. સતત દુર્વ્યવહાર, વૈવાહિક
સંભોગ-સંબંધનો અંત લાવવો, જ્ઞાત ઉપેક્ષા, જીવનસાથી તરફથી
ઉદાસીનતા અને વિષય-લંપટતતાના આક્ષેપો એ તમામ પરિબળો છે, જે
માનસિક કે કાનૂની ક્રૂરતા તરફ દોરી જાય છે. આમ કરતી વખતે, આ
અદાલતે તેની પુષ્ટિ કરી હતી કે, જે તથ્યોને એક કેસમાં ક્રૂરતા માનવામાં
આવ્યા છે, તે અન્ય કેસમાં ક્રૂરતા ન પણ હોય, કેમ કે, ક્રૂરતા મોટાભાગે
પક્ષકારો કેવા પ્રકારની જીવનશૈલીથી ટેવાયેલા છે કે તેમની સામાજિક
અને આર્થિક પરિસ્થિતિઓ કેવી છે તેના પર આધારિત છે. એવું
અવલોકન કરવામાં આવ્યું હતું કે, તેવી જ રીતે, ઇરાદો પણ મહત્વનો
નથી, કારણ કે, બીનઇરાદાપૂર્વકનું આચરણ પણ ક્રૂરતા હોઈ શકે છે.
વધુમાં, માનસિક ક્રૂરતા પ્રત્યક્ષ પૂરાવા દ્વારા પૂરવાર કરવી મુશ્કેલ છે અને
લગ્નજીવનના બે ભાગીદારો જે તથ્યો અને સંજોગોમાં જીવતાં હતા તેના પર
45 (૨૦૦૬) ૪ એસ.સી.સી. ૫૫૮.
46 (૧૯૫૦) ૨ એ.આઇ.આઇ. ઇ.આર. ૩૯૮.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 49/72
ધ્યાન આપી તેને જાણી શકાય છે. હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ 'લગ્નમાં
સુધારી ન શકાય તેવું ભંગાણ' છ
ૂ ટાછેડા માટેનો આધાર નથી, જે સબબ
'દોષવાદ' (ફોલ્ટ થિયરી) કે જે છ
ૂ ટાછેડા, જે આરોપના સિદ્ધાંત પર
આધારિત છે, તેનો સંદર્ભ કરવામાં આવ્યો હતો. ન્યાયાધીશોએ
અભિપ્રાય વ્યક્ત કર્યો કે, છ
ૂ ટાછેડાના આધાર તરીકે 'દોષ' પર વધુ પડતો
આધાર રાખવાથી, લગ્ન સંબંધિત ગુન્હાઓને પ્રોત્સાહન મળે છે અને
પક્ષકારો વચ્ચે ચાલી રહેલી કટૂતા અને તિરાડ વધુ ઊંડી બને છે. એકવાર
સમાધાન માટે ગંભીરતાપૂર્વકના પ્રયાસો કરવામાં આવી ચૂક્યા હોય, પરંતુ
એવું જાણવા મળ્યું હોય કે અલગ થવું અનિવાર્ય છે અને સુધારી ન શકાય
તેવું ભંગાણ થયું છે, તો છ
ૂ ટાછેડા અટકાવવા જોઈએ નહીં. જે પહેલાં જ
ખતમ થઇ ગયું છે તેવું, આગળ ન ચાલી શકે તેવું લગ્ન નિરર્થક છે અને
પક્ષકારો માટે તે માત્ર વધુ દુઃખનું કારણ જ બનવાનું છે. છ
ૂ ટાછેડાનો
કાયદો મુખ્યત્વે 'દોષ કોનો છે' તેના પર ઘડવામાં આવ્યો છે, જે ભાંગી
પડેલ લગ્ન સબબ કાંઇ કરવામાં નિષ્ફળ રહે છે. દોષવાદ હેઠળ, અપરાધ
સાબિત કરવો પડે છે, અને તેથી, અદાલતો સમક્ષ પ્રતિકૂળ માનવ-
વર્તનના નક્કર ઉદાહરણો રજૂ કરવાના હોય છે, જે થવાથી લગ્ન-
વ્યવસ્થા દૂષિત થાય છે. જાહેર હિત માંગ કરે છે કે, જ્યાં સુધી શક્ય હોય
ત્યાં સુધી લગ્નનો દરજ્જો ટકાવી રાખવો જોઈએ, પરંતુ જ્યાં લગ્નમાં તમામ
આશાઓથી પરનું ભંગાણ થયું હોય, ત્યાં વાસ્તવિક હકીકતને
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 50/72
સ્વીકારવામાં જાહેર હિત રહેલું છે. કોઇને પણ તેના જીવનસાથી સાથે ફરી
જીવન શરૂ કરવા ફરજ પાડી શકાતી નથી, તેમજ જે લગ્ન હકીકતમાં પહેલાં
જ ખતમ થઇ ચૂક્યા છે તેના પક્ષકારોને હંમેશ માટે સાથે બાંધી રાખવાથી
કોઇ ફાયદો થતો નથી. નવીન કોહલી (સુપ્રા)માં, પક્ષકારો એક દાયકાથી
વધુ સમયથી અલગ રહેતા હતા, અને દીવાની અને ફોજદારી કાર્યવાહીઓ
કરવામાં આવી હતી. તેથી, અદાલતે ઠેરવ્યું કે, જીંદગીની વ્યવ્હારિક
વાસ્તવિકતાને સ્વીકારવું ડહાપણભર્યું હોઇ, આ લગ્ન વિચ્છેદ કરવા
જોઇએ. અદાલતે એવો નિર્ણય લેવો જોઈએ જે આખરમાં બંને પક્ષોના
હિત માટે અનુકૂળ હોય. અદાલતે પત્નીના કાયમી ભરણપોષણ માટે રૂ.
૨૫,૦૦,૦૦૦/- ચૂકવવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
૨૯. વર્ષ ૨૦૧૮માં યુનાઇટેડ કિંગડમની સુપ્રિમ કોર્ટ પાસે ઓવેન્સ વિ.
ઓવેન્સ47
માં છ
ૂ ટાછેડાના આધાર તરીકે દોષવાદ, કે જેમાં એક
જીવનસાથી બીજાના આચરણ બાબત આક્ષેપો કરે છે, તેનું વિશ્લેષણ
અને મૂલ્યાંકન કરવાનો પ્રસંગ આવ્યો હતો. સદરહુ ચુકાદો નોંધે છે કે, લગ્ન શા માટે પડી ભાંગ્યા તેનું સત્ય શોધવામાં અદાલતોને હંમેશા મુશ્કેલી
રહે. એ હકીકતને ધ્યાનમાં રાખતાં કે, અદાલતે, જેમની પાસેથી નાયક
જેવા ગુણો કે નિઃસ્વાર્થ આત્મભોગની અપેક્ષા નથી તેવાં દંપત્તીઓના
વર્તનમાં ખામીઓ શોધવાની હોઇ, દોષ-વિભાજન એ સ્વાભાવિક રીતે
47 (૨૦૧૮) યુ.કે.એસ.સી. ૪૧.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 51/72
મુશ્કેલ કાર્ય છે. તેમાં વ્યક્તિલક્ષીતા સામેલ હોઇ, અદાલતોને ફરિયાદ
કરાયેલ વર્તનની ગંભીરતા કે અન્ય બાબતોનું મૂલ્યાંકન કરવું અને સત્ય
શોધવું મુશ્કેલ લાગે છે. લગ્નમાં સુધારી ન શકાય તેવું ભંગાણ એટલે સુધી
થયું છે કે, યાચિકાકર્તા પાસે સામાવાળા સાથે જીવન જીવવાની વાજબી
અપેક્ષા ન રાખી શકાય એવું સ્થાપિત કરવા, લોર્ડ હોજ અને લેડી બ્લેક
જેની સાથે સહમત થયા છે તે, લોર્ડ વિલ્સનના (ઇંગ્લેન્ડ અને વેલ્સના)
ધી મેટ્રીમોનીયલ કોઝીસ એક્ટ, ૧૯૭૩ની કલમ-૧(૨)(બી)નું
અર્થઘટન કરતાં ત્રિસ્તરીય પરીક્ષણનો ઉલ્લેખ કર્યો હતો; ( ) i જેમાં
સામાવાળાએ શું કર્યું હતું અને શું નહિ તે નિર્ધારિત કરવા યાચિકામાં
આક્ષેપ કરાયેલ આચરણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો; ( ) ii
સામાવાળાના વ્યક્તિત્વ અને સ્વભાવને ધ્યાને લેતાં, સંબંધિત
યાચિકાકર્તા પર થયેલ વર્તણૂંકની અસરનું મૂલ્યાંકન તથા તેના
પ્રસંગોપાત સંજોગો; અને ( ) iii સામાવાળાની વર્તણૂંકને પગલે અને તેની
યાચિકાકર્તા પર થયેલ અસરને ધ્યાને લેતાં, શું યાચિકાકર્તા સામાવાળા
સાથેનું સહજીવન ચાલૂ રાખે તેવી અપેક્ષા વાજબી છે કે કેમ48
. લેડી હેલે
પોતાના ચુકાદામાં અવલોકન કર્યું હતું કે, દોષ શોધવો અને જે તે પક્ષકાર
પર તે આરોપવો એ મહત્વપૂર્ણ નથી, કારણ કે છ
ૂ ટાછેડા મંજૂર કરવાનો
આધાર આચરણ પર આધારિત છે, અને નહિ કે દોષ કે તથ્યોની એવી
શોધખોળ પર કે જેથી જેતે પક્ષકાર પર દોષારોપણ કરી શકાય. બીજી
48 ઉચિત સુધારા સાથે, આ પરિક્ષણો હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૧૩(૧)(i-એ) હેઠળના કેસોમાં લાગૂ પાડી
શકાય.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 52/72
બાજુ, સમયાંતરે જોહુકમીપૂર્વકનું, ગરિમા-ભંગ કરતું અને અપમાનજનક
આચરણ સૂચવતી મોટી સંખ્યામાં ઘટેલી નાની-નાની ઘટનાઓની
સંચિત અસર છ
ૂ ટાછેડા માટેનો એક સારો આધાર હોઇ શકે. આવું
આચરણ લગ્ન ટકાવી રાખવા માટે જરૂરી એવાં ભરોસા અને વિશ્વાસનો
નાશ કરી શકે. વધુમાં, જેનો જવાબ આપવાનો છે તે પ્રશ્ન એ છે કે, આચરણ નહિ, પરંતુ જીવનસાથીની વર્તણૂંકની અસર દંપત્તીમાંના એક
માટે સહજીવનની અપેક્ષા રાખવી ગેરવાજબી બનાવતી હોવી જોઈએ.
૩૦. અમે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં તે સમયના કાયદાને લાગુ પડતાં ઓવેન્સ
(સુપ્રા)ના ચુકાદાનો જે ઉલ્લેખ કર્યો છે તે અનુસરણીય ઉદાહરણ તરીકે
નહીં, પરંતુ સંપૂર્ણપણે સૌમ્ય અને આનંદી પ્રકૃ તિવાળા બે વ્યક્તિઓનું
વ્યક્તિત્વ વિસંવાદી અને ઘર્ષણયુક્ત હોય તો, તેમનું લગ્નજીવન
કષ્ટદાયક અને વિષાદમય હોઇ શકે છે, તે બાબત પર પ્રકાશ પાડવા કર્યો
છે. આવા કિસ્સાઓમાં, જ્યાં વ્યવહારિક વાસ્તવિકતામાં પરિસ્થિતિ
ત્રાસદાયક અને ભય પેદા કરતી હોય, ત્યાં તેના શુદ્ધ સ્વરૂપમાં
અપરાધબોધ અને દોષારોપણની પ્રમાણસર વહેંચણીની માંગ કરતાં
દોષવાદને લાગૂ પાડવો અશક્ય નહિ તો મુશ્કેલ તો છે જ. લગ્ન પુનર્જીવિત
ન થઇ શકે તેવી રીતે પડી ભાંગી મૃત થઇ ગયું છે. અમે આ અદાલતને
ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તાનો ઉપયોગ
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 53/72
કરવામાં પડી ભાંગેલા લગ્નનો વિચ્છેદ કરતાં અટકાવતાં પરિબળો તરીકે
હિન્દુ લગ્ન અધિનિયમની જોગવાઇઓ, તેમાં અંતર્નિહિત આશય અને
જાહેરનીતિના કોઇ મૂળભૂત પ્રશ્નને વંચાણે લઇશું નહિ. જો જાહેરનીતિનો
કોઇ અંતર્નિહિત મૂળભૂત મુદ્દો અગર હોય તો, વી.ભગત (સુપ્રા), અશોક
હુર્રા (સુપ્રા) અને નવીન કોહલી (સુપ્રા)ના ચુકાદાઓમાં સુસ્પષ્ટ કરવામાં
આવ્યું છે તેમ, તે એ દ્રષ્ટિકોણનું સમર્થન કરે છે કે, અન્યથા જ્યાં
મુકદમા(ઓ), તેની પરિણામી પીડા, દુઃખ અને ત્રાસ ચાલૂ રહેવાના છે, ત્યાં મૃત થઇ ગયેલ લગ્નને છ
ૂ ટાછેડાના રૂપમાં ઔપચારિક કાયદેસરતા
આપવી તે જેતે વ્યક્તિઓ સહિત સહુકોઇના શ્રેષ્ઠતમ હિતમાં રહે. તેથી, દુર્લભ અને અપવાદરૂપ લગ્ન-સંબંધિત કેસોમાં વિવાદને ઉકેલવા અને
ન્યાયનિર્ણય કરવા માટે પ્રમાણસર દોષારોપણ અને મોટો દોષ કોનો એ
નિયમ ન હોઈ શકે, કારણ કે પુરાવા અધિનિયમ હેઠળ પુરાવાના નિયમો
પ્રક્રિયાના નિયમો છે. જ્યારે જીવન જેવી પરિસ્થિતિ નિઃશંકપણે જ્ઞાત
હોય, ત્યારે કોઈ પણ જીવનસાથીને માનસિક ક્રૂરતા ન થવી જોઈએ અને
દુઃખ અને પીડામાં રહેવાની ફરજ પાડવી જોઇએ નહીં તેવાં હિન્દુ લગ્ન
અધિનિયમની કલમ ૧૩(૧)( - i ૧) પાછળના સાર અને ઉદ્દેશ સ્થાપિત
થાય છે. પ્રક્રિયાના આ નિયમોએ 'દાવા કે બાબત' માં 'સંપૂર્ણ ન્યાય' ને
માર્ગ આપવો જોઈએ. આ અદાલત કોઈ ચોક્કસ કેસમાં 'સંપૂર્ણ ન્યાય'
કરવા માટે, જ્યારે ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 54/72
સત્તાનો ઉપયોગ કરે, ત્યારે લાગૂ પડતી અને અદાલતે સ્વયં લાદેલી
મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યા વિના, ઉપરોક્ત ચુકાદાઓમાં દર્શાવ્યું છે તેમ, દોષવાદને હળવો કરી શકે છે.49
૩૧. આ તબક્કે, અમે આ ખંડપીઠના સભ્યોમાંના એક (ન્યાયમૂર્તિ સંજય
કિશન કૌલ) દ્વારા લીખિત બે ચુકાદાઓનો ઉલ્લેખ કરીશું. મુનિશ કક્કર
વિ. નિધિ કક્કર50
અને શિવશંકરન વિ. સંથિમીનલ51
. મુનીશ કક્કર
(સુપ્રા)માં, પક્ષકારો લગભગ બે દાયકાથી છ
ૂ ટાછેડાની કાર્યવાહી સહિત
વિવિધ મુકદ્દમાઓમાં સંલગ્ન હતા. તેમ છતાં, તેઓએ પરસ્પર
સંમતિપૂર્વકના છ
ૂ ટાછેડાનો વિરોધ કર્યો હતો. સામાવાળા-પત્ની કેનેડામાં
સ્થિત હતા, જ્યાં તેણી સ્થળાંતરિત થઈ હતી, અને જણાવવામાં આવ્યું
હતું તેમ, તેણી ડિપ્રેશનની દવા લઈ રહી હતી. અપીલકર્તા-પતિએ
એકલતા અને સહ-વસવાટના અભાવ અને તેના કારણે માનસિક અને
શારીરિક ત્રાસ થતો હોવાની ફરિયાદ કરી હતી. મધ્યસ્થીના અનેક પ્રયાસો
અને કાઉન્સેલર્સ, મનોવૈજ્ઞાનિકો, પંચાયત અને અદાલતો દ્વારા કરવામાં
આવેલા પ્રયાસો પણ સફળ થયા ન હતા. આ સંજોગોમાં, આ અદાલતે
ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તાનો ઉપયોગ કર્યો
49 હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૯ વાંચે છે કે, “સહવાસ છોડી દેવા માટે વાજબી કારણ છે એવો પ્રશ્ન ઉઠે
ત્યારે વાજબી કારણ સાબિત કરવાની જવાબદારી જેણે સહવાસ છોડી દીધો હોય તે વ્યક્તિની રહેશે", જે
હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૨૩(૧)(એ) અને તેને પગલે દોષવાદની સખ્તીને અંશતઃપણે હળવી બનાવે
છે.
50 (૨૦૨૦) ૧૪ એસ.સી.સી. ૬૫૭.
51 ૨૦૨૧ એસ.સી.સી. ઓનલાઇન એસ.સી. ૭૦૨.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 55/72
હતો, જેમાં સંપૂર્ણપણે નિષ્ફળ અને ભાંગી પડેલ લગ્નની નિરર્થકતાને
સ્વીકૃ તિ આપવામાં આવી હતી. છ
ૂ ટાછેડાની મંજૂરી માટે સામાવાળા-
પત્નીની કોઈ સંમતિ ન હોવાનું અવલોકન કરતી વખતે, અદાલતને
લાગ્યું કે તેણીને અપીલકર્તા-પતિ સાથે રહેવાની કોઈ ઇચ્છા નથી.
લગ્નમાં માત્ર કડવી યાદો અને ક્રોધ બચ્યાં હતા, જે સમય જતાં વધતાં
ગયા, કારણ કે સામાવાળા-પત્નીને અપીલકર્તા-પતિ છ
હુકમનામું મેળવીને પોતાનું જીવન જીવે તેમાં અનિચ્છા હતી. ઉપરોક્ત
સ્થિતિને ધ્યાનમાં રાખતાં, પક્ષકારો વચ્ચે 'સંપૂર્ણ ન્યાય' કરવા ભારતના
બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની પોતાની સત્તાનો ઉપયોગ કર્યો
હતો. એવો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, અપીલકર્તા-પતિ
સામાવાળા-પત્નીને દર મહિને ચોક્કસ રકમ ચૂકવવાનું ચાલુ રાખશે, જે
રકમ યોગ્ય કાર્યવાહીનો આશરો લઈને વધારી કે ઘટાડી શકાશે.
૩૨. શિવશંકરન (સુપ્રા)માં, લગ્ન ફેબ્રુઆરી ૨૦૦૨ માં થયા હતા અને લગભગ
એક વર્ષ પછી છ
ૂ ટાછેડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને વર્ષ
૨૦૦૮ માં હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૧૩(૧)( - i એ) હેઠળ

ૂ ટાછેડાનું હુકમનામું પસાર કરવામાં આવ્યું હતું. અપીલકર્તા-પતિએ

ૂ ટાછેડાનું હુકમનામું પસાર થયાના છ દિવસની અંદર બીજા લગ્ન કર્યા
હતા. સામાવાળા-પત્નીએ અપીલ દાખલ કરી હતી અને વિવાદ આ
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 56/72
અદાલતમાં પહોંચ્યો ત્યાં સુધી પડતર રહ્યો હતો. પક્ષકારો વચ્ચે
મધ્યસ્થી અને સમાધાન દ્વારા વિવાદને ઉકેલવાના પ્રયાસોનું કોઈ
પરિણામ આવ્યું ન હતું. સામાવાળા-પત્ની છ
ૂ ટાછેડાનો હુકમ સ્વીકારવા
તૈયાર નહોતા, જોકે તે જાણતાં હતાં કે લગ્ન માત્ર કાગળ પર જ બચ્યા
હતા. છ
ૂ ટાછેડાનું હુકમનામું થયા પછી સામાજિક સ્વીકૃ તિના રૂપે, મહિલાઓએ જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમજ નાણાંકીય અને
આર્થિક સુરક્ષાની બાંયધરી આપવાની જરૂરિયાત હોવા અંગેના અવલોકનો
જણાવવામાંમાં આવ્યા હતા. જો કે, આ અદાલતે, મુનીશ કક્કર (સુપ્રા)
અને આર. શ્રીનિવાસ કુમાર વિ. આર. શમેથા52
માં અગાઉના નિર્ણયો પર
આધાર રાખતાં, અવલોકન કર્યું હતું કે, લગ્નમાં સુધારી ન શકાય તેવા
ભંગાણના આધારે લગ્ન વિચ્છેદ કરવા સબબ ભારતના બંધારણના
અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તાનો ઉપયોગ કરવા માટે બંને
પક્ષકારોની સંમતિની જરૂર નથી, જો કે પત્નીના હિતને આર્થિક રીતે
સુરક્ષિત રાખવાની પણ જરૂર છે, કે જેથી ભવિષ્યમાં તેને આર્થિક રીતે
સહન ન કરવું પડે અને તેને અન્ય પર નિર્ભર રહેવું ન પડે . તદનુસાર, આ
અદાલતે ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની હુકુમતનો
ઉપયોગ કરીને છ
ૂ ટાછેડાનું હુકમનામું પસાર કર્યું.
52 (૨૦૧૯) ૯ એસ.સી.સી. ૪૦૯.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 57/72
૩૩. આવું કહેતાં, અમે સ્પષ્ટપણે જણાવવા માંગીએ છીએ કે, લગ્નમાં કદી
સુધરી ન શકે તેવું ભંગાણ થયું હોવાના આધારે આ અદાલત દ્વારા

ૂ ટાછેડાની જે મંજૂરી આપવામાં આવે છે, તે (પક્ષકારોના) અધિકારના
રૂઇએ નહિ, પરંતુ (અદાલતની) વિવેકાધીન સત્તાની બાબત છે, જેનો
ઉપયોગ પૂરતી કાળજી અને સાવધાની સાથે કરવાનો છે, જેમાં બંને
પક્ષકારોને 'સંપૂર્ણ ન્યાય' થયો હોવાનું સુનિશ્ચિત કરતાં ઘણાં પરિબળોને
ધ્યાને લેવામાં આવે છે. તે સ્વાભાવિક છે કે, આ અદાલતને સંપૂર્ણપણે
ખાતરી અને સંતોષ થવો જોઈએ કે લગ્ન કોઇપણ રીતે ટકે તેમ નથી, ભાવનાત્મક રીતે મૃત છે અને શેષ લગ્નજીવન બચાવી શકાય તેમ નથી
અને તેથી, લગ્નનું વિસર્જન એ યોગ્ય ઉકેલ તેમજ આગળ વધવાનો
એકમાત્ર રસ્તો છે. લગ્ન કદી સુધારી ન શકાય તે રીતે પડી ભાંગ્યું છે તે
તથ્યોપૂર્વક નિર્ધારિત અને સબળપણે પૂરવાર કરવાનું છે. આ માટે, ઘણા
પરિબળોને ધ્યાનમાં લેવાના છે, જેમ કે, પક્ષકારો લગ્ન પછી કેટલા સમય
સુધી સાથે રહ્યા હતા; પક્ષકારો ક્યારે છેલ્લે સાથે રહ્યા હતા; પક્ષકારો દ્વારા
એકબીજા તેમજ તેમના પરિવારના સભ્યો સામે કરવામાં આવેલા
આક્ષેપોની પ્રકૃ તિ; સમયાંતરે કરવામાં આવેલી કાનૂની કાર્યવાહીમાં થયેલા
હુકમો, વ્યક્તિગત સંબંધો પર થયેલી સંચિત અસર; અદાલતના
હસ્તક્ષેપથી કે મધ્યસ્થીથી વિવાદોનું સમાધાન કરવા માટે પ્રયાસો
કરવામાં આવ્યા હતાં કે કેમ અને કેટલાં પ્રયાસો કરવામાં આવ્યા હતા, ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 58/72
અને ક્યારે છેલ્લો પ્રયાસ કરવામાં આવ્યો હતો, વગેરે. વિયોગ કાળ પૂરતા
પ્રમાણમાં લાંબો હોવો જોઈએ, અને છ વર્ષ કે તેથી વધુનો કોઇપણ
સમયગાળો પ્રસ્તુત પરિબળ રહે. પરંતુ આ હકીકતોનું પક્ષકારોની
શૈક્ષણિક લાયકાત, તેમને કોઇ બાળક છે કે કેમ, તેમની વય, બીજા પક્ષે
જીવનસાથી આશ્રિત છે કે કેમ, અને જો હોય તો, છ
ૂ ટાછેડાની માંગ
કરનાર પક્ષકાર કઇ અને કેવી રીતે બીજા પક્ષના જીવનસાથી કે બાળકોની
સંભાળ લેવાની અને તેની જોગવાઇ કરવાનો ઇરાદો ધરાવે છે કે કેમ, તેનાં
સહિત પક્ષકારોની આર્થિક અને સામાજિક સ્થિતિને ધ્યાનમાં રાખીને
મૂલવવી રહે. સગીર બાળકોની કસ્ટડી અને કલ્યાણનો પ્રશ્ન, પત્ની માટે
વાજબી અને પૂરતાં પ્રમાણમાં ખોરાકી-પોષાકીની જોગવાઈ, તેમજ
બાળકોના આર્થિક અધિકારો, અને જો કોઈ અન્ય બાબત હોય તો, તે
બાબતો વિચારણા માટેની પ્રસ્તુત બાબતો છે. અમે પરિબળોને
સંહિતાબદ્ધ કરવા માંગતા નથી કે જેથી ભારતના બંધારણના અનુચ્છેદ
૧૪૨(૧) હેઠળની હુકુમતની કવાયત, કે જે પરિસ્થિતિ-વિશેષ છે, તેમાં
કાપ મૂકાય. ઉલ્લેખિત કેટલાંક પરિબળોને દૃષ્ટાંતરૂપ અને ધ્યાને લેવા
યોગ્ય ગણી શકાય.
૩૪. અંતે, સંપૂર્ણતા માટે અને અમે જે રેશિયો સુસ્પષ્ટ કર્યો છે તેના પર
ગૂંચવણ અને વિવાદ ટાળવાં, અમે કેટલાક ચુકાદાઓ ચકાસવા માંગીએ
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 59/72
છીએ, જેમાં આ અદાલતે ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧)
હેઠળની હુકુ મતનો ઉપયોગ કરવાનો કે બીજી દરખાસ્ત રજૂ કરવા
સબબના છ મહિનાના સમયગાળા માંથી મુક્તિ આપવાનો ઇનકાર કર્યો
હતો. મનીષ ગોયલ (સુપ્રા)માં, આ અદાલતની ખંડપીઠે ઠેરવ્યું છે કે, ભારતના બંધારણના અનુચ્છેદ ૧૩૬ હેઠળની સત્તા અને હુકુમતક્ષેત્ર, શક્યતમ વિસ્તૃત પરિપ્રેક્ષ્યમાં સ્થાપિત અને સર્વગ્રાહી પ્રકૃ તિના હોવા
છતાં, વિવેકાધીન છે. આમ, અસાધારણ કાળજી અને સાવચેતી રાખવી
જોઈએ, અને જ્યાં સુધી અપવાદરૂપ અને વિશેષ સંજોગોની હાજરીથી એવું
દર્શાવવામાં ન આવે કે જે અન્યાય થયો છે, તે નોંધપાત્ર અને ગંભીર છે, ત્યાં સુધી આ અદાલતે જેની વિરુદ્ધ અપીલ કરવામાં આવી છે, તે
ચુકાદાની સમીક્ષા/દરમ્યાનગીરી કરવી જોઈએ નહિ. ભારતના
બંધારણના અનુચ્છેદ ૧૩૬ નો ઉપયોગ નિર્ધારિત કાનૂની પ્રક્રિયાને શોર્ટ
સર્કિટ કરવા માટે કરવો જોઈએ નહીં. ભારતના બંધારણના અનુચ્છેદ
૧૪૨(૧) હેઠળની સત્તાના સારાંશ થકી અવલોકન કરવામાં આવ્યું કે, સામાન્યપણે, આ અદાલત કાનૂની જોગવાઈને અવગણી કે તેના
વિરુદ્ધનો કે માત્ર સહાનુભૂતિના આધારે હુકમ કરતી નથી. જો કે, ખંડપીઠે
ખાસ કરીને એ પ્રશ્નની તપાસ કરી ન હતી કે, શું હિન્દુ લગ્ન અધિનિયમની
કલમ ૧૩-બી હેઠળ સૂચિત સમયગાળો ફરજિયાત છે કે નિર્દેશાત્મક
સ્વરૂપનો છે, અને જો નિર્દેશાત્મક છે, તો શું વડી અદાલત તેની
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 60/72
રિટ/અપીલ હુકુમતનો ઉપયોગ કરીને તેમાંથી મુક્તિ આપી શકે છે કે
કેમ.53
વધુમાં, બે ન્યાયાધીશોની ખંડપીઠે ભારતના બંધારણના અનુચ્છેદ
૧૪૨(૧) હેઠળની વિશેષ હુકુમતનો ઉપયોગ કર્યો ન હતો અને
અવલોકન કર્યુ હતું કે, તે એવો કેસ નથી કે જ્યાં ન્યાયના પ્રવાહમાં કોઈ
અવરોધ હતો, અથવા પક્ષકારો સાથે એવો અન્યાય થયો હતો કે જે
અદાલતની ઇક્વિટેબલ દાદની માંગ કરતો હોય. ભારતના બંધારણના
અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તાનો ઉપયોગ કરવાના સંજોગોની હયાતી
પૂરવાર થઈ ન હતી.
૩૫. હિતેશ ભટનાગર વિ. દીપા ભટનાગર54
માં, એક પક્ષકારે બીજી
દરખાસ્તના તબક્કા પહેલા સંમતિ પાછી ખેંચી લીધી હતી, અને તેથી, છ
ૂ ટાછેડાનુ હુકમનામું નહોતું થઈ શક્યું. ખંડપીઠે સુરેશા દેવી વિ. ઓમ
પ્રકાશ55
ના અગાઉના ચુકાદાનો આધાર લીધો હતો, જેમાં ઠેરવવામાં
આવ્યું છે કે, પરસ્પર સંમતિથી છ
ૂ ટાછેડાના કિસ્સામાં, પક્ષકાર તે

ૂ ટાછેડાનું હુકમનામું પસાર થાય તે પહેલાં કોઈપણ તબક્કે સંમતિ પાછી
ખેંચી શકે છે. આ રેશિયોને સ્મૃતિ પહાડિયા વિ. સંજય પહાડિયા56
માં ત્રણ
ન્યાયાધીશોની ખંડપીઠે સ્વીકૃ તિ આપી છે. પરિણામે, આ ચુકાદાઓને
પગલે, હિતેશ ભટનાગર (સુપ્રા) એવો મત વ્યક્ત કરે છે કે, કાયદા મુજબ
53 જુઓ – મનિષ ગોયલ (સુપ્રા), ફકરો ૨૩.
54 (૨૦૧૧) ૫ એસ.સી.સી. ૨૩૪.
55 (૧૯૯૧) ૨ એસ.સી.સી. ૨૫.
56 (૨૦૦૯) ૧૩. એસ.સી.સી. ૩૩૮.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 61/72
આવશ્યક એવી બીજી દરખાસ્ત બંને પક્ષકારો ધ્વારા રજૂ કરવામાં આવી
ન હોઇ, છ
ૂ ટાછેડાનું હુકમનામું પસાર કરી શકાતું નથી. એવું પણ
અવલોકન કરવામાં આવ્યું છે કે, હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૧૩-
બીની પેટાકલમ (૨)માં સૂચિત સમયગાળો, ૧૮ મહિનાની અંદર સંમતિ
પરત ન લેવાની કોઈ અસર થતી નથી, કારણ કે ૧૮ મહિનાનો આ
સમયગાળો માત્ર પરસ્પર સંમતિથી છ
ૂ ટાછેડાના કેસોનો ઝડપી નિકાલ
સુનિશ્ચિત કરવા માટે નિર્દિષ્ટ કરવામાં આવ્યો છે. હિંદુ લગ્ન અધિનિયમની
કલમ ૧૩-બીની પેટા-કલમ (૨) સંમતિ પાછી ખેંચવા માટેનો
સમયગાળો સ્પષ્ટ કરતી નથી. ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨ નો
ઉપયોગ કરીને લગ્નમાં કદી સુધારી ન શકાય તેવું ભંગાણ થયું હોવાના
આધારે છ
ૂ ટાછેડા આપવાની અરજને ધ્યાનમાં લેવામાં આવી નહોતી, જો
કે, અવલોકન કરવામાં આવ્યું હતું કે, તે માત્ર એવી પરિસ્થિતિઓમાં જ
મંજૂર કરી શકાય છે કે જ્યાં અદાલતને શંકાથી પર ખાતરી થાય કે લગ્નના
ટકી રહેવાની કોઈ તક નથી બચી અને તેમાં કોઇ સમારકામ ન થઈ શકે
તેટલી હદે પડી ભાંગ્યું છે. તેમ છતાં, ખંડપીઠને તેમ કહેવું ઉચિત જણાયું
હતું કે, તેઓએ લગ્ન વિચ્છેદ સબબ ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨
હેઠળની સત્તાના મુદ્દા પર આખરે કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 62/72
૩૬. શ્યામ સુંદર કોહલી વિ. સુષમા કોહલી ઉર્ફે સત્યા દેવી57
માં બેન્ચે છ
ૂ ટાછેડા
આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ એવું પણ અવલોકન કર્યું હતું કે માત્ર
આત્યંતિક સંજોગોમાં જ આ અદાલત સદરહુ આધાર પર લગ્ન વિચ્છેદ
કરશે.
૩૭. દર્શન ગુપ્તા વિ. રાધિકા ગુપ્તા58
માં ક્રૂરતાનો આધાર પૂરવાર થયો નહોતો.
ત્યારબાદ, બે ન્યાયાધીશોની ખંડપીઠે હિંદુ લગ્ન અધિનિયમની કલમ
૧૩(૧) સબબ અવલોકન કર્યું હતું કે, તે 'લગ્ન સંબંધિત ગુન્હાનો
સિદ્ધાંત' કે 'દોષવાદ' પર આધારિત છે, અને ફલ સ્વરૂપે, જે વ્યક્તિનો
કસૂર છે અને જેણે ક્રૂરતા આચરી છે એ જ આક્ષેપોના આધારે બીજા
જીવનસાથી સામે આંગળી ચીંધી લગ્ન વિચ્છેદ કરવાની માંગ કરી શકતો
નથી. આ એક વિલક્ષણ કેસ હતો, કારણ કે, મળેલાં તારણો મુજબ, છ
ૂ ટાછેડા માંગતી વ્યક્તિ સ્પષ્ટપણે કસૂરવાર અને દોષી હતી. લગ્નમાં
સુધારી ન શકાય તેવું ભંગાણ થયું હોવા સબબની અરજ કરવામાં આવી
હતી અને કાનૂની જોગવાઈઓમાં તેની સ્વીકૃ તી ન હોઇ તેને નકારવામાં
આવી હતી. ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળ સત્તાનો ઉપયોગ
કરીને છ
ૂ ટાછેડા આપવાની વિનંતી સબબ ગુરબક્સ સિંહ વિ. હરમિંદર
કૌર59
પર લેવામાં આવેલ આધાર સ્વીકારવામાં આવ્યો નહિ, કેમ કે, સત્તા
57 (૨૦૦૪) ૭ એસ.સી.સી. ૭૪૭.
58 (૨૦૧૩) ૯ એસ.સી.સી. ૧.
59 (૨૦૧૦) ૧૪ એસ.સી.સી. ૩૦૧.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 63/72
પ્રયોજનને ઉચિત ઠેરવવા બેન્ચને કેસના આધાર અને તથ્યો પર
સમજાવી શકાઇ નહોતી. બેન્ચે અવલોકન કર્યું હતું કે, ન્યાયનો ખ્યાલ
પક્ષકારના હિત અનુસાર બદલાય છે. નામદાર ન્યાયાધીશોએ ઠેરવ્યું હતું
કે, "તે પ્રશ્નપાત્ર છે કે, .. લગ્નમાં કદી સુધારી ન શકાય તેવું ભંગાણ
હોવાના આધારે …. માંગવામાં આવેલી દાદ ઉપલબ્ધ છે કે કેમ"… આમ, આ કેસમાં, ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળના આ
અદાલતના હુકુ મતક્ષેત્ર અને સત્તાના સંદર્ભમાં અમે જે પ્રશ્નોના જવાબ
આપ્યા છે તેના પર સદરહુ ચુકાદાએ કોઈ નક્કર અભિપ્રાય અને તારણો
આપ્યા નથી.
૩૮. નીલમ કુમાર વિરુદ્ધ દયરાની60
માં, સતીશ સિતોલે વિરુદ્ધ ગંગા61
નો
સંદર્ભ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨
હેઠળની સત્તાનો ઉપયોગ કરી, લગ્નમાં કદી સુધારી ન શકાય તેવુ ભંગાણ
હોવાના આધારે લગ્ન વિચ્છેદ કરવામાં આવ્યો હતો. પરંતુ, આ રજૂઆત
નીલમ કુમાર (સુપ્રા)માં સ્વીકારવામાં આવી ન હતી, કેમ કે, સામાવાળા
લગ્નમાં ભંગાણ માટે જવાબદાર હોય તેવું કાંઇ સૂચવવામાં આવ્યું નહોતું.
એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે, વિષ્ણુ દત્ત શર્મા વિ. મંજૂ
શર્મા62
માં, આ અદાલતે ઠેરવ્યું છે કે, હિંદુ લગ્ન અધિનિયમ હેઠળ લગ્નમાં
60 (૨૦૧૦) ૧૩ એસ.સી.સી. ૨૯૮.
61 (૨૦૦૮) ૭ એસ.સી.સી. ૭૩૪.
62 (૨૦૦૯) ૬ એસ.સી.સી. ૩૭૯.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 64/72
સુધારી ન શકાય તેવું ભંગાણ હોવું એ છ
ૂ ટાછેડા માટેનો આધાર નથી. જો
કે, વિષ્ણુ દત્ત શર્મા (સુપ્રા)માં ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧)
હેઠળની હુકુમત બાબતે નિર્ણાયકપણે નિર્ણય થયો નહોતો. નીલમ કુમાર
(સુપ્રા)નો ચુકાદો સ્વીકારે છે કે સતીશ સિતોલે (સુપ્રા)માં, આ અદાલતે
ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળ લગ્નને ભંગ કરવા સદરહુ
હુકુમતનો ઉપયોગ કર્યો હતો, કારણ કે તેમ કરવું પક્ષકારોના હિતમાં હતું.
નીલમ કુમાર (સુપ્રા)ના તથ્યોમાં, બેન્ચ ભારતના બંધારણના અનુચ્છેદ
૧૪૨(૧) અન્વયે મળેલી સત્તાનો ઉપયોગ કરીને છ
ૂ ટાછેડા આપવાની
વિનંતીને સ્વીકારવા તૈયાર નહોતી.
૩૯. સાવિત્રી પાંડે વિ. પ્રેમચંદ્ર પાંડે63
ના ચુકાદામાં આ અદાલતના જોર્ડન
ડીએંગડે વિ. એસ.એસ. ચોપરા64
માં અગાઉના ચુકાદાનો ઉલ્લેખ કરવામાં
આવ્યો છે, જેમાં બે ન્યાયાધીશોની ખંડપીઠે લગ્ન સંબંધી કાયદામાં
સંપૂર્ણપણે સુધારા કરવાનું અને ધર્મ અને જાતિને ધ્યાનમાં લીધા સિવાય
તમામને લાગુ પડતા સમાન કાયદા માટે તેમજ લગ્નમાં સુધારી ન શકાય
તેવું ભંગાણ હોવાને છ
ૂ ટાછેડાના આધાર તરીકે સ્વીકારવાનું સૂચવ્યું હતું.
જોર્ડન ડીંગદેહ (સુપ્રા)માં અવલોકન કરવામાં આવ્યું છે કે, સંપૂર્ણપણે
તેમજ સાંકેતિકરૂપે પડી ભાંગેલા લગ્નને ચાલુ રાખવાથી કોઈ હેતુ બર
આવતો નથી, પરંતુ વિધિ-નિર્ધારકે (કાયદાના ઘટવૈયાએ) આ આધાર
63 (૨૦૦૨) ૨ એસ.સી.સી. ૭૩.
64 (૧૯૮૫) ૩ એસ.સી.સી. ૬૨.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 65/72
સબબ જોગવાઇ કરવાનું યોગ્ય માન્યું નથી. સાવિત્રી પાંડે (સુપ્રા) માં આ
અદાલતે ઠેરવ્યું છે કે, વી.ભગત (સુપ્રા)ની જેમ એવાં કેસો હોઈ શકે છે
કે, જ્યાં તથ્યો પરથી જણાય છે કે, પક્ષકારો દ્વારા તેમનાં કરેલ કૃત્યો, કમીશન કે ઓમીશન ના હોય શકે, જેના કારણે લગ્નનું મરણ થઇ ગયું
હોય. તે જ સમયે, બેન્ચને લાગ્યું હતું કે લગ્નની અલંઘ્યતા આક્રોશિત
પક્ષકારોમાંથી કોઈ એકની ઇચ્છા પર છોડી શકાતી નથી.
૪૦. ઉપર નોંધવામાં આવેલ અમારા તારણોને ધ્યાનમાં રાખતાં, અમારો
અભિપ્રાય છે કે, આ અદાલતના મનીષ ગોયલ (સુપ્રા), નીલમ કુમાર
(સુપ્રા), દર્શન ગુપ્તા (સુપ્રા), હિતેશ ભટનાગર (સુપ્રા), સાવિત્રી પાંડે
(સુપ્રા) તેમજ અન્ય ચુકાદાઓને ભારતના બંધારણના અનુચ્છેદ
૧૪૨(૧) હેઠળની હુકુમતનો ઉપયોગ કરી 'સંપૂર્ણ ન્યાય' કરવાની
ભારતના બંધારણે આપેલ સત્તાના સંદર્ભમાં વાંચવા રહ્યા. ભારતના
બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તાના વ્યાપ અને મર્યાદા
અંગેના અમારા તારણોને અનુરૂપ, હિંદુ લગ્ન અધિનિયમમાંથી ઉદ્ભવતા
લગ્ન સંબંધિત વિવાદોના સંદર્ભમાં, અમે ઠેરવીએ છીએ કે, 'સંપૂર્ણ ન્યાય'
કરવાની સત્તા હિંદુ લગ્ન અધિનિયમની કલમ ૧૩(૧)( - i એ) હેઠળની

ૂ ટાછેડા માટેની અરજીઓને લાગૂ પડતાં 'કસૂર અને દોષના સિદ્ધાંત'થી
બંધાયેલી નથી. ઉપર ઠેરવ્યા મુજબ, સમાધાન થતાં, પરસ્પર સંમતિથી
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 66/72

ૂ ટાછેડાનુ હુકમનામું પસાર કરી લગ્ન વિચ્છેદ કરવાની આ અદાલતની
સત્તા, તેમજ ફોજદારી કાર્યવાહી સહિત અન્ય કાર્યવાહીને રદબાતલ
કરવાની સત્તા જળવાયેલી રહે છે અને તેનો ઉપયોગ કરી શકાય છે.
૪૧. છેલ્લે, અમારે એ બાબતે અમારો અભિપ્રાય વ્યક્ત કરવો રહ્યો કે, શું કોઇ
પક્ષકાર બંધારણના અનુચ્છેદ ૩૨ હેઠળ રીટ પીટીશન દાખલ કરી લગ્નમાં
સુધરી ન શકે તેવાં ભંગાણ સબબ આ અદાલત સમક્ષ રજૂઆત કરી શકે કે
કેમ. પૂનમ વિ. સુમિત તંવર65
માં, આ અદાલતના બે ન્યાયાધીશોની
ખંડપીઠે ઉચિતપણે ઠેરવ્યું છે કે, આવા કોઈપણ પ્રયાસને નકારવો રહ્યો
અને તેનો અસ્વીકાર કરવો રહ્યો, કેમ કે, લગ્નમાં સુધરી ન શકે તેવું
ભંગાણ હોવાના આધારે પક્ષકારોને ભારતના બંધારણના અનુચ્છેદ ૩૨
હેઠળ, કે આ બાબતે ભારતના બંધારણના અનુચ્છેદ ૨૨૬ હેઠળ વડી
અદાલત સમક્ષ, છ
ૂ ટાછેડાની માંગણી કરતી રિટ પિટિશન દાખલ કરવાની
મંજૂરી આપવી જોઈએ નહીં. તેનું કારણ એ છે કે સક્ષમ ન્યાયિક મંચના
નિર્ણયથી વ્યથિત થયેલ વ્યક્તિએ અગાઉના ન્યાયિક મંચ/ ન્યાયપંચ
કરતાં ઉચ્ચ મંચ/ ન્યાયપંચ સમક્ષ જવું તેવો કાનૂની ઉપચાર હોય છે.
પક્ષકારોને ભારતના બંધારણના અનુચ્છેદ ૩૨ કે ૨૨૬ હેઠળની, જે કોઇ
લાગૂ પડતી, રીટ હુકુમતનો આશરો લઈને પ્રક્રિયાને આડકતરી રીતે
અવગણવાની મંજૂરી આપવી જોઈએ નહીં. બીજુ ં, અને વધુ અગત્યનું, 65 (૨૦૧૦) ૪ એસ.સી.સી. ૪૬૦.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 67/72
ભારતના બંધારણના ભાગ ૩ દ્વારા આપવામાં આવેલા અધિકારોને લાગુ
કરવા માટે અને તેનું ઉલ્લંઘન થયાના પુરાવા પર ભારતના બંધારણના
અનુચ્છેદ ૩૨ હેઠળની દાદ મેળવી શકાય છે. અદાલત દ્વારા તેની સમક્ષ
પડતર કાર્યવાહી કે તેના સંબંધમાં પસાર કરાયેલા ન્યાયિક હુકમો
ભારતના બંધારણના અનુચ્છેદ ૩૨ હેઠળના સુધારાના આજ્ઞાધીન
નથી.66
તેથી, કોઈ પક્ષકાર ભારતના બંધારણના અનુચ્છેદ ૩૨ હેઠળ રિટ
અરજી દાખલ કરી અને આ અદાલત પાસેથી સીધી જ લગ્ન વિચ્છેદની
દાદ મેળવી શકતો નથી. જ્યારે અમે ઉપરોક્ત દ્રષ્ટિકોણ સ્વીકારીએ
છીએ, ત્યારે અમે એ પણ સ્પષ્ટ કરીએ છીએ કે, પૂનમ (સુપ્રા) માં મનીષ
ગોયલ (સુપ્રા) નો જે સંદર્ભ કરવામાં આવેલ તેમજ બીજો પ્રસ્તાવ રજૂ
કરવા માટેનો છ મહિનાનો સમયગાળો માફ કરી શકાય છે કે કેમ તે
પ્રશ્નપાત્ર હોવાનું જે અવલોકન કરવામાં આવેલ તે અમારા દ્વારા માન્ય
રાખવામાં આવ્યું નથી.
નિષ્કર્ષ.
૪૨. ઉપરોક્ત ચર્ચાને ધ્યાનમાં રાખી, અમે નીચે મુજબ આપેલ પ્રશ્નોના
જવાબથી આ રેફરન્સ ફેંસલ કરીએ છીએઃ
66 જુઓ – સાહિબજાદા સૈયદ મુહમ્મદ અમીરઅબ્બાસ અબ્બાસી અને અન્યો વિ. મધ્યભારત રાજ્ય (હાલનું
મધ્યપ્રદેશ રાજ્ય) અને અન્યો, એ.આઇ.આર. ૧૯૬૦ એસ.સી. ૭૬૮; ઉજ્જમ બાઇ વિ. ઉત્તરપ્રદેશ રાજ્ય, એ.આઇ.આર. ૧૯૬૨ એસ.સી. ૧૬૨૧; અને નરેશ શ્રીધર મીરાજકર અને અન્યો વિ. મહારાષ્ટ્ર રાજ્ય અને
અન્ય એક, એ.આઇ.આર. ૧૯૬૭ એસ.સી. ૧.
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 68/72
( ) i ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની આ અદાલતની સત્તા
અને હુકુમતનો વ્યાપ અને મર્યાદા.
ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની આ અદાલતની સત્તા
અને હુકુમતક્ષેત્ર અંગેના આ પ્રશ્નનો જવાબ ફકરા ૮ થી ૧૩ ના
પરિપેક્ષ્યમાં આપવામાં આવ્યો છે, જેમાં અન્ય બાબતોની સાથે, એવું
ઠેરવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી લેવામાં આવનાર નિર્ણય જાહેરનીતિની
મૂળભૂત સર્વસામાન્ય અને વિશેષ વિચારણાઓ પર આધારિત હોય, આ
અદાલત પ્રક્રિયા તેમજ નિયમનકારી કાયદાઓથી ચલિત થઈ શકે છે.
વિવેકાધીન સત્તાનો ઉપયોગ કરવો કે કેમ તેનો નિર્ણય કરતી વખતે, લાગૂ
પાડવામાં આવેલ નિયમનકારી જોગવાઇઓ ધ્યાને લેવી રહી અને તેની
અવગણના કરવી નહિ, જો કે, આ અદાલત વિરોધાભાસી દાવાઓ વચ્ચે
ઇક્વિટી સંતુલિત કરી, સમસ્યાના ઉકેલકર્તા તરીકે કામ કરે છે. આ
સત્તાનો ઉપયોગ 'પ્રયોજન કે બાબત' માં કરવાનો છે.
( ) ii પ્રથમ પ્રશ્ન પર આ બેન્ચના તારણો અને દ્રષ્ટિકોણ પર આધાર રાખતાં, ટ્રાન્સફર પીટીશનની સુનાવણી કે અન્ય કાર્યવાહીમાં આ અદાલત, પક્ષકારો વચ્ચે થયેલ સમાધાનની દ્રષ્ટિએ, બંધારણના અનુચ્છેદ
૧૪૨(૧) હેઠળની સત્તાનો ઉપયોગ કરી, હિન્દુ લગ્ન અધિનિયમની કલમ
૧૩-બી હેઠળ સૂચિત સમયગાળા અને પ્રક્રિયામાંથી, અને ઘરેલુ હિંસા
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 69/72
અધિનિયમ હેઠળની અન્ય/સંલગ્ન કાર્યવાહીઓ, ફો.કા.સં.ની કલમ-
૧૨૫ તેમજ પ્રાથમિકપણે ફો.દં.સં.ની કલમ-૪૯૮એ તેમજ અન્ય
જોગવાઇઓ હેઠળની ફોજદારી કાર્યવાહીઓમાંથી મુક્તિ આપી, પરસ્પર
સંમતિથી છ
ૂ ટાછેડાનું હુકમનામું મંજૂર કરી શકે છે કે કેમ. જો આ પ્રશ્નનો
જવાબ હકારમાં હોય, તો કયા કેસોમાં અને કયા સંજોગોમાં આ અદાલતે
ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળ હુકુમતનો ઉપયોગ કરવો
જોઈએ તે નિર્ણિત કરવાનો આનુસંગિક મુદ્દો છે.
પ્રથમ પ્રશ્ન પરના અમારા તારણોની દ્રષ્ટિએ, અન્ય બાબતોની
સાથેસાથે, આ અદાલતને પક્ષકારો વચ્ચેના સમાધાનની દ્રષ્ટિએ, બીજી
દરખાસ્ત રજૂ કરવાનિ પ્રક્રિયાગત આવશ્યકતાથી બાધ્ય રહ્યા સિવાય, પરસ્પર સંમતિથી છ
ૂ ટાછેડાનું હુકમનામું પસાર કરી લગ્ન વિચ્છેદ કરવાની
વિવેકાધીન સત્તા છે. અમરદીપ સિંહ (સુપ્રા) અને અમિત કુમાર (સુપ્રા)
માં જણાવેલા પરિબળોને ધ્યાનમાં રાખી, આ સત્તાનો ઉપયોગ કાળજી
અને સાવધાનીપૂર્વક કરવો જોઈએ. આ અદાલત ભારતના બંધારણના
અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તાનો ઉપયોગ કરી, ફોજદારી કાર્યવાહી
સહિત, અન્ય કાર્યવાહી અને હુકમો રદ કરી શકે છે.
( ) iii જ્યારે લગ્નમાં સુધારી ન શકાય તેવું ભંગાણ થયું હોવા છતાં બીજા
જીવનસાથી અરજનો વિરોધ કરી રહ્યા હોય, ત્યારે શું આ અદાલત
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 70/72
ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તાનો ઉપયોગ
કરીને છ
ૂ ટાછેડા મંજૂર કરી શકે કે કેમ?
આ પ્રશ્નનો જવાબ પણ હકારમાં આપવામાં આવ્યો છે, સાથે-
સાથે, એવું ઠેરવવામાં આવ્યું છે કે, આ અદાલત, ભારતના બંધારણના
અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તાનો ઉપયોગ કરીને, લગ્નમાં કદી સુધારી
ન શકાય તેવું ભંગાણ હોવાના આધારે લગ્ન વિચ્છેદ કરવાની વિવેકાધીન
સત્તા ધરાવે છે. આ વિવેકાધીન સત્તાનો ઉપયોગ પક્ષકારોને 'સંપૂર્ણ
ન્યાય' કરવા માટે કરવાનો છે, કે જ્યારે આ અદાલતને ખાતરી થાય કે, પૂરવાર થયેલાં તથ્યો દર્શાવે છે કે લગ્ન સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે અને
પક્ષકારોના સહજીવનની કોઈ શક્યતા નથી, અને ઔપચારિક કાનૂની
સંબંધ ચાલુ રાખવો અન્યાયી છે. ન્યાયાલય તે ઇક્વિટીની કોર્ટ હોવાની
રૂઇએ, લગ્ન વિચ્છેદનો વિરોધકર્તા પક્ષકારના સંજોગો અને પૃષ્ઠભૂમિને
પણ સમતોલિત કરવી જરૂરી છે.
૪૩. ઉપરોક્ત કારણોસર, તેમજ તારીખ ૦૬/૦૫/૨૦૧૫ના રોજના હુકમ
અન્વયે, આ અદાલતની ડિવિઝન બેન્ચે ભારતના બંધારણના અનુચ્છેદ
૧૪૨(૧)નો ઉપયોગ કરી પક્ષકારો વચ્ચેના લગ્ન પહેલાં જ વિચ્છેદ કર્યા
હોઇ, ટ્રાન્સફર પિટિશન (સિવિલ) નં. ૧૧૧૮/૨૦૧૪, ટ્રાન્સફર
પિટિશન (ક્રિમિનલ) નં. ૩૮૨/૨૦૧૪, ટ્રાન્સફર પિટિશન (ક્રિમિનલ)
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 71/72
નં. ૪૬૮/૨૦૧૪, અને ટ્રાન્સફર પિટિશન (સિવિલ) નં. ૧૪૮૧-
૧૪૮૨/૨૦૧૪ નો નિકાલ કરવામાં આવે છે.
૪૪. ટ્રાન્સફર પિટિશન (ક્રિમિનલ) નં. ૯૬/૨૦૧૪ અને ૩૩૯/૨૦૧૪
રેગ્યુલર બેન્ચ સમક્ષ યોગ્ય હુકમો અને નિર્દેશો સબબ ૨૦૨૩ના મે
માસના ના બીજા સપ્તાહમાં લિસ્ટ કરવામાં આવી શકે છે.
નવી દિલ્હી
૦૧ મે ૨૦૨૩. ............................ન્યાયમૂર્તિ
(સંજય કિશન કૌલ)
(સંજીવ ખન્ના)
(અભય એસ. ઓકા)
(વિક્રમ નાથ)
(જે.કે. મહેશ્વરી)
---------------------------------------
:
DISCLAIMER The translated judgements in vernacular language is
/ meant for the restricted use of the litigant to understand it in his
. her language and may not be used for any other purpose For all
, practical and official purposes the English version of the judgement shall be authentic and shall hold the field for the
. purpose of execution and implementation
ટ્રા. પી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 72/72
JUDGMENT